________________
શ્રી ઋષભદેવ ચરિત્ર 1
૧૫
અ
પછી ચૈત્ર માસની કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે અર્ધરાત્રિએ સર્વ ગ્રહ ઉચ્ચસ્થાનમાં આવ્યા હતા અને ચંદ્રને વેગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યો હતો તે વખતે મરૂદેવી માતાએ જરાયું અને રૂધિર વગેરે કલંકથી રહિત યુગલધમિ પુત્રને સુખે કરી પ્રસવ આપ્યો. તે વખતે વિજળીના ચમકારાની પેઠે ત્રણ જગમાં ઉદ્યોત થઈ રહ્યો. અને આકાશમાં દેવતાનાં દેવ દુંદુભિ વાગવા લાગ્યાં.
તે સમયે છપ્પન દિકુમારિકાઓએ આવી ભગવાનના જન્મને મહત્સવ શરૂ કર્યો. અલકમાંથી ભેગંકરા ભેગવતી, સુભેગા, ભેગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુપમાળા અને અનિંદિતા એ નામની આઠ દિકમારિકાઓ ભગવાનના સુતિકા ગૃહ પાસે આવી તિર્થંકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વંદના કરીને કહેવા લાગી કે હે માતા ! અમે આપને પ્રણામ કરીએ છીએ. અમે અપેકને વિષે રહેનારી આઠ દિકુમારીકાઓ છીએ. તિર્થંકરના જન્મને અવધિજ્ઞાનથી જાણી તેમના પ્રભાવથી તેમને જન્મ મહિમા કરવા માટે અહિંયાં આવ્યાં છીએ. તેથી તમે અમારાથી જરા પણ ભય પામશે નહીં, એમ કહી ઈશાન ભાગમાં જઈ તે દિકુમારીકાઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર થાંભલાવાળું સુતિકાગ્રહ રચ્યું. પછી સંવત્ત નામના વાયુથી સુતિકાગ્રહની તરફ એક જન સુધી કાંકરા અને કાંટા દુર કરી સંવર્તી વાયુથી સંહરી ભગવાનને પ્રણામ કરી ગીતગાતી તેમની નજીક ઉભી રહી. તેવી રીતે મેરૂ પર્વત ઉપર રહેનારી મેઘકેરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા વારિણા અને બલાકિનામની આઠ ઉર્ધ્વ લોકવાસી દિકુમારીકાઓ ત્યાં આવી. તેમણે સુગંધિ જળની વૃષ્ટિ કરીને એક યોજન સુધી છંટકાવ કર્યો અને ઢીંચણ સુધી પચરંગી પુષ્પથી વૃદ્ધિને શોભિત કરી ઉચિતસ્થાને ઉભી રહી. પછી પૂર્વસૂચક પર્વત ઉપર રહેનારી નંદા નદત્તરા, આનંદા, નંદીવર્ધના, વિજયા, વેશ્ચંતી, જયંતી અને અપરાજિતા નામની આઠ દિકકુમારીકાઓ ત્યાં આવી પોતાના હાથમાં દર્પણ રાખી માંગલિક ગીતગાતી પૂર્વ દિશામાં ઉભી રહી, તે પછી દક્ષિણ રૂચક પર્વતમાં રહેનારી સમાહાર, સુપ્રદત્તા સુપ્રબુદ્ધા, ચશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુંધરા નામની આઠ દિકુમારિકાઓ હાથમાં કળશ ધારણ કરી ગીત ગાતી દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચક પર્વતમાં રહેનારી ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા નામની આઠ દિકુમારીકાઓ હાથમાં પંખા ધારણ કરી. ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તરરૂચની અલંબુસા, મિશ્રકેશી, પુંડરિક, વાણું, હાસા, સર્વપ્રભા, શ્રી અને હી આઠ દિકુમારીકાઓ હાથમાં ચામર લઈ ગીત ગાતી ઉત્તર દિશામાં ઉભી રહી. વિદિશિમાં રહેલા રૂચક પર્વતની ચિત્રા, ચિત્રકનકે સતેરા અને સોદામિની નામની ચાર દિકકુમારીએ હાથમાં દીવા રાખી ઈશાન વિગેરે દિશાઓમાં ગીત ગાતી ઉભી રહી રૂચકદ્વીપથી રૂપા. રૂપાસિકા, સુરપા અને રૂપકાવતી નામની ચાર ફિકુમારીકાઓએ આવી ભગવાનના નાભિ નાળને ચાર આંગળ રાખી છેદન કર્યું અને