________________
શ્રી કષદેવ ચરિત્ર]
-
-
-
-
ચારિત્ર વર્ગ અને મોટા અપાવી શકે છે.” એમ દીલાવ્યો આપી મંત્રીએ રાજાને સ્થિર કર્યો, રાજાએ પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપી દીન અનાથને છૂટે હાથે દાન આપી, ભકિત પૂર્વક ચામાં મહત્સવ કરી, સાતે ધર્મ ક્ષેત્રને તર્પણ કરી દીક્ષા અંગીકાર કરી. અને બાવીશ દીવસનું અણુસહુ પાની મહાબળ રાજર્ષિ સમાધિ પૂર્વક મૃત્યુ પામ્યા. પાંચમે ભવ-લલિતાંગ દેવ.
મૃત્યુ બાદ બીજા દેવલોકમાં મહાબળ શ્રી પ્રભ વિમાનમાં ઈન્દ્રના સામાનિક લલિતાગ દેવપcો ઉત્પન્ન થયો. ત્યાં તેણે પ્રાણથી પણ વ્હાલી સ્વયંપ્રભા દેવીની સાથે કીડા કરતાં મણે કાળ પસાર કર્યો. સ્વયંબુદ્વ મંત્રી પણ સ્વામિના મૃત્યુથી વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી તેજ દેવલોકમાં દધર્મ નામના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો.
સમય જતાં સ્વયંપ્રભા દેવી ચ્યવન પામી. લલિતાગદેવ શેક વિષ્ફળ બની રવા લાગ્યો. આ અવસરે મેં તેને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે “હે મહાનુભાવ તમે ખેદ કરો નહિં મેં અવધિજ્ઞાન વડે તમારી પ્રિયા હાલ કયાં છે તે જાણ્યું છે, તમે ખેદ દુર કરી મારી વાત સાંભળે. તમારી સ્વયંપ્રભા દેવી મરીને ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં નંદી નામના ગામમાં ગરીબ નાગિલને ત્યાં સાતમી પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. પુત્રીના જન્મથી કંટાળી તેને બાપ દેશાન્તર ચાલ્યો ગ. માતાએ તેને જેમ તેમ મોટી કરી. દુખને લઈ, તેનું કાંઈ નામ નહિં પાડવાથી તે લોકમાં નિમિા તરીકે વ્યવહાર પામી. માતાની સાથે તે લેકેના ઘરકામ કરી પોતાના દીવસે પસાર કરતી હતી. એવામાં એક વખત કોઈ ધનાઢ્યના પુત્રના, હાથમાં લાડવાને દેખી તેણે પોતાની માતા પાસે લાડવાની માગણી કરી, માતાએ કહ્યું કે, તારા બાપ પરદેશ ગયા છે આવશે ત્યારે તને મોટા લાડવા આપીશ. હાલ તે તું અંબરતિલક પર્વત ઉપર જા અને લાકડાન ભરે લઈ આવ.” નિર્નામિકા દોરડું લઈ પર્વત ભણી ચાલી. તે સમયે તે પર્વત ઉપર સુગંધર મુનિને કેવળજ્ઞાન થયું હતું તેથી તે પણ ત્યાં ગઈ અને દેશનાને અંતે તેણે કેવળીભગવંતને પુછયું કે મારાથી વધુ કઈ દુખિયારું હશે? અને હું કેમ દુખી છું ” ભગવતે જવાબ આપ્યો કે “અધર્મથી દુઃખી છે. અને જગતમાં દેથી માંડીને સૌ કોઈ ધર્મ નહિ કરવાથી દુખી છે. તું પણ પૂર્વે ધર્મ નહિ કરેલ હોવાથી દુઃખી છે, તેણે કેવળી ભગવંત પાસે સમ્યકત્ર સહિત બારવ્રત સ્વીકાર્યો અને પછી ભારે લઈ ઘેર ગઈ નિનામિકા યૌવન પામી પણ દુર્ભાગી હોવાથી તેને કઈ પરડ્યું નહિ. વૈરાગ્યમાં મનવાળી તે તપ માગે વળી અને હાલમાં યુગધર સુનિ પાસે અણુસણું કરીને રહેલી છે. લલિતાંગદેવ! તમે ત્યાં જાઓ અને તમારું રૂપ દેખાડે જેથી તમારામાં આસક્તિ પામી વિયાણ પૂર્વકમૃત્યુ પામી તમારી પત્ની થાય. કહ્યું છે કે “અંતે જેવી મતિ તેવી ગતિ થાય છે. લલિતાગદેવે તેમ કર્યું. અને નિમિકા નિયાણું કરી મૃત્યુ પામી ફરી સ્વયંપ્રભાદેવી પણે ઉત્પન્નઈ, લલિતાંગ પિતાની પ્રિયાને પ્રાપ્ત થયેલી જોઈ આનંદ પામ્ય અને કીતામાં આસક્ત બન્ય,