________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૧૦૫
-
-
-
-
- -
-
-
-
યુદ્ધ કરવું પડીક લાગતું નથી. આ વચન સાંભળી જરાસંઘે તેનો તિરસ્કાર કર્યો અને પિતાના સિન્યને ચકચૂડ રચી લડવાની આજ્ઞા કરી કૃષ્ણ પિતાના સૈન્યને ગરૂડન્યૂડ રચી લડવાની આજ્ઞા આપી. તે વખતે કે શ્રીનેમિનાથને ભાતૃસ્નેહથી યુદ્ધની ઇચ્છાવાળા જાણી માતલી નામે સારથીસાહિત પિતાનો રથ મોકલી આપે.ભયંકર યુદ્ધ શરૂ થયું. બને તરફના યોદ્ધાઓ અગણિત બાનો વરસાદ વરસાવવા લાગ્યા. આકાશમાં દેવતાઓ પોતાનાં વિમાન સ્થિર કરી જેવા લાગ્યા. બંનેમાં કેન જય થશે તેની શંકા થવા લાગી. જરાસંઘના પ્રબળ દ્ધાઓએ ધસારે કરી કૃષ્ણનું રિન્ય ભગ્ન કરવા માંડયુ. તે વખતે નેમિનાથે હજારે રાજાઓના મુગટ તેડી નાખ્યા. કેઈના ધનુષ્ય, કોઈને રથ એમ જરાસંઘના સિન્યને ચકેયૂહ તેડી નાખ્યો. કુન્તીપુત્ર અને આ વખતે પિતાની અસ્ત્રવિદ્યા એવી બતાવી કે દેવતાઓ પણ ચકિત થઈ ગયા જ્યાં ત્યાં અનાજ બાણો દેખાવા લાગ્યાં. ગાંડિવ ધનુષનો ટંકાર પ્રચંડ મેઘ ગર્જના જેવો નિરંતર કાને આવવા લાગે. ક્ષત્રિયવૃત ધારણ કરીને હજારે રાજાઓ અર્જુનની સામા આવ્યા... દુર્યોધન વગેરે કૌર તેમાં આગેવાન હતા. અને તે સઘળાએને લીલામાત્રમાં પરાભવ કરી દુર્યોધનનો રથ, બાણ, બખ્તર વગેરે ભેદી નાંખી તેને પૃથ્વી ઉપર નાખ્યો. પછી અને કર્ણને અને ભીમે દુર્યોધનને મારી નાંખે અને બીજા વીરાએ જરાસંઘના કુંવર તેમજ સેનાપતિને મારી નાખ્યા. આ જોઈ કેપ કરી જરાસંઘ હાથમાં ધનુષબાણ લઈ રણભૂમિમાં આવ્યું તેણે સમુદ્રવિજયના કેટલાક પુત્રને મારી નાખ્યા અને કાળ સરખો તે એક છતાં અનેક જે દેખાવા લાગ્યા. જરાસંઘ સામે કૈઈ પણ ટકી શકય નહિં. આ સાંભળી શિશુપાળ બોલ્યો કે હે કૃષ્ણ અહિં ગોકુળ નથી. કુણે કહ્યું હમણાં હું તારી ખબર લઉં છું. શિશુપાળ કૃષ્ણની સામે આવ્યો એટલે કૃષ્ણ તેનું મસ્તક છેદી નાંખ્યું. એટલે જરાસંઘ કૃતાંતકાળ સરખે થઈ કૃષ્ણના સૈન્યમાં પહ. જેમ સિંહ દેખીને મૃગલાં નાસી જાય તેમ યાદવ સૈન્ય સઘળું નાશી ગયું. એટલે બળરામે જરાસંઘના અઠ્ઠાવીશ પુત્રોને મારી નાંખ્યા. તે જોઈ જરાસંઘે બળરામની ઉપર ગદાને ઘા કર્યો. તેથી બળરામ લેહી વમતા પૃથ્વી ઉપર પડ્યા. તે વખતે યાદવ સૈન્યમાં હાહાકાર થયો. ફરીથી જરાસંઘ રામ ઉપર આવતા હતા તેવામાં અને તેને અટકાખ્યા. એટલે કૃષ્ણ તેના અગણેસીતેર પુત્રોને મારી નાખ્યા. ત્યારે જરસ ઈ અજુનને છોડી કુચ્છ ઉપર ધો. તે વખતે કૃષ્ણ મરાયા, મરાયા એ સર્વત્ર ધ્વનિ પ્રસરી ગયો. આ સાંભળી માતલી સારથી અરિષ્ટનેમિને કહેવા લાગ્યું કે “હે સ્વામિ' આપની આગળ જરાસંઘ કણ માત્ર છે, પણ જે તમે આ વખતે તેની ઉપેક્ષા કરશે તે આ જરાસંઘ સર્વ યાદવેને મારી નાંખશે. આપ સાવદ્ય કર્મથી વિમુખ છે તે પણ આપને લીલા બતાવ્યા વગર છુટકે નથી તે 'સાંભળી શ્રી અરિષ્ટનેમિએ કેપ વગર શંખને નાદ કર્યો. શંખનાદથી યાદવન સભ્ય સ્થિર થયું અને જરાસંઘનું સૈન્ય ક્ષોભ પામી ગયુ, પછી માતલી સારથિએ રથને જમાડવા માંડયો, અને હજારે બાણાની વૃષ્ટિ કરી. કેઈના રથ, કેદની દવા, કોઈનાં ધનુષ્ય. કેઈના સુગટ અને કોઇનાં અસ્ત્ર છેદી નાંખવા માંડયા. આ વખતે પ્રલય કાળના સૂર્યની પેઠે તેમની સામે લડવાની વાત તો દૂર રહી પણ તેમની સામું જોવા કેઈ સમર્થ થયુ નહી.
૧૪.