________________
થી અષભદેવ ચરિત્ર ]
-
-
-
-
-
-
-
-
-
કાળને અનુસરીને વર્ષ તે હતે. પ્રભુએ સર્વ કોને ત્યાજ્ય અને ગ્રાહાના વિવેકથી જાણીતા કર્યો. એવી રીતે રાષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવામાં ત્રેસઠ લક્ષ પૂર્વ ઉલંધન કર્યો. ભગવાન તીર્થપ્રવર્તા'ની લોકાંતિક દેવોની વિજ્ઞપ્તિ.
એ અતુઓના સુખપૂર્વક વૈભવ, રાજ્યદ્ધિ અને પુત્રપરિવારના આનંદથી ભગવાને સઠ લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં ગાળ્યા પછી તેમનુ ભોગાવળી કર્મ ક્ષીણ થયું શાને તે વખતે તેમને અવધિજ્ઞાનથી અનુત્તર વિમાનના સુખનું સ્મરણ થતાં મોહ બંધ ગળી ગયો. તેમનું હૃદય વૈરાગ્યરંગિત થયું અને મોક્ષની સાધના માટે તત્પર બન્યુ. આજ વખતે નવ કાતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી વિનંતિ કરવા લાગ્યા કે “હે પ્રભુ! તમે જેમ લેકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધ તીર્થને પ્રવત્ત આ પ્રમાણે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મદેવલોકમાં પોતપોતાના સ્થાને ગયા. અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનોદ્યાનમાંથી પિતાના રાજ્ય મહેલ તરફ પાછા ફર્યા ધ વાટ, ભગવાને ભરતને રાજ્યગાદી ઉપર સ્થાપિત કર્યા અને બીજા પુત્રોને જુદા જુદા દેશ આપ્યા.
હવે પ્રભુએ તુરત જ પોતાના સામંત વિગેરેને તથા ભરત બાહુબલિ વિગેરે સર્વ પુત્રોને બોલાવ્યા અને ભરતને કહ્યું કે “હે પુત્ર! તું આ રાજ્યને ગ્રહણ કર. આ પ્રભુને સિદ્ધાદેશ થતાં તેને ઉલ્લંઘન કરવાને અસમર્થ એવા ભરતે તે અંગીકાર કર્યો પછી ભરતે સ્વામીને પ્રણામ કરી સિંહાસન અલંકત કર્યું. દેવતાઓએ જેમ પ્રભુને અભિષેક કર્યો હતો તેમ ભરતને રાજ્યાભિષેક કર્યો. મોટા મહિમાના સ્થાનરૂપ તે નવા રાજાને પિતાના કલ્યાણની ઈચ્છાથી રાજમંડળ પ્રણામ કરવા લાગ્યું. અને તેની સેવામાં હાજર રહેવા લાગ્યું. પ્રભુએ બીજા બાહુબલિ વિગેરે નવાણું પુને ચગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા • વરવારિકા"નું સાંવત્સરિક દાન
પછી પ્રભુએ મનુષ્યને સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. અને એવી ઉઘાષણ કરાવી કે, “જે જેને અથી હેય તેણે આવીને તે ગ્રહણ કરવું. સ્વામીએ દાન આપવું શરૂ કર્યું. તે વખતે ઈદ્દે આદેશ કરવાથી કુબેરે સર્વ જગ્યાએથી દ્રવ્ય લાવીને વરસાદ જેમ પાણીને પૂરે તેમ પ્રભુના આવાસમાં દ્રવ્ય પુરવા માંડયુ. હમેશાં સૂર્ય ઉદય થાય ત્યાંથી તે ભોજનના સમય સુધીમાં પ્રભુ એક કેટી અને આઠ લાખ
નૈયાનું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણસેં અઠક્યાશી ક્રોડ અને એંશી લાખ સુવર્ણનું દાન કર્યું.