________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.
પરણ્યો. ત્યારબાદ વસુદેવ સાર્થવાહ સાથે મહાપુર નગરમાં ગયે. અને ત્યાં તે પૂર્વભવની પત્ની સામગ્રીને પરણ્યો. એક વખત વસુદેવ ઉદ્યાનમાં ગયો. ત્યાં તેને વેગવતી નામની વિદ્યાધરીએ પતિપણે સ્વીકાર કર્યો. ત્યારબાદ માનસ વેગ નામને વિદ્યાધર એકદમ વસુદેવને હરી ગો અને તેને તેણે ગંગામાં નાંખ્યોઆથી ત્યાં વિદ્યા સાધતા ચંડવેગની ઉપર વસુદેવ પહશે. અને તેના પ્રભાવથી તેની વિદ્યા સિદ્ધ થઈ. આથી તેણે પ્રસન્ન થઈ આકાશગામિનીવિદ્યા વસુદેવને આપી. ત્યારબાદ વસુદેવ અમૃતધાર નામના નગરમાં ગયો. ત્યાં તે વિદ્યવેગ નામના વિદ્યાધરની મદનગા નામની પુત્રી પરણ્યો. કેટલાક સમયબાદ મદનગાએ અનાવૃષ્ટિ નામના પુત્રને જન્મ આપ્યો.
ત્યારબાદ ત્રિશિખરની પત્ની સૂ ખાએ વસુદેવનું હરણ કર્યું. અને તેને મારી નાંખવા આકાશમાંથી પડતું મૂકો. પરંતુ તે રાજગૃહ નગરની નજીક ઘાસના પુળા ઉપર પડ્યો. ત્યાં તેનું વેગવતી ધાવમાતાએ રક્ષણ કર્યું. અને વેગવતીની મદદથી તે બાળચંદ્રા નામની કન્યાને પરણયો. .
! ! ! ત્યારબાદ ફરતે ફરતે વસુદેવ શ્રાવસ્તી નગરીમાં ગયો. ત્યાં તે કામદત્ત શેઠની પુત્રી બંધુમતીને તથા ગાંધર્વવિધિથી પ્રિયંગુસુંદરીને પરણ્યો. ત્યારબાદ સુવર્ણ ભપુરમાં સમશ્રીને પરણ્યે ત્યાંથી સુપકે તેનું હરણ કરી તેને ગંગામાં નાંખી દીધે તેમાંથી વસુદેવ બહાર નીકળી તાપસના આશ્રમમાં ગયો. અને ત્યાં જરાસંઘની પુત્રી નંદીપેણાને નિરોગી કરી. ત્યારબાદ વસુદેવને જરાસંઘના પુરૂષો પકડીને રાજગૃહમાં વધ્યસ્થાને લઈ જતા હતા. તેવામાં ગધાર પિગલનામના વિદ્યારે પિતાની પુત્રી પ્રભાવતીના વિવાહ માટે ભાગીરથી નામની ધાત્રીને રાજગૃહમાં વસુદેવને લાવવા મેકલી. તેણીએ ત્યાંથી વસુદેવને છોડાવી , ગધસમૃદ્ધ નગરમાં લઈ ગઈ. અહિં તે કેશલવિદ્યાધરની કેશલા નામની કન્યાને પરણ્યો.. , કનકવતી , ' ' , ,
, , * * આ ભરતક્ષેત્રમાં પેઢાલપુર નગરમાં હરિશ્ચન્દ્ર નામે રાજાને, લફલ્મીવતી નામે પટરાણી હતી. કેટલેક કાળે રાણીએ મનોહર અંગવાળી પુત્રીને જન્મ આ. આ પુત્રીને પૂર્વભવનો પતિ ધનપતિ કુબેર હતું. તેથી તેણે હરિશ્ચંદ્રના ઘરમાં કનકવૃષ્ટિ કરી. આથી રાજાએ પુત્રીનું નામ કનવતી રાખ્યું. કનકવતીના માહથી ધનદ અવસર હરિશ્ચંદ્રરાજાને ત્યાં આવતે અને કનકવતીને દેખી આનંદ પામતે.
પુત્રીને માટે ચચ વરની રાજાએ તપાસ કરી પણ ન મળવાથી રાજાએ સ્વયંવર મંડપ આર. કનકવતી એક વખત આવાસમાં બેઠી હતી. ત્યારે હંસરૂપધારી એક બેચરે વસુદેવનું ચિત્ર તેના ખોળામાં નાખ્યું, અને કનકવતીનું રૂપ વસુદેવને દેખાડયું. અને એકબીજાને વરવા તલપાપડ બન્યાં. વસુદેવ હજારે માઈલ દૂર હતું. સ્વયંવરના દીવસમાં માત્ર દશજ દિવસ ખૂટતા હતા. આથી હંસરૂપ ધારી ખેચર વસુદેવને વિમાનમાં બેસાડી પઢાલપુર નગરના લહમીરમણ ઉદ્યાનમાં લાવ્યો. તે