________________
શ્રી રાષભદેવ ચરિત્ર ]
૨૩
-
~
નાભિળક તમને જ અમારા રાજ ઠરાવ્યા છે.” એમ કહી સર્વ યુગલીઆઓ પ્રભુને રાજ્યાભિષેક કરવા માટે જળ લેવા ગયા. તે વખતે ઈન્દ્રનું આસન કંપ્યું. એટલે ઈન્દ્ર પ્રભુને રાજ્યાભિષેક જાણું ક્ષણવારમાં ત્યાં આવ્યે. ત્યાં સિંહાસન રચી તેણે રાજ્યાભિષેક કર્યો અને દીવ્ય વસ્ત્રો પહેરાવ્યાં અને અંગ ઉપર મુગુટ વિગેરે અલંકારે પહેરાવ્યા. એટલામાં ચુગલીઆઓ કમળના પત્રમાં જળ લઈને આવ્યા. પ્રભુને ભૂષિત દેખી ક્યાં જળ નાખવું તેના વિચારમાં પડયા, અને છેવટે ભગવાનના ચરણ આગળ જળ નાંખ્યું. આથી ઈન્ડે કહ્યું કે, આ લોકો ખરેખર વિનીત છે, એમ જાણી વિનીતાનગરી કરવાની કુબેરને આજ્ઞા કરી, અને કુબેરે બાર જન લાંબી અને નવ જન પહોળી એવી વિનીતા નગરી બનાવી. આ નગરીનું બીજું નામ અધ્યા આપ્યુ. કુબેરે તે નગરીને ધનધાન્યથી ભરપૂર કરી. જન્મથી વીશ લક્ષ પૂર્વે ગયા ત્યારે પ્રભુ પ્રજાને પાળવા માટે તે નગરીના રાજા થયા. સર્વ રાજાઓમાં પ્રથમ રાજા એવા રાષભ પ્રભુ પોતાના અપત્યની પેઠે પ્રજાને પાળવા લાગ્યા. તેમણે અસત્ પુરૂષોને શિક્ષા આપવાને માટે અને સતપુરુષને પાળવાને માટે ઉદ્યમ કરનારા એવા પોતાના મંત્રીઓ નિમ્યા. ઈન્દ્રના લોકપાળની પેઠે મહારાજા ઋષભદેવે પોતાના રાજ્યમાં ચોરી વિગેરેથી રક્ષા કરવામાં દક્ષ આરક્ષકોની નિમણુક કરી. નવીન સામ્રાજ્યરૂપી મહેલના સ્થંભ સમાન બળવાન સેનાપતિઓને પ્રભુએ નિમ્યા. અને ગાય, બળદ, ઉંટ મહીષ, અને ખચ્ચર વિગેરે પશુઓ પણ ગ્રહણ કર્યો. અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ ક્ષાનું ભગવાને કરેલ પ્રવર્તન.
તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષો વિચ્છેદ પામવાથી લકે કંદમુળ અને ફલાદિક ખાવા લાગ્યા. તેમજ શાલ, ઘઉં, ચણા, અને મગ વિગેરે ઔષધિઓ પોતાની મેળેજ ઉગતી હતી તેને તેઓ કાચીને કાચી ખાતા હતા. તે કાચી ઔષધીને આહાર તેમને જીર્ણ થયે નહિ એટલે તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે તેને ચાળી ફેતરાં કાઢી નાંખીને ભક્ષણ કરે.” પાલક પ્રભુને તે ઉપદેશ લઈ તેઓ તેમ કરવા લાગ્યા. તે પણ તેમને આહાર પાચન થયે નહીં. તેથી પુનઃ તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. એટલે પ્રભુએ બતાવ્યું કે, “તેને હાથથી ઘસી જળમાં પલાળી પછી પાંદડાના પડીઆમાં લઈને ખાઓ.” એવી રીતે કરવા છતાં પણ અજીર્ણની વેદના થવા લાગી. એટલે ફરી વિનંતિ કરવાથી જગત્પતિએ કહ્યું કે “પૂર્વોકત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઓષધિને મુષિમાં અથવા કાખમાં ગરમી લાગે તેમ) રાખીને ભક્ષણ કરે” એટલે તમને સુખ થશે. આમ છતાં પણ અજીર્ણ થવા લાગ્યું એટલે કે ઢીલા પડી ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો. અને તૃણ કાકાદિક બળવા લાગ્યાં. ગુગલિકોએ રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ કરવાને હાથ લાંબો કર્યો. પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. એટલે અગ્નિથી દગ્ધ થએલા તેઓ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે, “વનમાં કોઈ નવીન વ્યંતર ઉત્પન્ન થયે છે.” સ્વામિએ કહ્યું કે, “સ્નિગ્ધ અને રક્ષ કાળને દેષ થવાથી એ