________________
( લધુ ત્રિષષ્ટિ શલાકા પુરી
વંશી છે અને તે અન્યાયથી મૃત્યુ પામ્યો છે. તેણે સૌ પ્રથમ વસુદેવને છ પુત્રોને વધેર્યો છે, તેની છોકરીનું નાક કાપ્યું છે અને અંતે પાપનો બદલે મેળવી મૃત્યુ પામ્યો છે. જરાસંધના સિનિકે ઠંડા પડયા અને નાસી ગયા. આ પછી કંસનું રાજ્ય ઉગ્રસેનને સેપ્યું અને સત્યભામાન વિવાહ કૃણ સાથે થયો. કંસની પાછળ તેની સઈ સ્ત્રીઓ બળી મરી માત્ર જીવયશા આ રામકૃષ્ણ અને દશે દિશાહને મરાવીને જ હુ મરીશ એમ બોલતી ત્યાંથી નાસી પિતાના પિતા જરાસંઘને ત્યાં રાજગૃહમાં ગઈ
કેશને છુટા રાખી રેતી કકળતી જીવયશા જરાસંઘની આ સભામાં આવી અને કહેવા લાગી કે મારા પતિને પેલા બે ગોવાળ પુત્રોએ મારી નાંખ્યો. એને સમદ્રવિજય આદિ દશે દિશાહે તે ગવાળને સાથ આપે. જરાસંઘે કહ્યું “કસ' ડાહો પરાક્રમી છતાં ભૂલ્યો. તેણે જ્યારે મુનિએ કહ્યું કે દેવકીનો સાતમાં પુત્ર તને મારશે ત્યારે તેણે દેવકીને મારી નાંખવી જોઈતી હતી. ક્ષેત્રના અભાવે ખેતી કયાંથી થાય?' પુત્રી તું આશ્વાસન પામ! તારા પતિના શત્રુઓને હમણુંજ હું બદલે લઉં છું.' એમ કહી સામે રાજાને મથુરામાં સમુદ્રવિજ્ય પાસે મોકલ્યો અને તેની દ્વારા કહેવરાવ્યું કે “કંસને મારનારા રામ અને કૃષ્ણ અમારે હવાલે કરા.” સમુદ્રવિજયે જાબમાં કહ્યું “રામ અને કૃષ્ણ નિર્દોષ છે. સૌ પ્રથમ કેસને જરાસંધે દબાવ જોઈતો હતે. કારણકે તેણે વસુદેવતા છે પુને મારી નાખ્યા. આથી અમે નિર્દોષ અને પરાક્રમી રામ કૃષ્ણને આપી શકીએ નહિ. સામે કહ્યું “સ્વામિ સેવક ભાવમાં સેવકે યુક્તાયુક્તનો વિચાર કરવાની જરૂર નથી. તમારે તમારે રાજ્ય અને સુખ જોઈતાં હોય તે આ બે ભરવાડ, પુત્રને સેપે. તેટલામાં કૃષ્ણ બાલી ઉઠયો “જરાસંઘ અમારે સ્વામિ નથી અને તારા સ્વામિને જઈને તું કહેજે કે તારે કેસ જેવા હાલ કરવા હોય તે ઉતાવળે થા.' એમ મથુરાથી પાછો ફર્યો. અને તેણે સર્વ વાત, જરાસંઘને કહી.
સામના ગયા બાદ સમુદ્રવિજયે પિતાના બાંધાને ભેગા કર્યા. અને જેના ઉપર અટલ વિશ્વાસ હતો તે કોર્ટુકિ.નિમિત્તિઓને બોલાવી પૂછ્યું કે “અમારે હવે શું કરવું નિમિત્તિયાએ કહ્યું “થોડા સમયમાં રામ કેશવ જરાસંઘને મારી ત્રણ ખંડના અધિપતિ થશે, પરંતુ અત્યારે તમે સમુદ્રકિનારે થઈ પશ્ચિમદિશા તરફ જાઓ અને જ્યાં સત્યભામાને છે પુત્રનો જન્મ આપે ત્યાં નગરીની સ્થાપના કરી રહેશે. ત્યાં તમારે કોઈ વાળ વાંકા નહિ કરે. આ પછી સમુદ્રવિજય ઉગ્રસેન સહિત મથુરા અને સૌર્યપુર છેડી સાતકુલ સીટી યાદ લઈ વિધ્યાચળ તરફ ચાલ્યા.
જરાસંધ યાદવેનું ઉદ્ધતપણું દેખી કેપે ભરાયો. તેણે કાળકમારને લશ્કર અાપી મોકલ્યો. કાળકુમારે પ્રતિજ્ઞા કરી કે તેમને હું અગ્નિ કે પર્વતમાં પેઠા હશે તો પણ પકડી મારીશ.'કાળકુમારપીછો પકડતો વિજયાચળની તળેટીમાં આવ્યું. ત્યાં સેંકડો ચિતા સળગતી હતી. માત્ર એક સ્ત્રી રહી હતી. તેણે તેને પૂછયુ તો શા માટે રડે છે ? તે તે બેલી કોળકુમારના ભયથી આ યાદો ચિતામાં પડી બળી મર્યા. રામ અને કૃષ્ણ પણ