________________
[ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ
ધ્યાનશ્રેણિમાં આગળ વધવા લાગ્યા તેમ મેલની નિસરણિ સમાન ગુણસ્થાનક શ્રેણિમાં પણ ભગવાન આગળ વધ્યા. ભગવંતે દીક્ષા લીધી ત્યારે તેમને છ સાતમું ગુણઠાણું હતું પણ આ ધ્યાનશ્રેણિ ભગવંતને આઠમા, નવમા, દસમા અને બારમા ગુણઠાણાથી આગળ તેરમા ગુણઠાણે લઈ ગઈ અને ભગવાન શુકલધ્યાનાનલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયરૂપ ચાર ઘાતિકને ક્ષય કરી ફાગણ વતી અગિયારસને દિવસે પ્રભાતકાળે કેવળજ્ઞાન પામ્યા જગતમાં સર્વત્ર પ્રકાશ ફેલાય. સર્વ છે તે કાળે દુઃખરહિત થયા. નારકીના છએ પણ તે ક્ષણે સુખ અનુભવ્યું. ઈદ્રોનાં આસન કંયાં અને તેમણે ભગવંતને કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. કેવળજ્ઞાનને મહત્સવ અને દેવોનું આગમન
આ વખતે સર્વ ઈદ્રોનાં આસન કંપાયમાન થયા. દેવકમાં સુંદર શદવાળી ઘંટા વાગવા લાગી. દેવતાઓ અવધિજ્ઞાનથી ભગવાનને કેવળજ્ઞાનને સમય જાણી સમવસરણમાં આવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પ્રથમ સૌધર્મેન્દ્ર જવાનું ચિતવન કર્યું કે, તુરતજ એક દેવ રાવત હસ્તિરૂપે થઈ તેમની પાસે આવ્યો તેણે પોતાનું શરીર લાખ યોજન પ્રમાણ વિસ્તાર્યું. તે શ્વેત કાંતિવડે શોભને હતે. તેને આઠ મુખ હતાં, અને દરેક સુખમા આઠ આઠ દાંત હતા. એકેક દાંત ઉપર એક એક વાવ હતી. દરેક વાવમાં આઠ આઠ કમળ હતાં. એકેક કમળે આઠ મેટા પત્ર હતાં. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવાં જુદાં જુદાં આઠ આઠ નાટકે હતાં. અને એકેક નાટકમાં બત્રીસ પાત્રો હતાં. એવા હસ્તિ ઉપર ઈન્દ્ર પરિવાર સહિત આરૂઢ થઇ જે ઉદ્યાનમાં પ્રભુ હતા ત્યાં આવી પહોંચ્યો. અને બીજા પણ સઘળા ઈન્દ્રો ઘણી ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા સમવસરણની રચના
તે અવસરે વાયુકુમાર દેવતાએ સમવસરણને માટે એક જન પૃથ્વી કાંટા-કાંકરા કાઢી સાફ કરી. મેઘકુમાર દેવતાઓએ તે જમીન ઉપર સુગંધિ જળની વૃષ્ટિ કરી વ્યંતર દેવતાઓએ સુવર્ણ, માણેક અને રત્નોના પાષાણુથી ભૂમિતળ બાંધ્યું અને તેની ઉપર નીચા સુખના ડીંટવાળા પચરંગી સુગંધિદાર પુપ વેર્યો. તેમજ રત્ન માણેક અને સુવર્ણનાં તારણે બાંધી દીધા સમવસરણનો અંદરના ભાગનો પ્રથમ ગઢ વિમાનવાસી દેએ રત્નમય બનાવ્યો. મધ્યમાં જોતિષ દેવતાઓએ સુવર્ણને બીજે ગઢ અને તેની ઉપર રત્નમય કાંગરા બનાવ્યા. ત્રીજે રૂપાને ગઢ ભુવનપતિ દેવતાઓએ બાહ્ય ભાગ ઉપર એ દરેક ગઢમાં ચાર ચાર દરવાજા હતા. તે દરવાજાને ચાર રસ્તાવાળી સુવર્ણ કમળની વાપિકાએ કરી હતી. અને બીજા ગઢમાં ઇશાનખૂણે પ્રભુને વિશ્રામ કરવાને માટે એ દેવછંદ રયુ હતું. અંદરના પ્રથમ ગઢમાં પૂર્વ કારમાં બંને તરફ