________________
૧૪.
[ લધુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
નિર્મળ કાન્તિના સમુહવાળ રત્નને ઢગલો આકાશમાં રહેલે દીઠે. અને ચૌદમા સ્વપ્ન ધૂમાડા વિનાને અગ્નિ મુખમાં પ્રવેશ કરતો દીઠે. ચિાદે સ્વપ્નના ફળનું કહેવું.
આવી રીતે ચૌદ સ્વમ જોઈ મરૂદેવા માતા જાગ્રત થયાં. અને તેમણે સર્વ વૃત્તાંત નાભિ રાજાને કહી સંભળા. નાભિ રાજાએ સ્વપ્રને વિચાર કરી કહ્યું કે, “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે. કારણકે તે સમયે નાભિકુલકર આગળ મોટામાં મોટું સ્થાન મનુષ્યલેકમાં કુલકર હતું. તે વખતે ઈન્દ્રનાં આસન કંપાયમાન થયાં. એટલે તેઓને ઉપયોગ દેતાં ભગવાનના ચ્યવનની ખબર પડી અને તત્કાળ સર્વ ઈદ્રો એકઠા થઈ ભગવાનની માતાને સ્વપ્નના અર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી બે હાથ જોડી વિનયપૂર્વક તેમને રાત્રિએ આવેલ સ્વપ્નના અર્થ કહેવા લાગ્યા.
હે સ્વામિનિ ! તમે પહેલા સ્વપ્ન વૃષભ જે તેથી તમારા પુત્ર મોહરૂપી કાદવમાં ખેંચી ગયેલા ધર્મરૂપી રથને ઉદ્ધાર કરવામાં સમર્થ થશે. હસ્તિના દર્શનથી તમારે પુત્ર ઘણા બળના એક સ્થાનરૂપ થશે. સિંહના દર્શનથી પુરૂષામાં સિંહ જેવા પરાકમવાળે થશે. લક્ષ્મીદેવીના દર્શનથી તમારે પુત્ર લોકની સામાન્ય લક્ષમીને પ્રભુ થશે. પુષ્પમાળા જે તેથી તમારા પુત્રની આજ્ઞા માળાની પેઠે આખું જગત મરતક ઉપર વહન કરશે. ચંદ્ર દીઠે તેથી મનહર અને નેત્રને આનંદ આપનાર થશે. સૂર્ય દીઠો તેથી તમારે પુત્ર મોહરૂપી અંધકારને નાશ કરી જગમાં ઉદ્યોત કરનાર થશે. મહાધ્વજ દીઠો તેથી તમારે પુત્ર આપના વંશમાં મોટી પ્રતિષ્ઠાવાળે ધર્મદેવજ થશે તેમ પૂર્ણ કુંભ જે તેથી તમારે પુત્ર સર્વ અતિશને ધારણ કરનાર થશે. પાસવર જોયુ તેથી સંસાર રૂપ અટવીમાં પડેલા મનુષ્યના પાપરૂપ તાપને હરશે સમુદ્ર જે તેથી તમારા પુત્ર જેની સમીપે નહિં જઈ શકાય તેમની સમીપે પણ તમે અવશ્ય જવા યોગ્ય થશે. વિમાન જોયુ તેથી તમારા પુત્રની વૈમાનિક દે પણ સેવા કરશે. રત્નને ઢગલે જે તેથી તમારે પુત્ર સર્વ ગુણરૂપ રત્નોની ખાણ તુલ્ય થશે અને મુખમાં પ્રવેશ કરતો અગ્નિ જે તેથી તમારે પુત્ર અન્ય તેજસ્વિઓના તેજને દુર કરનારે થશે. હે માતા! તમે ચૌદ સ્વપ્ન જયાં તે એવું સૂચવે છે કે, તમારે પુત્ર ચોદરાજ લોકો સ્વામી થશે.” આવી રીતે સ્વપ્નના અર્થ કહીને તેમજ મરૂદેવી માતાને પ્રણામ કરીને સર્વ ઈન્દ્રો પિતતાના સ્થાનકે ગયા. ચેસઠ દિકુમારિકાઓનું આગમન
હવે મરૂદેવી માતા સૂર્યથી જેમ મેઘમાળા શોભે, સુક્તાફળથી જેમ છીપ શોભે, અને સિંહથી જેમ પર્વતની ગુફા શે તેમ શોભવા લાગ્યાં. ગર્ભના પ્રભાવથી તેમનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. એ પ્રમાણે નવ માસ અને સાડા આઠ દીવસ થયા