________________
શ્રી ઋષભદેવ ચરિત્ર ]
સાથે નીકળવા તૈયાર થયા. ધનસાર્થવાહે ધર્મઘોષસૂરિને આમ્રફળ વહેરી પિતાને કૃતાર્થ કરવાની માગણી કરી. આચાર્યે કહ્યું કે “જૈન મુનિઓથી સચિત્ત આહાર ગ્રહણ કરી શકાય નહિં તેઓ તે બેંતાળીસ દોષથી રહિત આહારને વહેરે છે.” સાર્થવાહે કહ્યું કે
આપ સાર્થમાં પધારે આપને જે ક૫તું હશે તે વહોરાવીશ.” સાર્થ સહિત ધનસાથેવાતું પ્રયાણ કર્યું. ગ્રીષ્મઋતુ પછી અનર્ગલ પાણીને વરસાવતી વર્ષા ઋતુ બેઠી અને સાથેવાતું અટવીમાં તંબુઓ નાંખી મુકામ કર્યો. લોકો પાસે ભાતું ખુટી ગયું અને તેઓ ફળાદિ અને કંદમૂળ ખાઈ પિતાને જીવન નિર્વાહ કરવા લાગ્યા, શુદ્ધ ભિક્ષા ન મળવાથી આચાર્ય અને સાધુઓએ ૪ઉપવાસ શરુ કર્યા.
એક વખતે રાત્રિને સમયે સાર્થની ચિંતા કરતાં સાર્થવાહને ધર્મષસૂરિ યાદ આવ્યા. અને તેણે વિચાર્યું કે તે પૂજ્ય પુરૂષ આ વિષમ સમયે શું કરતા હશે? મેં તેમને સાચવવાનું જણાવી સાથે લીધા અને પછી તેમની મેં બીલકુલ દરકાર કરી જ નહિ, કેવળ સ્વાર્થી અને પિટભરા એવા મને ધિક્કાર થાઓ.” સવાર થતાં સાર્થપતિએ પ્રથમ ધર્મ ઘોષસૂરિને અને પછી મુનિઓને વંદના કરી પોતાની બેદરકારી માટે ખેદ દર્શાવી ક્ષમા માગી. અને તેણે આચાર્ય મહારાજની પાસે સાધુઓને આહાર લેવા પોતાની સાથે મેકલવાની વિજ્ઞાણી કરી. આચાર્ય મહારાજે બે સાધુઓને મોકલ્યા. ઘનસાર્થવાહ બીજે ચોગ ન હોવાથી સ્વહસ્તે ઘી વહેરાવ્યું અને ભાવના વૃદ્ધિથી બે મુનિઓને વંદન કર્યું. ધર્મલાભ
આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષમાં જીવ ૫૯ છે. અને સ્વરૂપ ૬૦ છે, કારણ કે શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ તે ભવમાં ચક્રવતિ થયા હોવાથી ૬૦ સ્વરૂપ છે. ભગવાન મહાવીર સ્વામિને જીવ ત્રિપૃષ્ઠવાસુદેવ તરીકે થયેલ હોવાથી જીવની અપેક્ષાએ ૫૯ જીને વિચાર ત્રિષષ્ટિ શલાકામાં છે.
આ ત્રિષ િશલાકા પુરૂષ ચરિત્ર વિસ્તૃતરૂપે પ. પૂ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત અતિમહર, અનુપમ અને અજોડ છે. તેમાંથી સંક્ષિસરૂચિ અને માટે મહામહેપાધ્યાય મેઘવિજયજીગણિએ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રની રચના તેમણે જણાવેલ પ્રશસ્તિ મુજબ કેકારી વનરાજની અભ્યર્થનાથી કરેલ છે. આ લઘુ ત્રિષષ્ટિની રચના અતિશય સંક્ષિપ્ત કરવામાં આવેલ હોવાથી અહિં ગુજરાતી ભાષાને અનુરૂપ સ્પષ્ટતા પૂર્વક તેમની સંકલનાને અનુસરી તેને ભાવાનુવાદ આપવામાં આળ્યા છે. આ લઘુ ત્રિષષ્ટિની રચના કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ઉપરથી કરેલ હેવાથી તેમની સંકલનાને અનુસર્યા છતાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે તે બહત ત્રિષsશલાકા પુરૂષ ઉપરથી કરી છે. એટલે આ ગ્રંથ લઘુ ત્રિષષ્ટિની સંક્ષિપ્ત રચનાને સામે રાખીને સંક્ષિપ્ત અને બૃહત ત્રિષષ્ટિને પણ નજર આગળ રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. લઘુ ત્રિષષ્ટિમાં જ્યાં ખુબજ સંક્ષેપ લાગ્યો ત્યાં બુહતુ ત્રિષષ્ટિને અનુલક્ષી સ્પષ્ટતા કરી છે અને બૃહત્ ત્રિષષ્ટિના સંક્ષેપમાં લઘુ ત્રિષષ્ટિને નજર સામે રાખવામાં આવેલ છે.
નામૂળ ત્રિષષ્ટિમાં ઉપવાસ કર્યાને ઉલ્લેખ નથી. પણ સંઘના માણસોથી પ્રારુક અન્ન મળતું હતું તેમ જણાવ્યું છે.