________________
નેમિનાથ ચરિત્ર ]
૧૦૭
બીજો મસ્તક સુધી, ત્રીજે કંઠ સુધી, ચેાથા છાતી સુધી, પાંચમા હૃદય સુધી, છઠ્ઠો કેડ સુધી, સાતમે એ જંધા સુધી, આઠમા જાનુ ઢીંચણુ) સુધી અને નવમા વાસુદેવ ભૂમિથી ચાર આંગળ ઉચે ઉપાડી શકે છે કારણકે અવસર્પિણી કાળમાં અનુક્રમે તે ક્ષીણુ ખળવાળા થતા જાય છે.
(૧૧)
શ્રી કૃષ્ણ રાજ્યાભિષેક
આ પછી દ્વારિકામાં શ્રી કૃષ્ણના અચકીપણાના અભિષેક દેવાએ અને રાજાએ કર્યાં, અને ત્યારબાદ સૌ રાજાએ પેાતપેાતાના સ્થાને વિદાય થયા.
હવે સમુદ્રવિજયાદિક ઇશુ મળવ'ત દશાીં, ખલદેવાદિક પાંચ મહાવીર, ઉગ્રસેનાકિ સેાળ હજાર રાજાએ, પ્રદ્યુમ્ન વિગેરે સાડી ત્રણ કોટિ કુમારા, દુર્દાત શાસ્માદિક સાઢ હજાર કુમારા, વીરસેનાર્દિક એકવીશ હજાર વીરા, મહાસેન વિગેરે પચાશ હજાર મહાબલવત એવા તાખેદાર માટા મહદ્ધિક, તથા બીજા પણ શેઠ, શાહુકાર, સાવાહ વિગેરે હજારા લેાક અજલિ જોડીને શ્રીકૃષ્ણુની સેવા બજાવતા હતા. સાળ હજાર રાજા એએ વાસુદેવને ભક્તિપૂર્વક વિવિધ રત્ના તથા બે બે સુંદર કન્યા આપી. ખત્રીશ હજાર કન્યાએમાંથી સેાળ હજાર કન્યાઓને શ્રીકૃષ્ણ પરણ્યા. આઠ હજારને ખલદેવ, તથા આઠ હજાર કન્યાઓને ખીજા કુમારેશ પરણ્યા. પછી રામકૃષ્ણ તથા બધા કુમાર રમણીય રમણીએથી પિરવરી ક્રીડા-ઉદ્યાન તથા કીડા-પર્વતાદિમાં આનદથી રમણ કરતા પેાતાનો
સમય પસાર કરવા લાગ્યા.
'
ચાદવકુમારાને આનંદ મગ્ન જોઇ શિવાદેવી અને સમુદ્રવિજયે કહ્યુ' હે પુત્ર ! તમને જોઈ અમારૂં હૃદય ઠરે છે. પણ કન્યા પરણી અમને વધુ ઠારે 1 નેમિનાથે કહ્યું હું ચેાગ્ય કન્યા મળશે ત્યારે જરૂર પરણીશ. આપ હમણાં મને આગ્રહ ન કરો.’
હવે યશોતિના જીવ અપરાજિત વિમાનથી ચ્યવી ધારિણીની કુક્ષિને વિષે પુત્રી પણે ઉત્પન્ન થયા. જન્મ થતાં પિતાએ તેનું નામ રાજિમતી પાડયું. ઉંમર થતાં રાજિમતી અસાધારણ રૂપ અને કલાને પામી.
આ ઉગ્રસેનને નભસેનનામે પુત્ર હતેા, તેને ધનસેન નામના એક ગૃહસ્થે કમલમેલા નામની પુત્રી આપી હતી. એક વખત નારદ નભસેનને ત્યાં આવી ચડયા. નભસેને વિવાહ વ્યાકુળ હોવાથી નારદનુ સન્માન ન કર્યું. આથી નારદને ખાટું લાગ્યું અને તે કમલમેલા પાસે ઉપડયા. કમલમેલાની આગળ રામના પૌત્ર સાગરચંદ્રના રૂપના વખાણ કર્યાં. અને નભસેનનુ કુરૂપપણું પણું જણુાવ્યું. આથી કમલમેલા સાગરચંદ્ર ઉપર ઉપર રાગવાળી થઈ. નારદે સાગરચંદ્ર પાસે જઇ કમલમેલાનું રૂપ દેખાડી તેને પણ તેના ઉપર આસક્ત અનાવ્યા, નભસેન અને મલમેલાના વિવાહોત્સવ મડાચા પણ ક્રમલમેલા સાગરચંદ્રને ઈચ્છતી હતી. સાગરચંદ્રને કમલમેલાના લગ્નત્સવના વાજિંત્રો કશું કહુ