________________
૧૦૬
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ,
આ પ્રમાણે પરાક્રમ બતાવ્યા છતાં પ્રતિવાસુદેવ વાસુદેવને જ વધ્ય છે એવી મયદા હેવાથી તેમણે જરાસંઘને માર્યો નહીં. પ્રભુએ જરાસંઘના સૈન્યને રોકી રાખ્યું એટલીવાર ચાદવ સૈન્ય વસ્થ થઈ લડવા આવ્યું. પછી પાંડેએ પૂર્વના વેરને લીધે બાકી રહેલા કોરને મારી નાંખ્યા.
જરાસંઘ કષ્ણને કહેવા લાગ્યો કે “અરે કપટી! તું અત્યાર સુધી કપટથી જીવતો રહ્યો છે. પણ આજે હું તને છોડવાનો નથી. પછી કૃષ્ણ હસીને બેલ્યા હે રાજન ! એમ વાચતુરાઈ વાપરવાની જરૂર નથી. પણ બળ હોય તે બતાવે. જો કે હું બેલત નથી પરંતુ તારી પુત્રીની અગ્નિપ્રવેશરૂપ પ્રતિજ્ઞા તે હું પૂર્ણ કરાવીશ.” એટલું કહેવામાં જરાસંઘે ફોધથી બાણ ફેંકવા માંડયાં પણ તે સઘળાં કૃષ્ણ છેદવા માંડયાં. આ વખતે તમામ યુદ્ધ બંધ પડી ગયું અને બંને મહારથીઓ યુદ્ધ કરવા લાગ્યા. તેઓના રણસંગ્રામથી આકાશમાં રહેલા બેચરો ત્રાસ પામવા લાગ્યા. પર્વતે કપાયમાન થઈ ગયાં. ખાણોના તેમજ ધનુના ટંકારવથી બ્રહ્માંડ ફાટવા લાગ્યું. જરાસંઘ જે બાણે નાખે તે સઘળાં કૃષ્ણ છેદી નાંખે. આથી વિલખા થઈ જરાસંઘે ચકનું સ્મરણ કર્યું. એટલે તત્કાળ તે આવીને હાજર થયું, તેને જરાસંઘે ક્રોધથી આકાશમાં ભમાવીને કૃષ્ણની ઉપર મૂકયું જ્યારે ચક્ર કૃષ્ણ ઉપર ચાલ્યું ત્યારે સર્વત્ર ખેદ ફેલા. પરંતુ ચક્ર તે કૃષ્ણને સ્પર્શ કરી ઉભું રહ્યું એટલે કૃષ્ણ તેજ ચક જરાસંઘની ઉપર છોડયું. તેણે જરાસંઘનું મસ્તક છેદી નાંખ્યું, જરાસંઘ મૃત્યુ પામીને ચેથી નરકે ગ. પછી દેવતાઓએ “આ નવમાં વાસુદેવ ઉત્પન્ન થયા અને બળદેવ એમ ઉલ્લેષણ કરી પુષ્પની વૃષ્ટિ કરી.
જરાસંઘના મૃત્યુબાદ શત્રુ સન્ય શરણે આવ્યું. અને શ્રીકૃષ્ણને નમી માફી માગી. આ પછી સમુદ્રવિજયની આજ્ઞાથી કૃષ્ણ જરાસંઘના પુત્ર સહદેવને મગધને ચોથે ભાગ આપી તેના પિતાના રાજ્ય ઉપર સ્થાપે. સમુદ્રવિજયના પુત્ર મહાનેમિને શેર્યું પુરમાં, હિરણ્યનાભના પુત્ર રૂકમનાભને કેશલાનગરીમાં, અને ઉગ્રસેનના પુત્ર શ્રીધરને. મથુરામાં સ્થાપન કર્યા.
ચુદ્ધબાદ બીજે દિવસે વસુદેવ શાંબ પ્રદ્યુમ્નસહિત અનેક વિદ્યાધરને સાથે લઈ સમુદ્રવિજય પાસે આવી આવી પહોંચે. અને વડિલે તથા બાંધીને મળ્યા અને કહ્યું કે સમગ્ર વિદ્યાધરણિ આપણી આજ્ઞાને વહન કરે છે. આ પછી સર્વત્ર શાંતિ, નિર્ભયતા અને સુખ ફેલાયાં. કૃષ્ણ જયસેનનું અને સહદેવે જરાસંઘનું પ્રતિકાર્ય કર્યું. અને આજ વખતે પિતા અને પતિની કુળને નાશ દેખી છવયશા અનિમાં પડી મૃત્યુ પામી. છતનું ઠેકાણે સેનાપલ્લી હતું, તે યુદ્ધમાં આનંદ વર્તવાથી આનંદપૂર નામે પ્રસિદ્ધ પામ્યું. અને કણે તેની નજીક શંખપુર નામનું નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. તે મંદિર શંખેશ્વર પાશ્વનાથના નામે પ્રસિદ્ધ થયું. આ પછી રહ્યું સહ્યું સમગ્ર ભરતાર્ધ શ્રી કૃષ્ણ છ મહિનામાં સારું અને કેટી શિલાને ચાર આંગળ ઉપાડ વાસુદેવપણું સિદ્ધ કર્યું. પ્રથમ વાસુદેવ આ મહાશિલાને ભુજાના અગ્રભાગ સુધી ઉપર