________________
શ્રી ઋષભદેવ ચરિત્ર ]
૧૧
(અશોકદરે કહ્યું કે “મિત્ર હું શું કહું? મારી જીભ ઉપડતી નથી. તારી સ્ત્રીએ મારી પાસે આજે હેઠે ચઢીને તેણે પિતાની અયોગ્ય કામના જણાવી. મારે હવે તારે ઘેર પણ કઈ રીતે આવવું જવું?સરળ સાગરચંદ્રને એમાં કોઈ કપટ ન લાગ્યું અને તેણે અશોક દત્તને “ખેદ ન કરવાનું અને સ્ત્રીના ચરિત્ર સ્વભાવ સમજાવવા પૂર્વક પિતાની જાતને પવિત્ર રાખવાનું સૂચવ્યું. પ્રિયદર્શનાએ પણ બંને મિત્રોમાં વિક્ષેપ ન પડે માટે કાંઈ પણ વાત પિતાના પતિને જણાવી નહિ, અને આથી પૂર્વની પેઠે તેમની પ્રીતિ સચવાઈ રહી. સમય જતાં સાગરચંદ્ર અને પ્રિયદર્શના મરી આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતમાં નવર્સે ધનુષ્યના શરીરવાળા યુગલિક થયા. આ કપટી અનગ [અશોકદત્ત પણ પૂર્વે કરેલ કપટથી તેજ ક્ષેત્રમાં ચાર ખૂશળવાળો હાથી થા. એક વખત તેણે સાગરચંદ્રના જીવ ગુગલિકને જે અને તેથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે તુર્ત સૂઢ વડે તે યુગલિક યુગલને પોતાના ઉપર બેસાડ્યું. સુંદર વાહન કરેલ દેખી યુગલિયાઓએ ત્યારથી સાગરચંદ્રના જીવ યુગલિકને વિમલવાહન કહી સંબોધવા લાગ્યા. કાળચક અને આરાનું સ્વરૂપ
આ જગત ઉપર સદા કાળચક્ર ફર્યા કરે છે, હંમેશાં સૂર્ય ઉગે છે અને આથમે છે. તે સાથે દીવસ અને રાતની ઘટમાળા પસાર થતાં સેંકડે, કોડે, અબજો અને તેથી પણ વધુ વર્ષો પસાર થાય છે અને થશે. આ રાત અને દીવસમાં કાંઈ પણ ફરક ન લેવા છતાં જગત ઉપર અમુક અમુક કાળને અંતરે થનારા ફેરફારને લઈને ચકના આરાની પેઠે કાળચક્રના એક ભાગના છ આરાને અવસર્પિણ અને બીજા ભાગના છ આને ઉત્સર્પિણી કહે છે. જે કાળમાં દીવસે દીવસે પૃથ્વીના રસ કસ ઓછા થાય, કુદરતની મહેર ખૂટે જનતામાં અવિશ્વાસ અને સ્વાર્થ ઉત્તરોત્તર વધે તેવા કાળને શાસ્ત્ર અવસર્પિણી કહે છે. અને જે સમયમાં ઉત્તરોત્તર પૃથ્વીના રસકસ વધે, જનતામાં પ્રેમ અને વિશ્વાસ વધુ પ્રગટે, કુદરત દીવસે દીવસે ઉપકારક થતી નીવડે, બળબુદ્ધિની માનવામાં વૃદ્ધિ થાય તેવા કાળને ઉત્સર્પિણી કહે છે. આ અવસર્પિણ અને ઉત્સર્પિણીમાં છ કાળ વિભાગ છે. તેને શાસ્ત્રોમાં આરા” કહેવાય છે. આ અવસર્પિણીની શરૂઆત કુદરતની પૂર્ણ મહેર અને જગતમાં જીવવા કોઈપણ જાતની માથાકુટ કે કલેશ કર ન પડે તેવા પહેલા આરાથી થાય છે. આને કાળ ચાર કડાકોડી સાગરોપમ છે. પહેલાં કરતાં જૂન છતાં પણ માનવ જાતનું ચલણ પૂર્ણ ચાલુ રહે તે બીજે આરે છે. આને કાળ ત્રણ કેવા કેડી સાગરોપમને છે. ત્રીજા આરામાં માનવને કુદરતની મહેરની ઓછાસની જાખી થાય છતાં ખાસ મુશ્કેલી ન પડે તે ત્રીજે આરે બે કલાકેડી સાગરોપમને છે. કુદરતની મહેર છતાં માનવ જાતને બધા જ પ્રયત્ન કરવા પડે તે ચોથો આરે ૪૨૦૦૦ વર્ષ જૂન એક કેડાડી સાગરોપમને છે. જેમાં કુદરતની ઘણીવાર કફા મરજી થાય તેવા અનેક ઉપદ્રવ યુકત ૨૧૦૦૦ હજાર વર્ષના પ્રમાણુવાળી પાંચમો આરો જીવન