________________
&
શ્રી નેમિનાથ ચરિત્ર |
૯૭ આ ચિતામાં પેઠા. હું પણ હવે તેમાં પડી બળી મરું છું.' કાળ પ્રતિજ્ઞા મુજબ ચિતામાં પેઠો અને બળી મર્યો. ડીવારે સજે જોયુ તો ન મળે પર્વત કે ન મળે ચિતા. સેન્ય વિલખું પડયું. અને કાળકુમાર રહિત શ્યામ મેઢે જરાસંઘ પાસે આવ્યું. યાદવો પણ કાળકુમારને વૃત્તાન્ત સાંભળી ખુશી થયા. માર્ગમાં એક વનમાં તેઓ પડાવ કરી રહ્યા હતા. ત્યાં એક અતિસુકત નામના ચારણમુનિ પધાર્યા. તેમને સમુદ્રવિજયે પૂછયું કે હે ભગવન આ વિપત્તિમાં અમારું શું થશે ? મુનિ બોલ્યા “ભય પામશે નહિ. તમારા પુત્ર અરિષ્ટનેમિ નામે બાવીસમા તીર્થંકર થશે. અને રામ, કૃષ્ણ, બળદેવ તથા વાસુદેવ થશે. અને તે જરાસંઘનો વધ કરશે.' બાદ મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. પછી તેઓ ત્યાંથી નીકળી સૌરાષ્ટ્રમાં આવ્યા. અને ગિરનાર પર્વતની વાયવ્યદિશા તરફ છાવણું નાંખીને રહ્યા. અહિં સત્યભામાને બે પુત્ર થયા. તેમનાં ભાન અને ભામર એવાં નામ પાડયાં. પછી કૃણે સ્નાન કરી બળીદાન સાથે સમુદ્રની પૂજા કરી અઠ્ઠમતપ કર્યો. ત્રીજી રાત્રીએ સુસ્થિતદેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો કે કહે તમારું શું કાર્ય કરું?” એમ કહી કૃષ્ણને પાંચજન્ય શંખ અને રામને સુઘોષ નામે શંખ આપ્યો. તથા બન્નેને દિવ્ય અલંકાર આપ્યા પછી કણે કહ્યું કે “પૂર્વે વાસુદેવની દ્વારિકા નામે જે નગરી આ જગ્યાએ હતી તે તમોએ દરિયામાં ડુબાવી દીધી છે. તેથી હવે અમારા નિવાસ માટે તેજ સ્થાન બતાવો.” પછી તે સ્થાન બતાવી દેવે ઈન્દ્રને સર્વ હકીકત નિવેદન કરી. ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી. તેથી કુબેરે બાર યોજન લાંબી અને નવ જન વિસ્તારવાળી રત્નમય નગરી બનાવી. તેની આસપાસ કિલે. ખાઇ વિગેરે બનાવ્યુ કૃષ્ણને રાજ્યાભિષેક કરી યાદ સઘળા ત્યાં આવી વસ્યા. સમુદ્રવિજયે ત્યાં જેન ચેત્યો બનાવી નગરને અદ્ભુત કર્યું.
શ્રી નેમિનાથ પ્રભુનું બાલ્યજીવન શ્રી કૃષ્ણ બળદેવ સહિત દશ દશાને અનુસરતા દ્વારિકા નગરીમાં સુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યા. શ્રીનેમિનાથ ભગવાન દ્વારિકામાં રામકૃષ્ણના મનને આનંદ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યા. આમ અનુક્રમે ભગવાન ચૌવનવયને પામ્યા. અને દશ ધનુષ્યની ઉંચાઈવાળા થયા. યૌવનવય પામેલ પ્રભુને માતાપિતા, બાંધો અને કૃષ્ણ બલદેવ વિગેરે સૌ પરણવાની પ્રાર્થના કરતા હતા. પણ ભગવાન તે વાતને ન સાંભળી હોય તેમ ગણકારતા નહોતા. રૂમિણીનું હરણું અને આઠ પટરાણીઓ,
- એક વખત નારદઋષિ કૃષ્ણના ઘેર આવ્યા. સત્યભામા દર્પણમાં મુખ જોવામાં તલ્લીન હોવાથી તેણે તેમનો આદરસત્કાર ન કર્યો. નારદને માઠું લાગ્યું. અને વિચાર્યું કે “સત્યભામાં રૂપથી ગવિષ્ટ હોવાથી મારા સામુ જેતી નથી પણ હું તેને તેના કરતાં વધુ રૂપવાળી શિકય.લાવી ગર્વ ઉતારૂં તુ નારદ કુંડિતપુરના ભીષ્મક રાજાની પુત્રી રૂકમણી પાસે ગયા. અને તેને કૃષ્ણના રૂપ વર્ણન અને શૌર્યગાથાથી તેની અનુરાગિણી બનાવી. તેમજ તેનું રૂપ આલેખી શ્રી કૃષ્ણને બતાવ્યું. આથી બન્ને એક બીજા ઉપર મુગ્ધ બન્યાં.
શ્રી કૃષ્ણ ભીષ્મક પાસે રૂકિમણીનું માણું કર્યું. ભીષ્મકે ભરવાહ પુત્ર કહી તિરા.