________________
૩૮
.
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂધ
ભગવંતના સમવસરણુમાં મરૂદેવા માતા સાથે ભરતેશ્વરનું જવું અને માર્ગમાં મરૂદેવા માતાને કેવળજ્ઞાન –
તેમણે તુર્ત પિતાના સામતને કેવળજ્ઞાનના મહત્સવ માટે પ્રયાણ કરવાની આજ્ઞા આપી અને યમક સમકને વધામણી બદલ યોગ્ય ઈનામ આપ્યું. ત્યારબાદ ભરત મહારાજાએ મરૂદેવા માતાને કહ્યું કે, “હરહંમેશાં જેનું હૃદયમાં દુ ખ ધરી ચિતા કરે છે તે ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. કરોડો દેવતા અને માનવ સાગર તેમના કેવળજ્ઞાનને મહત્સવ કરવા ઉલટ છે. આપ મારી સાથે તેમની અદ્ધિ જેવા પધારે” એમ કહી મરૂદેવા માતાને હસ્તિ ઉપર બેસાડી ભરતેશ્વર ચતુરંગ સેન્ચ સહિત સમવસરણ તરફ ચાલ્યા. દુરથી સમવસરણમાં રહેલ ઈદ્રધ્વજ દેખાવા લાગ્યા, તેમજ રત્નગઢની ન્યાત આકાશમાં ઝળહળતી દેખી ભરતેશ્વર માતાને કહેવા લાગ્યા કે, “હે માતા ! જુઓ આકાશમાંથી આ દેવે તમારા પુત્રને હું પહેલે જેઉં, હું પહેલો જોઉં એમ કરી સ્પર્ધાપૂર્વક વેગથી દેડી રહ્યા છે, માતા! સાભળો આ દેવદુંદુભિને મધુર અવાજ તમારા પુત્રને કેવળજ્ઞાન થયું છે તેના મહત્સવ નિમિત્તે દેવતાઓ વગાડી રહ્યા છે. માતા ! એકવાર તે તમારા પુત્રને ત્રણ ગઢના મધ્યમાં રહેલ સિંહાસન ઉપર બેસી ત્રણે જગતના પ્રાણીઓને બોધ આપતાં તે નિરખે કે જ્યાં સૌ કોઈ વેર વિરોધ ભૂલી નતમસ્તકે તેમનું દેશના મૃત પી રહ્યું છે. માતાના હૃદયમાં હર્ષપૂર આવ્યું. આંખમાંથી દડદડ હર્ષાશ્રુ ઉભરાયાં અને આંખના પડળ ખુલી ગયાં. તેમણે પુત્રની દ્ધિ નજરોનજર નિહાળી અને તેમાં એકતાન બન્યાં. સાથે મેં પુત્રને શોક ફેગટ કર્યો છે તે ત્રિભુવનને સ્વામી થ છે. તેણે રાગદ્વેષ તજી કેવળજ્ઞાન ઉપામ્યું છેહું કેવળ મહમૂઢ બની. જગતમાં કેાઈનું કઈ નથી.” આમ વૈરાગ્ય ભાવનાની શ્રેણિએ આગળ વધતાં ક્ષપકશ્રેણિએ ચડ્યાં અને કૈવલ્ય પામ્યાં કેવલ્યજ્ઞાનની સાથે જીવન કલકત્ય મરૂદેવા આયુષ્ય પૂર્ણ થયેલ હોવાથી નિર્વાણ પામ્યાં. આ રીતે અવસર્પિણીમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા જાણું દેવતાઓએ તેમના શરીરને સત્કાર કરીને તેમના મૃતકને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. મધ્યરાત્રિના ચઢી દય સમયે જેમ અંધકાર અને ચંદ્રિકા બને હોય તેમ ભરત મહારાજા માતાના મૃત્યુથી દીલગીર અને તેમના થયેલ નિર્વાણુથી હર્ષ આ રીતે મિશ્રિત લાગણીવાળા થયા. ભગવાનની દેશનાનું શ્રવણુ અને ચતુર્વિધ સંઘની સ્થાપના
ભરત મહારાજાએ રાજચિહનો ત્યાગ કરી પગપાળા ચાલીને ઉત્તર દિશાના દ્વારે થઈ સમવસરણમાં પ્રવેશ કર્યો ત્યાં દાન, શીલ તપ અને ભાવરૂપ ધર્મના ચાર પ્રકારે સરખા ચાર પ્રકારના દેવતાઓથી વીંટળાયેલા પરમાત્મા શ્રી ઋષભદેવને ત્રણ પ્રદક્ષિણા દઈ પંચાંગ પ્રણિપાત કરી પછી સહેજ પાછા ખસી તે ઈદ્રની પાછળ બેઠી. જોતજોતામાં ભગવાનની પર્વદા સર્વે પશુ પ્રાણી વિગેરે ત્રણ લોકોના જીથી ભરપુર બની. સૌ વરભાવ તજી કેવળી ભગવાનના સુખ સામે ફષ્ટિ રાખી તેમના ઉપદેશામૃતને સાંભળવા