SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસુદેવ ચરિત્ર | આ અરસામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું. અને તેમાંથી કુબેરદેવ બહાર નીકળ્યો. તેણે સૌ પ્રથમ ઉદ્યાનમાં રહેલ પ્રાસાદમાં બીરાજેલ પ્રતિમાનું વંદન કર્યું. અને ત્યારબાદ કુબેરદેવને જોવાની ઈચ્છાથી પાસે ઉભેલા વસુદેવને કહ્યું “કુમાર! મારું એક કામ કરી ત કનકવતીના આવાસમાં જા અને તેને કહે કે ધનપતિ કુબેર કહેવરાવે છે કે તે દેવી બની જા અને મને પરણું મારા પ્રભાવથી તું રેકઠેક વગર તેના આવાસમાં જઈ શકીશ કુમારે વિચાર કર્યો કે જેને દેવે પણ ઈચ્છી રહ્યા છે તે કનકવતી કેવી હશે? આમ વિચાર કરતે તે તુર્ત તેને આવાસમાં પહોંચે. કનકવતી ઉભી થઈ. પતિદેવ! સંબોધી પગે પડી. વસુદેવે કહ્યું “કુમારિ ! ભૂલે છે. તારા પતિ તે ધનદ છે. હું તેને મોકલેલ દૂત છું. તેણે મારી દ્વારા કહેવરાવ્યું છે તું દેવાંગના બની મને પરણ. કનકવતીએ કર કુબેર મારે પૂર્વભવને પતિ છે. મને વહાલે છે. હું મનુષ્ય છું તે દેવ છે. દેવ અને મનુષ્યને સંબંધ ન થઈ શકે તેને જઈ તમે કહેજે કે મને ભૂલી જાવ ! અને તમે મને જેને સંમતિથી સેપે છે તે વસુદેવને આશીર્વાદ આપે.” આ પછી વારંવાર સત્કારતી નકવતીને અનિમેષ નયને જેતે વસુદેવ તત ત્યાંથી અંતર્ધાન થયે. અને કુબેરને મળ્યો. કુબેરે તેના દેવે સમક્ષ વસુદેવની ધીરજ અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી. અને પ્રસન્ન થઈ તેને દેવદુષ્ય વસ્ત્ર, સુરપ્રભ સુગટ, દગમાં કુલ શશિમયખ હાર, લલિતપ્રભ બે બાજુબંધ, અર્ધ શારદા નક્ષત્રમાળા, સુદર્શન કંકણુ, સમર દારૂણકારો તથા કુબેરઠાંતા વીંટી વિગેરે અનેક વસ્તુઓ આપી તેને ધનદ સદશ બનાવ્યું. સ્વયંવર મંડપ શિકાર બન્યો. હરિશ્ચંદ્ર રાજા અને ધનદપણ સાક્ષાત્ મંડપમાં બીરાજ્યા રાજાને હર્ષનો પાર ન હતો. કારણ કે તેની સભામાં રાજાઓની સાથે સાક્ષાત કુબેરે પણ સ્થાન લીધું હતું. ઘડીવારમાં વરમાળા લઈ પ્રતિહારી સાથે કનકવતી મંડપમાં દાખલ થઈ એક છેડેથી બીજે છેડા સુધી તેણે ધારીધારીને સર્વ રાજાઓ જોયા પણ ચિત્રપટમાં ચિત્રલ વસુદેવના રૂપ સરખી આકૃતિવાળો કેઈ રાજવી ન દીઠો. બે વાર ત્રણ વાર જોઈ તે થાકી અને રડી કહેવા લાગી. હે ધન! તું મને તારી પૂર્વભવની પત્ની માની મશ્કરીથી હેરાન ન કરી મને ભરસભામાં બનાવ નહિ. અને વસુદેવને તે પ્રગટ કર.” તુર્ત ધનદેવસુદેવને કુબેર કાંતા વીંટી કાઢી નાંખવાનું કહ્યું. એટલે વીંટી નીકળતાં સાક્ષાત્ વસુદેવ પ્રગટ થયો. કનકવતીએ વરમાળા વસુદેવના કંઠમાં આરોપી. સર્વત્ર આનંદ આનંદ ફેલા. કુબેર અને રાજાઓની સાક્ષિમાં વસુદેવ અને કનકવતીનાં લગ્ન થયાં. કંકણુદારે પણ જેને છૂટયો નથી તેવા વસુદેવે ધનને પૂછયું કે “ કનકવતી અને તમારા વચ્ચે પૂર્વભવને કઈ રીતે પતિ પત્નીનો સંબંધ છે. તે જરા કૃપા કરી સ્પષ્ટ સમજાવે. દેવે સભા સમક્ષ કહેવા માંડયું. કનકવતીના પૂર્વભવ ચાને નલ દમયંતી ચરિત્ર. છે આ જીપના ભારતમાં અતિપ્રસિદ્ધ સગર નામે એક નગર હતું. તેમાં મરમ્મણ નામે રાજા અને વીરમતી નામે રાણી હતાં. એક વખત રાજા રાણી સાથે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy