________________
શ્રમણ અવસ્થા ]
૧૭૨
વ્રજગામથી આલલિકા, સેય ળિયા થઈ ભગવાન શ્રાવસ્તી નગરીમાં પધાર્યા અને ઉદ્યાનમાં કાઉસગધ્યાને રહ્યા. શ્રાવસ્તીમાં આ વખતે સ્કને મહાન ઉત્સવ ચાલતો હતે લોક દની પ્રતિમા આગળ ગાનતાન નાચ કરી રહ્યા હતા તેવામાં તે પ્રતિમા ચાલી લોકોનું ટોળું તેમની પાછળ ચાલ્યું પ્રતિમા ચાલતી ચાલતી ભગવાન પાસે આવી અને તેમના પગમાં પડી કે છંદની પ્રતિમાને નમતી દેખી સૌ ભગવાનને નમ્યા અને તેમનું બહુમાન કર્યું. - ભગવાન શ્રાવતીથી કેશાંબી, વારાણસી, રાજગૃહ, મિથિલા, આદિ નગરોમાં ફરી વૈશાલીમાં અગિઆરમું ચાતુર્માસ નગર બહાર કામવનમાં રહ્યા અહિં ભૂતાનદ નાગકુમાર ઈન્દ્ર આવ્યું અને ભગવાનને વંદન કરી સ્વસ્થાને ગયે
વૈશાલીમાં ભગવાનની પાસે જીર્ણશેઠ રોજ રોજ વદન કરવા આવતા અને પારણા માટે પિતાને ત્યાં પધારવા ભગવાનને વિજ્ઞપ્તિ કરતે. ભગવાનને એક માસ વીત્યે, બીજો માસ વી, ત્રીજો વીત્યે અને ચોથા વીતતા શેઠને ખાત્રી થઈ કે જરૂર ભગવાન મારે ત્યા હવે પધારશે. પણ તેણે સાભર્યું કે “ભગવાને પૂરણશેઠની દાસીદ્વારા વહેરી પારણું કર્યું છે. આથી જીર્ણશેઠ નિરાશ થયે. પણ ભાવવૃદ્ધિમાં તેણે દેવકનું આયુષ્ય બાહ્યું. બારમું વર્ષ
વૈશાલીથી ભગવાન સુસુમારપુર પધાર્યા અને અશોક વૃક્ષ નીચે કાઉસગધ્યાને રહ્યા. ચમર ઉતપાત.
આ અરસામાં ભવનપતિમાં ચમરેન્દ્ર ઉત્પન્ન થયો. તેણે ઉર્વલોકમાં રહેલ શક્રેન્દ્રને દે અને બોલી ઉઠશે કે મારી ઉપર કો ઇન્દ્ર બે છે?” તેણે પોતાનું વિશાળ કાય રૂપ વિકુવ્યું અને સૌધર્મેન્દ્રની સભામાં પગ મૂકી પરિઘ આયુધવડે ખળભળાટ મચાવે. કેન્દ્ર ઉપગ મૂકો તે જાણ્યું કે મિથ્યાભિમાની ચમરેન્દ્રનો આ ઉત્પાત છે. તેણે તેની ઉપર હજી છોડયુ. વજ જોતાં અમરેન્દ્ર નાઠો અને “બચાવે! બચાવે!” કહે રૂપ સંકેચી સુસુમારપુરમાં અશોકવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલ ભગવાનના ચરણોમાં લપા શકેન્દ્ર વજા એ ચી લીધું. ચમરેલ્વે શક્રેન્દ્રની ક્ષમા માંગી અને બન્ને ઈદ્રો ભગવાનને વાટી સ્વસ્થાને ગયા
ચમરેન્દ્રના ઉત્પાત પછી ભગવાન વિહાર કરી ભેગપુર ગામ ગયા. આ ગામમાં માહેન્દ્ર નામના ક્ષત્રિયને ભગવાનને દેખતા ફોધ ઉત્પન્ન થયો અને તે લાકડી ઉડાડી ભગવાનને મારવા દોડ પણ તેજ વખતે ભગવાનને વાંદવા પધારેલ સનત્કમાન્ડે તેને રો. આ પછી મહેન્દ્ર ભગવાનની ક્ષમા માગી અને સનસ્કુમારેન્દ્ર ભગવાનને વદન કરી શાતા પછી સ્વસ્થાને ગયે.
ભેગપુરથી નદિયગામ અને ત્યાંથી મેઢિયગામ ભગવાન પધાર્યા. અહિં પણ અજ્ઞાનવશે ગોવાળે ભગવાનને ઉપસર્ગ કર્યો અને ભગવાને તે શાંતભાવે સહ્યો