________________
લઘુ ત્રિ િશલાકા પુરુષ,
આપી મુનિએ પિતાના સ્થાને ગયા. ધનસાર્થવાહે આ દાનથી બોધિબીજ પ્રાપ્ત કર્યું. કારણકે આ દાન પ્રસંગે તેની ભાવના અતિ ઉલ્લસિત થઈ હતી.
સાથે ચોમાસું વીત્યા બાદ પ્રયાણ કર્યું. અને તે વસંતપુર પોંચે. ધનસાથલાહ ફયાદિક વ્યાપાર કરીને છેવટે પિતાના નગર પ્રતિષ્ઠાનપુર આવ્યો. અને આયુષ્ય પૂર્ણ થતાં આરાધના પૂર્વક મૃત્યુ પામ્યા, બીજો અને ત્રીજે ભવ-યુગલિક અને દેવભવ.
મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક થયે, અને ત્યાં યુગળીયાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ધન શેઠને જીવ પૂર્વ જન્મના દાનના ફળથી સૌધર્મ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે. ચોથે ભવ–સહાબળ વિદ્યાધર
દેવકથી અવી પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી (બંગલાવતી) વિજયમાં વૈતાઢય પર્વત ઉપર ગંધસમૃદ્ધિ નગરને વિષે શતબલ રાજાની ભાયી ચંદ્રકાંતાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યાં તેનું નામ મહાબળ પાડયું. યૌવન પામતાં તેના વિનયવતી કન્યા સાથે લગ્ન કર્યા. શતબળરાજા મહાબળને રાજ્ય ગાદી ઉપર બેસાડી પ્રવજ્યા અંગીકાર કરી દેવ કે સિધાવ્યા. મહાબળરાજા વિષથી, પરસ્ત્રી લંપટ અને ધર્મરહિત બનવા લાગે આથી તેને સાચા રાહે લાવવા સ્વયં બુદ્ધ મંત્રીએ ભર રાજસભામાં નીચેની ગાથા ઉરચારી.
'सवं विलवियं गीयं, सव्वं नई विडवणा।
सवें आभरणा भारा, सवे कामा दुहावदा ॥१॥ (સવે ગીતે તે વિલાપ સમાન છે અને સર્વે નૃત્યે તે વિડંબના સમાન છે. આજરોને સમુહ તે ભાર સમાન છે અને સર્વે કામચેષ્ટા તે દુખને આપનારી છે.)
આ સાંભળી રાજાએ કહ્યું કે હે મંત્રીશ્વર તમે આ ગાથા ઉચ્ચારી મને જાગૃત કરવાનું સુચવ્યું તે બરાબર છે. પણ તમારું કહેવું અનવસર છે, કારણકે અત્યારે મારી યુવાવસ્થા છે અને તેમાં તે રંગરાગને પિષક જ વસ્તુ અવસરચિત છે,, મંત્રીએ કહ્યું
મહારાજ! આપ યુવાવસ્થામાં છે તે હું જાણું છું, છતાં મેં આપને અવસર સિવાય ધમ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ એ છે કે “આજે નંદનવનમાં બે ચારણ મુનિ પધાર્યા હતા, મેં તેમને આપનું આયુષ્ય હાલ કેટલું બાકી છે તે પુછયુ હતું. તેમણે મને “એક માસ તમારા રાજાનું આયુષ્ય બાકી છે તેમ જણાવ્યું. આથી હે રાજન! આપને ધમ કરાવવાની હું ત્વરા કરૂં છું.”
રાજા એકદમ ભયભીત બન્યો અને કર્તવ્યમઢ બની કહેવા લાગ્યો કે “હે મંત્રીકવરી તમે મારા પરમ ઉપકારી છે, આટલા અલ્પ આયુષ્યમાં હું શું ધર્મ સાધું? અને હું શું કરી તે આપ જ જણાવે.”રાજના ભય ન પામે એક દીવસનું પણું શુદ્ધ રીતે આરાધે