________________
શ્રી
દેવ ગરિ]
૪૫
વિનિતાનગરમાં મેઘરાજા અને મંગલારાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણ જે વર્ણ, ચાલીગ પૂર્વ લક્ષ આયુષ્ય અને ત્રણસેં ધનુષ્યની કાયા થશે, વ્રત પર્યાય દ્વારા પૂર્વાગે ઉણ લાખ પર્વને થશે અને અતર નવલાખ કોટિ સાગરેપમનું થશે. ૫
કૌશાંબી નગરીમાં વરરાજા અને સુરસીમાદેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે. તેમને રક્તવર્ણ, કીશ લક્ષપૂર્વ આયુષ્ય અને અઢીસે ધનુષ્યની કાયા થશે. તેમને વત પર્યાય સેળ પૂવને ન્યૂન લાખ પૂર્વ અને અંતર નેવું હજાર કેટી સાગરોપમનું થશે. ૬
વારાણની નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્થ નામે સાતમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાંતિ, વિલાખ પૂર્વ આયુષ્ય, બસે ધનુષ્યની કાયા, દીક્ષા પર્યાય વીસ પૂવગે ન્યૂન લાખ પૂર્વ અને નવ હજાર કેટી સાગરોપમનું અંતર થશે. ૭
ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લમણા રાણીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થકર થશે તેમને શ્વેત વર્ણ, દશપુર્વ લક્ષ આયુષ્ય, દેઢ ધનુષની કાયા તથા વત પર્યાય એવીએ પૂર્વાગે ન્યૂન લક્ષ પુર્વ અને નવસે કેટી સાગરોપમનું અંતર થશે. ૮
કાકરીનગરીમા સુગ્રીવરાજા અને રામા દેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થકર થશે, તેમને તવર્ણ, બે લક્ષ પુર્વ આયુષ્ય, એક ધનુષ્યની કાયા, વત પર્યાય અઠ્ઠાવીશ પૂર્વીગે હીન લક્ષ પૂર્વ અને નેવું કેટી સાગરોપમનું અંતર થશે. ૯ - ભદિલપુરમાં દડરથ રાજા અને નંદાદેવીના પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તે સુવર્ણ વર્ણવાળા, પૂર્વ લક્ષના આયુષ્યવાળા અને નેવું ધનુષ્યની કાયાવાળા થશે. વ્રત પર્યાય પચીસ હજાર વર્ષને અને નવ કેટી સાગરોપમનું અંતર થશે. ૧૦
સિંહપુરમાં વિશુરાજા અને વિષ્ણુદેવીના પુત્ર શ્રેયાંસનામાં અગિઆરમા તીર્થંકર થશે. તેમની સુવર્ણ જેવી કાન્તિ, એંશી ધનુષ્યની કાયા, ચોરાસી લાખ વર્ષનું આયુષ્ય, એકવીસ લાખ વર્ષને વ્રત પર્યાય તથા છત્રીસ હજાર અને છાસઠ લાખ વર્ષ તથા સે સાગરોપમે જૂન એક કોડ સાગરોપમનું અંતર થશે. ૧૧
ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થકર થશે. તેમને રક્તવર્ણ, બોતેર લાખ વર્ષનું આયુષ્ય અને સીતેર ધનુષ્ય પ્રમાણે કાયા થશે. ચેપન લાખ વર્ષને દીક્ષા પર્યાય અને ચેપન સાગરોપમનું અંતર થશે. ૧૨
કપિલપુર નામે નગરમાં કૃતવર્મા નામે રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમળ નામે તેરમા તીર્થંકર થશે. તેમનું સાઠલાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણના જે વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે. તથા તેમને પંદર લાખ વર્ષ વતપર્યાય અને ત્રીસ સાગરેપમનુ અંતર થશે. ૧૩. - અધ્યા નગરીમાં સિંહસેન રાજા અને સુયશા દેવીના પુત્ર અનંતનાથ ભગવાન નામે ચૌદમા તીર્થંકર થશે. તેમની સુવર્ણના જેવી કાન્તિ, ત્રીસ લાખ વરસનુ આયુષ્ય, પચાસ ધનુષ્યની કાયા, સાડા સાત લાખ વરસ દીક્ષા પર્યાય અને નવ સાગરોપમનું અસર થશે.