________________
લઇ ત્રિષણિ શલાકા પુરુષ,
દીક્ષા ગ્રહણ દીક્ષા મહોત્સવ
વાર્ષિક દાનને અંતે પિતાનું આસન ચલિત થવાથી ઇન્દ્ર બીજા ભરતની પેઠે ક્ષતિપૂર્વક ભગવંત પાસે આવ્યું. બીજા ઈન્દ્રોની સાથે રાજ્યાભિષેકની પેઠે તેણે જગત્પતિને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ભગવાને દિવ્ય અલંકાર તથા વસ્ત્રો ધારણ કર્યો અને નાજુક વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા પ્રભુને માટે તૈયાર કરી. પ્રભુ પણ જાણે કેકાગ્રરૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ પિતાને પુણ્યભાર હોય તેમ તે શિબિકાને ઉપાડી આ લોક અને પરલોકનું મૂર્તિવંત નિર્મળપણું હોય એવા બે ચામર પ્રભુના બને પા ભાગમાં વીંઝાઈ રહ્યા હતા. એવી રીતે ભગવાનને જતા જોઈ સર્વે નગરવાસીઓ, બાળકે જેમ પિતાની પછવાડે દેડે તેમ દોડવા લાગ્યા, પ્રભુ આવે છે. એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ બાળકોને તેડી વાનર સહિત લતાઓની પેઠે ઉભી રહી હતી. કેટલીક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર પાણી નાંખતી હતી, તે જાણે પિતાનાં પુણ્યબીજ નિર્ભયપણે વાવતી હોય તેમ જણાતી હતી. આ બાજુ પોતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતાઓ આકાશમાં આવવા લાગ્યા. પિતાના ગામે પહેલા વટેમાર્ગુની પેઠે “આ સ્વામી, આ સ્વામી” એમ પરસ્પર બોલતા તેઓ પિતાના વાહનોને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘેડા તથા રથી આકાશમાં જાણે બીજી વનિતા નગરી વસી હોય તેમ જણાતું હતું. જગત્પતિ અનેક દેવતા અને મનુષ્યથી વીંટાઈ રહ્યા. તેમની બંને બાજુએ ભરત અને બાહુબળિ જંબુદ્વીપને વીંટાયેલા-સમુદ્રની માફક શેલતા હતા. માતા મરૂદેવા, પત્ની સુનંદા અને સુમંગળા, પુત્રી બ્રાહી, સુંદરી અને બીજી સ્ત્રીઓ જાણે હિમકણ સહિત પદ્મિનીઓ હોય તેમ અશુ સહિત પ્રભુની પછવાડે ચાલતી હતી. આ રીતે સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં જગત્પતિ પધાર્યા. મમતા રહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર તે શિબિકારત્નમાંથી અશોકવૃક્ષ નીચે ઉતર્યા. અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર, માલ્ય અને આભૂષણે તત્કાળ તજી દીધાં. તે વખતે ઇન્દ્ર પાસે આવી ઉર્જવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના સકંધ ઉપર આપણું કર્યું. - કેશના લેચ વખતે ચોટલીને લોચ નહિ કરવાની ઇન્દ્રની વિજ્ઞપ્તિ. * -
ત્યારબાદ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રને વિષે અસંખ્ય દેવતા અને મનુષ્યો સમક્ષ પ્રભુએ ચાર સુષ્ટિથી પિતાના કેશને લોચ-કર્યો. તે પ્રભુના કેશને સૌધર્મપતિએ પોતાના વસમાં ગ્રહણ કર્યા. પ્રભુએ પાચમી મુર્ષિથી બાકીના