________________
શ્રી ઋષભદેવ ચરિત્ર
કે “ભગવાને દીક્ષા અંગીકાર કરી તેથી અમે પણ તેમની સાથે દીક્ષા અંગીકાર કરી છે. દિક્ષાના દીવસથીજ લાગવાન મૌન રાખે છે. ટાઢ, તડકે ભય વિગેરે કાંઈ ગણતા નથી. અમે પુછીએ છીએ તેને કોઈ જવાબ પણ તેમની પાસેથી મળતો નથી. આથી અમે તેમના જેવા ઉત્કટ પરિસહ નહિ કરી શકવાથી આ તપવનમાં વસીએ છીએ.” તેઓ ભગવાન પાસે ગયા. ભગવાન તે મેરૂની પેઠે નિષ્કપ કાઉસ્સગ ધ્યાનમાં ઉભા હતા. તેઓ ભગવાનને વંદન કરી કહેવા લાગ્યા કે “હે ભગવંત! અમને આપે દેશાંતર મોકલ્યા અને પછીથી આપે ભરત વિગેરે સર્વને પૃથ્વી વહેંચી આપી. હે દેવના દેવ ! આપે અમને તે યાદ જ કર્યા નહિ, આપને અમારે શો અપરાધ લાગ્યો ? હે પ્રભુ! અમને પણ કોઈને કંઇ રાજ્ય આપે. અને તે આપનેજ આધાર છે હે પ્રભુ ! અમારે બીજો કોઈ
સ્વામિ નથી કે તેની પાસે માગીએ?” ભગવાન તે મુદ્દલ ઉત્તર આપતા નથી. નમિ વિનમિ ભગવાનની આગળ રેજ ત્રણકાળ પુષ્પથી અને ક્ષેત્રની શુદ્ધિથી સેવા કરી રહે ભગવંત રાજ્ય આપે” આ રીતે માગણી કરે છે.. નમિ વિનમિની ભક્તિ દેખી ધરણે કે તેમને સેળ હજાર વિદ્યા આપી વિદ્યાધર બનાવ્યા.
એક વખત ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યા. તેમણે આ બે કુમારને રાજ્ય આપે તેવી માગણી કરતા જોઈ આશ્ચર્ય પૂર્વક પુછયું કે “તમે કેણ છે? અને નિસંગ પ્રભુ પાસે રાજ્યની આજે માગણી કરે છે તે જ્યારે ભગવાને સાંવત્સરિક દાન આપ્યું ત્યારે તમે કયા ગયા હતા? ભગવાન હવે સર્વથા આકાંક્ષા રહિત અને રાગ દ્વેષ વિનાના છે તે તમને હવે રાજ્ય કયાંથી આપે?તમારે રાજ્ય જાઈએ તે ભરતેશ્વર પાસે જાઓ, તે તેમને કંઈને કંઈ આપશે ? જવાબમાં કુમારે કહ્યું કે અમે ભગવાનના સેવક છીએ. તેમણે અમને કાર્યપ્રસંગે બહાર ગામ મોકલ્યા હતા. ભગવાન જેવા ભગવાનને સ્વામિ કર્યા પછી અમારે બીજાને શામાટે સ્વામિ કરવા જોઈએ? અને સ્વામિ પાસે છે કે નહિ તેની સેવકે શામાટે ચિંતા કરવી જોઈએ? જે મળશે તે ભગવાન પાસે જ મળશે. આપ અમારી જરા પણ ચિંતા ન કરે” ધરણેન્દ્ર તેમના જવાબથી પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો કે “તમે સત્ય કહે છે, ભગવાનની સેવા સામાન્ય રાજ્ય તે શું પણ ત્રણલોકનું સામ્રાજ્ય અપાવી શકે છે. તમારી સ્વામિની સેવા ભક્તિથી હું તમને વિદ્યાધરાની રાજ્ય ઋદ્ધિ આપું છું તેને આ રાજ્યઋદ્ધિ હવામિની સેવાભક્તિનુ ફળ છે તેમજ સમજ છે એમ કહી ગૌરી પ્રજ્ઞપ્તિ વિગેરે જળહજાર ગણવા માત્રથી સિદ્ધ થાય તેવી વિદ્યાઓ આપી. આ પ્રભુ ભક્તિને પ્રતાપ પિતાના પિતા તથા ભરતેશ્વરને જણાવી પિતાનો પરિવાર સાથે લઈ અને કુમારે વૈતાઢય તરફ ઉપડ્યા. ત્યાં વિદ્યાના બળે નમિએ વૈતાય પર્વત
કઈ જગ્યાએ ૬૪ હજાર વિદ્યાઓને ઉલ્લેખ છે.