________________
૩૮
લઘુ બિષ્ટ શલાકા પુરુષ
ઉપર દક્ષિણ એણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તરશ્રેણિમાં ૬૦ નગર વસાવ્યાં. નમિએ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂર ચકવાલમાં પિતાની રાજધાની સ્થાપી અને વિનમિએ ૬૦ નગરની મધ્યમાં આવેલ ગગનવલ્લભમાં પિતાની રાજધાની સ્થાપી. દરેક નગરની અંદર મધ્યમાં ઋષભદેવના બિંબને સ્થાપન કર્યું. વિદ્યાધર વિદ્યાથી છકી જઈ કેઈ અનર્થ ન કરે માટે ધરણેન્દ્ર સને જણાવ્યું કે “તમેને વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે છતાં પણ તમારામાંથી કોઈ જ અભિમાનથી અક્કડ બની જિનેશ્વર ભગવાન, જિનચૈત્ય, ચરમશરીરી અને કાર્યોત્સર્ગમાં રહેલ યુનિઓની આશાતના કરશે તે આળસુને જેમ લક્ષ્મી ત્યાગ કરે તેને તમારી વિદ્યાએ વિસ્મૃત થશે. તેમજ જે કોઈ બળાત્કાર પરસ્ત્રી ગમન કરશે કે સ્ત્રી ભત્તરને વધ કરશે તેની પાસેથી વિદ્યાઓ ચાલી જશે.” આ શિખામણ હરહંમેશ સ્મૃતિમાં રહે માટે રત્નભિત્તિમાં પ્રશસ્તિરૂપે લખાવી અને વિદ્યાઘરના રાજારૂપે નમિ વિનમિતે સ્થાપન કરી ઈન્દ્ર અંતર્ધાન થયા.
ગૌરી વિગેરે સોળહજાર વિદ્યાઓમાંથી જે વિદ્યાને જીવનમાં મુખ્યપણે રાખી આરાધતા હતા તે વિદ્યાના નામથી તે વિદ્યાધરનાં નામ પડયાં. ગૌરી વિદ્યાના આરાધકે ગાય, મતુ વિદ્યાના આરાધકે મg, ગાંધારીના ઉપાસક ગાંધાર, માનવી વિદ્યાને સેવનારા માન, કૌશિકિના પરિચારકે કિશિક ભૂમિ/ડના ઉપાસકે ભૂમિનું, મૂલવીર્યની આરાધના કરનારા મૂલવીર્ય, શંકુકાના આરાધકો શંકુક, પાંડકિના સેવકો પાંડુક, કાલીવિઘાના ઉપાસકે કાલિકેય, શ્વપાકી વિદ્યાના સાધનારા શ્રપાક માતંગીના ભક્તો માતંગ, પાર્વતી વિદ્યાના ઉપાસકે પાર્વત, વંશાલયા વિદ્યાના આરાધકે વંશાલય, પાંશુમૂલાના સેવકે પાંશુમૂલ, અને વૃક્ષમૂલાના આરાધકે વૃક્ષમૂલક કહેવાયા. આમાંથી આઠ નિકાયના અધિપતિ નમિ બન્યા અને આઠના અધિપતિ વિનમિ બન્યા. પરમાત્મા ઋષભદેવની ભક્તિથી આ સર્વ રદ્ધિ સિદ્ધિ મળી છે તે ખ્યાલમાં રાખી સર્વ વિદ્યાધરે હરહંમેશ ત્રિકાળsષભદેવ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતા અને પિતાની મર્યાદા પુર્વક ધમ અર્થ અને કામને બાધા ન આવે તે રીતે રાજયરિથતિને પાલન કરવા લાગ્યા ભગવાનનું ગજપુર નગર તરફ પ્રયાણ
આ તરફ કરછ મહાકછ તાપો વલ્કલ અને વાળની જટાથી સાક્ષાત્ વૃક્ષ જેવા દેખાતા ફળફળાદિનું ભક્ષણ કરતા અને ઉપવાસથી શરીરને હાડયૂજ જેવું બનાવી હરહમેશ વાગવાનનું ધ્યાન ધરતા છતાં વિચરે છે. આ તરફ ભગવંત પણ નિરાહારપણે અપ્રમત્ત ભાવે પિતાને વિહાર કરે છે. અને વિચારે છે કે “કમને દૂર કરવા, તપ સિવાય બીજો માર્ગ નથી કારણ કે સર્વ મમત્વમાં દેહનું મમત્વ પ્રબળ છે અને તે દેહને આધાર આહાર અને પાન ઉપર અવલંબે છે. પાણીને નહિ પીવાથી લીલાછમ હવાઓ પણ છેડા વખતમાં કરમાઈ જાય છે, અને રૂપુણ બળવાન મહાકાય હાથીઓ