________________
' લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
હતા, તે કઈ અશ્વ આપતા હતા, કેઈ ઘરેણુ તે કઈ સુર વો આપતા હતા, ભગવાન તે સર્વ છોડી આગળ વધતા હતા અને ઉપવાસ ઉપર ઉપવાસ કરતા હતા. ભગ વસ ભૂખ તૃષા કે પરિસહ ગણકાર્યા વિના સર્વ કરતા હતા. કચ્છ મહાકચ્છનું વિચારણું બાદ તાપસ થવું..
ભગવતની સાથે દીક્ષિત થયેલા રાજાએ પિતાની બુદ્ધિપ્રમાણે વિચારવા લાગ્યા કે “ભગવાન સુદરમાં સુંદર ફળના ઢગે ઢગ હોવા છતાં આરોગતા નથી. મિષ્ટ જળને સમુદ્રના પાણું સમાન માની પીતા નથી. ઉગ્રતાપમાં વિહાર કરે છે, ટાઢને ગણતા નથી. નિદ્રાનું નામ પણ લેતા નથી. ભૂખ તરસની દરકાર રાખતા નથી. અને આપણે તેમના સેવક હોવા છતાં આપણી સામે નજર સરખી નાંખતા નથી. આપણે આમ કેટલા દીવસ કાઢશું? ભગવાને પૂત્ર કલત્રે રાજયદ્ધિ સર્વ ત્યાગ્યું છે છતાં કોણ જાણે ખડે પગે શુચિતવન કરે છે? તેની પણ આપણને ખબર નથી. ધીરજ ખુટતાં તેઓ પિતાના મુખ્ય કચ્છ મહાકચ્છને કહેવા લાગ્યા કે તમે ભગવત દી પરિચયવાળા સેવક છે આથી તમને ખબર હશે કે આ ભગવંતશું ચિતવન કરે છે? અને લેકે ડગલે અને પગલે જાત જાતનાં ભેંટણું ધરે છે છતાં કેમ ભગવાન કાંઈ લેતા નથી? ભગવાન તે ભૂખ તરસ સૌ સહન કરે છે. આપણે તે અન્ન વિના મરવા પડીએ છીએ. હવે આપણે ઘેર જઈએ તે પણ આપણી ફજેતી થાય. આપણા રાજ્ય તે ભારતે લઈ લીધાં. શુ હવે આપણે ભરતને શરણે જઈ ફરી માગણી કરીએ કે
અમને રાજ્ય પાછું આપે?” કચ્છ મહીએ જવાબ આપે કે “જે તને તમને વિચાર આવે છે તે જ “અમને આવે છે. ભગવાનના અમે સેવક તેથી ભગવાન જે આદેશ આપે તે મુજબ અમે કાર્ય કરીએ. પણ ભગવાન તે બીલકુલ લતાજ નથી કે કાંઈ આજ્ઞા પણ કરતા નથી, અને હવે પાછા ઘેર જવામાં આપણી મહત્તા શી રહે? સ્વયંભૂરમણ સમુદ્ર તળીશું જેમ અગાધ છે તેમ ભગવંત શું વિચારે છે તે જાણવું અમારે માટે મુશ્કેલ છે. જેમ તમે મુંઝાઓ છે તે જ પ્રમાણે અમે પણ મુંઝાઈએ છીએ ?' આખરે તે સર્વે એક વિચાર કરી ગંગા નદીની નજીક વનમાં ગયા અને ત્યાં તેઓ શુષ્ક પન્ન ફળાદિ ખાઈ જીવન નિર્વાહ કરવા લાગ્યા અને સ્ટાધારી તાપસ થઈ વિચરવા લાગ્યા. “ . નમિ વિનમિની ભગવાન આગળ રાજ્યની માગણ.
તે કચ્છ મહાકચ્છને નમિ વિનમિ નામે થશે પુત્રો હતા. તે બને ભગવાનની આજ્ઞાથી ભગવાનની દીક્ષા અગાઉ દુર દેશાંતર ગયા હતા. તેઓ પાછાં આવતાં વનમાં પિતાના પિતાને જોઈ વિચારવા લાગ્યા કે “રાજ્યભવમાં રાચતા, સેવકની ખમા ખમા પોકારાતા આપણા પિતા આજે ખુલ્લા પગે, જંગલના ઘાસની પેઠે આડા અવળા વાળથી કદરૂપા બનેલા અને રેલી વ્યગ્ર શરીરવાળા જંગલમાં કેમ કરે છે?” તેમણે વિજ્ઞપ્તિ કરી પુછયુ કે અષભદેવ જેવા નાથ ક્યાં આપની આવી દુર્દશા કેમ થઈ?” જવાબમાં તેમણે કહ્યું