________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
છઠ્ઠો ભવ-
વધ રાજ. સમય જતાં લલિતાંગને ચ્યવનમાં ચિન્હ જણાવા લાગ્યાં અને જોત જોતામાં તે ત્યાંથી ચ્યવી જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી નામની વિજયમાં હાર્ગલ નામના નગરમાં સુવર્ણ જ ઘ રાજાની લક્ષ્મી નામે સ્ત્રીની કુક્ષિથી પુત્રપણે જમ્યો. અહિં માતપિતાએ તેનું નામ વજબંઘ પાડયુ, સ્વયંપ્રભાદેવી પણ ત્યાંથી ચ્યવી તેજ વિજયમાં પુંડરિકર્ગિરિ નગરીના વજસેન રાજાની રાણી ગુણવતીની કુક્ષિથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. માતપિતાએ તેનું નામ શ્રીમતી પાડયુ. સમય જતાં એક વખત તે પિતાના મહેલની ગેખમાં બેઠી હતી ત્યારે તેણે નગરના ઉદ્યાનમાં એક મુનિવરના કેવળજ્ઞાન ઉત્સવમાં જતા દેવતાઓને જોયા. દેવતાઓને જોતાની સાથે જ તેને સૂચછ આવી અને તેણીને જાતિસ્મરણશાનથી પિતાને સ્વર્ગને પૂર્વભવ યાદ આવ્યું.
પિતાના પૂર્વભવના જીવનના પ્રસંગેનું ચિત્રપટમાં આલેખન કરાવિ પંડિતા ધાત્રિદ્વારા ઠેરઠેર તેણે તે ચિત્રપટનું પ્રદર્શન કર્યું. ઘણા લોકેએ તે ચિત્રપટને જોયુ. કઈ એ કઈ વખાણ્યું તે કેઈએ કાંઈ, એક વખત વાજંઘકુમાર તે ચિત્રપટ આગળ આવી ચડયે ચિત્રપટ જોતાં જ તેનું મગજ ભમવા લાગ્યું અને મૂછ ખાઈ એકદમ તે ભોંય પર પડયે. શીતપચાર પછી જાગૃત થઈ તેણે જણાવ્યું કે આ ચિત્ર મારા પૂર્વ ભવનું છે. આ હું લલિતાંગ દેવ, આ મારી પ્રાણપ્રિયા સ્વયંપ્રભા અને આ તે અંતે તપશ્ચર્યા કરતી નિનમિકા. મારા જીવનનું યથાર્થ સ્વરૂપ ઓળખનાર તે સ્વયંપ્રભા દેવીજ હેવી જોઈએ આ વાત જેટલામાં કહે છે તેટલામાં વસેન ચકવતિએ વજૂજઘને બોલાવ્યો અને તેની સાથે શ્રીમતીનુ પાણિગ્રહણ કરાવ્યું. રાજાની આજ્ઞા લઈ વજજંઘને હાર્ગલ નગરે ગયો અને ત્યાં તેના પિતા સુવર્ણ જ દે તેને રાજ્યગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી. ,
વાસન ચક્રવતિએ પણ પિતાના પુત્ર પુષ્કરપાળને રાજલક્ષ્મી આપી દીક્ષા ગ્રહણ કરી અને તેઓ તીર્થકર થયા. પુષ્કરપાળથી તેના સીમાના બધા સામંત રાજાઓ વિરૂદ્ધ થયા. તેઓને વશ કરવા તેણે વજઇને બોલાવ્યો. વાજંઘ શ્રીમતી સહિત પુંડરિકગિણી નગરીમાં આવ્યો. તેના બળથી પુષ્કરપાળના સર્વ સામતે વશ થયા. પુષ્કરપાળે ભગિની સહિત વજર્જઘને ખૂબ ખૂબ સત્કાર કર્યો.
કેટલાક દિવસ બાદ પુષ્કરપાળની રજા લઈ વાજંઘ શ્રીમતી સાથે પિતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં પિતાના સહોદર સાગરસેન અને મહાસેનને વંદના કરી વેરાગ્ય રંગિત થઈ દીક્ષા લેવાને નિર્ણય કરી લોહાગલ નગરમાં આજો. રાત્રે તે સવારે પુત્રને ગાદી આપી મારે દીક્ષા ગ્રહણ કરવી” તેવા ચિંતન પૂર્વક સૂતો. પણ રાજ્યગાદી માટે તલપાપડ થયેલ રાજકુમારે વિષધૂમ્રથી તેના શયન ખંડને વાસિત કરી પિતાના માતાપિતાના પ્રાણ લીધા.