________________
૧૭૨
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
- ~~- ~ભને જેને ચલિત ન કરી શકે તેને કામના સાધનો ચલિત કરે છે? (૨૦) આથી તેણે વીશમાં ઉપસર્ગમાં દેવાંગનાઓ વિફર્વો. ઋતુઓને વિલાસ વિન્ચે, કેયલના ટહુકા વિકુળં. મંદમંદ પવનની લહેરે અને વીણાના ગુંજાર વિકવ્ય. કોઈ દેવાંગનાઓ હાવભાવ કરતી તે કઈ પગમાં પડી વિનવતી અને કેઈકને અંગ મરડી કામને ઉદ્દીપન કરતી વિમુવી. આમ છતા પત્થર ઉપર પાણી સમાન આ સર્વ ભગવાનના ધ્યાન આગળ નિષ્ફળ ગયું. દેવ થાક, કંટાળ્યો, મુ ઝા અને વિચારવા લાગ્યું કે “ભરસભામાં અભિમાન પૂર્વક ચલિત કરવાનું કહીને આવ્યો છું અને હવે ચલિત કર્યા વિના વીલે મઢે પાછો જઈશ તે દેવામાં મારી મશ્કરી થશે, ભલે અત્યારે આમને જવા દઉં પણ તેમની સાથે રહી પછી પણ ચલિત કરીને જાઉ તે જ મારૂ ગારવ ગણાશે. આથી તે ભગવાનની સાથે જ રહ્યો.
પિલાસચત્યથી નાલુકા, સુભાગા, સુચ્છેત્તા, મલય અને હસ્થિસીસ વિગેરે સ્થળોમાં વિવિધ ઉપસર્ગો સ ગમે ક્યાં પણ ભગવાન તે પોતાના ધ્યાનમાં સ્થિર જ રહ્યા. ”
આ પછી એક વખત ભગવાન તેસલી ગામમાં કાઉસગ્ય સ્થાને હતા. તે વખતે સંગમે સાધુનું રૂપ લીધું અને ગામમાં ખાતર પાડતાં પકડાયે લેકેએ તેને મારવા લીધે ત્યારે તેણે કહ્યું “મારા ગુરૂની આજ્ઞાથી હું ચોરી કરવા આવ્યો હતો. લોકો તેની સાથે તેના ગુરૂ , પાસે આવ્યા તે તેણે ભગવાનને બતાવ્યા. લોકે ભગવાન ઉપર હ કરે તેટલામાં ચાર સાધુ અદશ્ય થયે લેકે સમજ્યા કે કોઈ માયાવીએ આ માયા બીછાવી હતી લેકે લજજા પામ્યા અને ભગવાનની ક્ષમા માગી પિતાના સ્થાને ગયા તસલીથી ભગવાન સલીમાં આવ્યા ત્યાં પણ સંગમે ભગવાન ઉપર ચોરનું કલંક આપી પકડાવ્યા. પણ રાજા સિદ્ધાર્થના મિત્ર સુમાગધે ભગવાનને ઓળખ્યા અને છોડાવ્યા.
આ પછી ફરી તસલીમાં ભગવાન આવ્યા. ત્યાં સગમે તેમની આગળ ચારીના. " સાધનો ધર્યા અધિકારીઓએ ચેર માની રાજા પાસે રજુ કર્યા. રાજાએ ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો ભગવાનને સાતવાર ફાંસીએ ચઢાવ્યા પણ સાતવાર ફાંસી તૂટી ગઈ તેથી રાજાને ખાત્રી થઈ કે જરૂર આ નિર્દોષ છે. તેથી તેણે તેમને આદરસત્કાર કરી છેડી મૂક્યા.
ભગવાન તસલીથી સિદ્ધાર્થ પુર જઈ વ્રજગામ પધાર્યા. અને ગોચરીએ ગયા ત્યાં પણ સ ગમથી ગોચરીને અનેષણય જાણ તેઓ વહાર્યા વિના પાછા આવ્યા આમ છ મહિના સુધી અનેક ઉપસર્ગો કરી સંગમ થા. પણ ભગવાન ન થાકયા સંગમ ' ભગવાન આગળ પ્રગટ થયા અને કહેવા લાગ્યો “હે ભગવાન ! ઈન્દ્ર જે કહ્યું તે યથાર્થ સત્ય છે હું જાઉં છું અને હવે આપ નિ:શંક ગોચરીએ પધારે” ભગવાને કહ્યું “હે સંગમ મારે કોઈના વચનની કે ખાત્રીની જરૂર નથી. આ પછી ભગવાને પુરા છ મહિનાના - સંગમના ઉપસર્ગ સહન કર્યા બાદ વૃદ્ધ વાલણને ત્યાં હસ્તપાત્રમાં ક્ષીરાત્રથી પારણું કર્યું. ઈન્ડે સંગમને દેવલોકમાંથી કાઢી મૂકો. અને પોતે પસ્તાવા લાગ્યું કે “ભક્તિથી કરેલી મારી પ્રશંસા ભગવાનને કેટલું બધું વિશ્વ આપનાર નિવડી” !