________________
શ્રી ઋષભદેવ ચરિત્ર
૩૩
૮ટ
-
શકયા નહિ. તે હવે મને પૂરેપૂરે સમજાય છે. મારા પિતાએ શત્રુથી ઘેરાયેલ સત્ત્વશાળી વ્યક્તિ મારી સહાયથી જય પામી તેમ જોયુ હતું તેથી મારા દ્વારા કરાયેલ પારણાની સહાયથી ભગવાન કર્મરૂપી શત્રુઓને જીતવા સમર્થ થયા. સુબુદ્ધિએ સહસ્ત્ર કિરણોને મેં સૂર્યમાં ફરી જોડી દીધાં તેવું જોયું હતું તેથી કેવલજ્ઞાનરૂપ તેજ મંડળમાંથી ભ્રષ્ટ થએલ કિરણને પારણું દ્વારા ફરી સ્થાપિત કરાયાં અને દુધથી મેં મેરૂને નવરાવ્યો.” તે જોયુ તેથી ઈશુરસથી મેરૂસમાન ધીરગ ભીર તપકૃશ ભગવાનને ઈશ્કરસથી પ્રતિલાલ્યા. આ સાંભળી સૌ શ્રેયાંસની અને તેના ઘનની પ્રશંસા કરી પિતા પોતાને સ્થાને ગયા. ભગવંતના દર્શન નહિ પામવાથી બાહુબલિને પશ્ચાતાપ.
શ્રેયાએ વહેરાવેલ ઈસુરસના પારણા બાદ વિહાર કરતા કરતા ભગવાન તક્ષશિલાના પરિસરમાં આવ્યા. અને તક્ષશિલાની બહાર ઉદ્યાનમાં કાઉસ્સગ ધ્યાને રહ્યા. ઉદ્યાનપાલકે રાતે બાહુબલિને વધામણી આપી કે “સર્વજીવ ઉપર સમદષ્ટિ રાખનાર ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે. બાહુબલિએ સર્વમૉત્સવ સાથે ભગવંતને વંદન કરવા જવાના નિર્ણયથી નગરને શણગારવા અને પિતાના લશ્કરને તૈયાર થવાને હુકમ છે. તેને એકરાત કલ્પ જેવી થઈ પડી. તેણે ભગવંતને અયોધ્યામાં જેમ ભરતેશ્વર મહોત્સવ પૂર્વક વાદ્યા હતા તેવા વાંદવાના કેડ સેવ્યા પ્રભાત થતાં રાજઋદ્ધિ સહિત બાહુબલિ નીકળ્યો ઉદ્યાને પહોંચતાં બાહુબલિને ખબર પડી કે “ભગવંતત વિહાર કરી ગયા છે. આ સાભળી બાહુબલિને પશ્ચાતાપને પાર ન રહો. તે આંસુ સાથે બોલી ઉઠો કે “ભગવંત જેવા ભગવંત મારે આંગણે પધાર્યા છતાં હું કમભાગી દર્શન ન પામે. ભગવંતને આવેલા સાંભળ્યા છતાં હું મારે પહેલે પિઢયો અને ભગવંત આ સ્થળે કાઉસ્સગ ધ્યાને રહ્યા. અત્યારે પ્રભાત છતાં મારે તે ભગવાન નહિ જેવાથી અપ્રભાતજ છે. મારું જીવન નિષ્ફળ છે કે જેમના પાદરજથી હું પવિત્ર ન થયો. ખરેખર મારું નેત્ર પણ નકામાં ગણાયાં કે જેણે ભગવાનને દેખ્યા નહિ. પ્રધાને પશ્ચાતાપ કરતા બાહુબલિને આશ્વાસન આપતાં કહ્યું કે “આ૫ શેક ન કરો. ભગવંતનું હરહંમેશ આપ ચિત્તમાં ધ્યાન ધરે છે ભગવંતની આ પાદરેખાને ભગવંતનું પ્રતીક માની તેનું પૂજન કરે. બાહુબલિએ તે પગલાને વંદના કરી અને તેને કોઈ ઉલઘન કરી આશાતનાન કરે એ બુદ્ધિથી ત્યાં હજાર આરાવાળું રત્નમય ધર્મચક્ર બનાવી પ્રતિષિત કર્યું. ત્યારબાદ બાહુબલિએ ત્યાં મહોત્સવ કરી તેની ભક્તિ માટે માણસે રેકી પિતાના નગરમાં આવ્યું. ભગવંતને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
ભગવાન રાષભદેવ પવનની પેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા અને પિતાના દર્શનથી અનાર્ય લોકોને પણ ભદ્રિક પરિણામી બનાવતા તેમણે એક હજાર વર્ષ જોતજોતામાં અનાર્ય દેશમાં પસાર કર્યો. ત્યારબાદ અનુક્રમે વિહાર કરતા અયોધ્યાના પરિમતાલ પરામાં પધાર્યા. ત્યાં અઠ્ઠમ તપ કરી વડના ઝાડ નીચે ભગવંત કાઉસ્સગ ધ્યાને રહ્યા. ભગવંત જેમ