________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૧૧૩ ત્યાં બીજો ત્રીજો ભાગ પણ નાકે, પદ્મ બાકી રહેલ સૈન્ય લઈ ગઢમાં પેસી ગયો. કૃણે નરસિહરૂપ ધરી ગઢના ચૂરેચૂરા કરી નાખ્યા. પદ્મ દ્રૌપદીને શરણે આવ્યો દ્રૌપદી તેને સ્ત્રીવેષ પહેરાવી શરણે લઈ ગઈ. કૃણે તેને તિરસ્કાર કરી છેડી મૂકયો. અને દ્રૌપદી લઈ પાંડવ સહિત તે પાછા ફર્યા.
આ વખતે ધાતકીખંડના કપિલ વાસુદેવે મુનસુવ્રત ભગવાનને પૂછ્યું કે આ શંખ કેણે વગાડયો ?” ભગવાને કહ્યું “શ્રીકૃષ્ણ” કપિલ શ્રીકૃષ્ણને મળવા આવ્યો પણ તે પહેલાં તે શ્રી કયાંય પોંચી ગયા હતા. પણ બને વાસુદેવ એકબીજાના શંખના અવાજથી મળ્યા. સમુદ્ર ઉતરી શ્રીકૃષ્ણ ગંગાકાંઠે આવ્યા. ત્યારે પાંડને કહ્યું કે “તમે જાઓ! હું સુસ્થિત દેવની વિદાય લઈ આવું છું. અહિં પાંડને દુર્બુદ્ધિ સૂજી અને તેમણે ગંગા ઊતર્યા પછી નાવ પાછું ન મોકલ્યું. શ્રીકૃષ્ણ તરી સામે કાંઠે આવ્યા. અને કહ્યું કે “તમે નાવમાં આવ્યા કે તરીને?” તેમણે કહ્યું “નાવમાં” ત્યારે બનાવ પાછું કેમ ન મોકલ્યું ?? તેમણે કહ્યું “તમારી પરીક્ષા કરવા કૃષ્ણને માઠું લાગ્યું. તેણે તેમનું રાજ્ય પાટ છીનવી લીધું. અને હસ્તિનાપુર ઉપર પરીક્ષિતને સ્થાપ્યો. કુંતીના આગ્રહથી શ્રીકૃષ્ણ પાંડને પૂર્વ સમુદ્રના તટ ઉપર વસવાની રજા આપી. પાંડવે આથી ત્યારબાદ ત્યાં પાંડમથુરા વસાવી રહ્યા
[૧૪]
તીર્થસ્થાપન પછીના પ્રસંગે દેવકીને છ પુત્રોને મેળાપ,
શ્રી નેમિનાથ ભગવાન જગતને પાવન કરતા કરતા ભદ્દિલપુરમાં પધાર્યા. અહિં અલસા શ્રાવિકાના છ પુત્રોએ દીક્ષા લીધી. આ છ પુત્ર દેવકીના ઉદરથી જન્મેલા હરિણુંગમેષીદેવે સહી સલસાને આપ્યા હતા તે હતા, આ પછી ભગવાન વિહાર કરતા કરતા એક વખત દ્વારિકામાં પધાર્યા. દેવકીને ત્યાં પ્રથમ સુલતાના બે પુત્રે અનિકેશ અને અનંતસેન વહોરવા પધાર્યા. દેવકીએ ઉભા થઈ આદરપૂર્વક મોદક લહેરાવ્યા. થોડીવારે પૂર્વ સરખાજ રૂપરંગવાળા અજિતસેન અને હિતશત્રુ આવ્યા. તેને પણ દેવકીએ મોદક વહેરાવ્યા. આ પછી દેવકી એકસરખા રૂપરંગના મુનિઓ શું ભૂલા પડયા
છે કે કેમ તે વિચાર કરે છે તેવામાં દેવયશ અને શત્રુસેન આવ્યા તેમને વહોરાવ્યા બાદ દેવકીએ નમી પુછય મહારાજ ! આપ દ્વારિકામાં ભૂલા પડયા છે કે નગરમાં ઉચિત ભક્ત પાનને જગ નથી તેથી આપને ફરી ફરી ત્રણ વાર આવવું પડયું છે?'તેમણે કહ્યું અમે ભૂલા પડયા નથી તેમ અમે બીજી ત્રીજીવાર પણ આવ્યા નથી.' દેવકી બેલી “ ત્યારે શું મને ભ્રમ થયો. હમણાંજ અહિં તમારા સરખા અગાઉ બે વાર બે બેમુનિઓ પધાર્યા હતા.' સાધુએ કહ્યું કે અમે છ ભાઈઓ છીએ. એકસરખાં રૂપવાળા છીએ એથી કદાચ અમારામાંથી ચાર પહેલાં બે વખત આવ્યા હશે. એથી તમને અમે ત્રણ વખત આવ્યા છીએ એવી ન્તિ થઈ હશે.”