________________
૧૧૨
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
તીર્થ સ્થાપના.
આ દેશનાથી કેઈએ દીક્ષા, કેઈએ શ્રાવપણું, તે કેઈએ વિવિધ નિયમો ગ્રહણ કર્યાં. વરદત્તકુમારે બે હજાર કુમારે સાથે દીક્ષા લીધી. પૂર્વભવના વિમલબોધ મંત્રીને જીવ દેશનામાં રાજીમતિનો પ્રસંગ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામ્યું અને તેણે દીક્ષા લીધી. વરદત્ત વિગેરે ભગવાનના અગિયાર ગણધર થયા. યક્ષિણી વિગેરે સાધ્વીઓ થઈ. અને દસદશાહ, ઉગ્રસેન, વાસુદેવ, બળરામ, શાંબપ્રદ્યુમ્ન, શિવાદેવી, રેહિ, દેવકી, રુકિમણી વિગેરે શ્રાવકત્રતને સ્વીકાર કરી શ્રાવક શ્રાવિકા થયાં. આમ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. પ્રભુની દેશના બાદ બીજી પિરિસીમાં વરદત્ત ગણધર મહારાજે દેશના આપી. તે પૂર્ણ થયા બાદ ભગવંતને નમી સૌ પોતપોતાના સ્થાને ગયા.
શ્રી નેમિનાથ ભગવંતના શાસનમાં ત્રણ મુખવાળા, શ્યામવર્ણવાળે, મનુષ્યના વાહનવાળો, ત્રણ દક્ષિણભૂજામાં બીજેરૂ, પરશુ તથા ચકને ધરનાર અને વામણૂજામાં નકુળ, ત્રિશુલ અને શક્તિને ધારણ કરનાર ગામેધનામે યક્ષ શાસનદેવ થશે. તથા સુવર્ણવણી, સિહના વાહનવાળી, બે દક્ષિણભૂજાઓમાં આંબાની લુમ અને પાશને તથા બે વામણૂજામાં પુત્ર અને અંકુશને ધારણ કરનારી માડી અથવા અંબિકનામે શાસનદેવી થઈ. આ પ્રમાણેના શાસનદેવ અને શાસનદેવી નિત્ય જેમની પાસે રહે છે એવા શ્રીનેમિનાથ ભગવાન જગતને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા.
[ ૧૩ 1 * * *
દ્રૌપદી હરણું. એક દિવસ નારદ ફરતા ફરતા પ્રાપદીને ઘેર આવ્યા પદીએ નારદને અવિરત માની તેને આદરસત્કાર ન કર્યો. તેથી તેને માઠું લાગ્યું. આથી તે ધાતકીખંડના પદ્મનાભ રાજા પાસેગ યા. તેમણે તેની પાસે દ્રૌપદીની પ્રશંસા કરી તેને રાગી બનાવ્યો. પદ્મનાભ ભરતક્ષેત્રમાં તે આવી શકે તેમ નહોતું. તેથી તેણે દેવને આરાધી તેનું હરણ કરાવ્યું અને પિતાની દુષ્ટ ઈચ્છાની દ્રૌપદી પાસે માગણી કરી. દ્રૌપદીએ કહ્યું એક મહિના સુધી સબુર કરી પછી તને ચગ્ય જવાબ આપીશ. દ્રૌપદીએ હરહંમેશાં આયંબિલ કરવા આરંભ્યાં. અને જિનભક્તિ પરાયણ જીવન પસાર કરવા માંડયું. ' ,
પાંડવોએ પર્વત, કુંજ, શહેર, નગર, સૌ શેડ્યાં પણ દ્રૌપદી ન મળી. આખરે તેમણે શ્રીકૃષ્ણને વાત કરી. આ અરસામાં નારદેજ ખબર આપી કે અમરકંકામાં પદ્મનાબને ત્યાં દ્રૌપદીને મેં જોઈ હતી. *, , , ,
કૃષ્ણ પાંચ પાંડને લઇસમુદ્ર કિનારે આવ્યા અને તેમણે સુસ્થિત દેવને આરાધ્યા. તેણે કચ્છને પાંચ પાંડ સહિત સમુદ્રમાં જવાય તે માર્ગ આપ્યો. અને ધાતકીખંડમાં પહોંચાડયા,
ઘણો સારથિદ્વારા પાને કહેવરાવ્યું કે દ્રૌપદીને સેંપી દે.” તેણે ન માન્યું. અને યુદ્ધ થયું. શરૂઆતમાં પાંચે પાંડે પઢથી ઘેરાઈ ગયા. શ્રીકૃષ્ણ પિતે ચુદ્ધમાં ઉતર્યા. તેમના શંખના અવાજે પવનું ત્રીજા ભાગનું સૈન્ય ભાગ્યું. અને જ્યાં કૃષ્ણ શાહ ધનુષ્યને ટંકાર કર્યો.