________________
૪
_[ લઘુ ત્રિષ િશલાકા પુરુષ મિત્ર હરિનંદીને પુત્ર છે. તેણે અપરાજિતનું સન્માન કર્યું અને પિતાને ત્યાં લઈ જઈ કનેકમાલા નામની પિતાની પુત્રી પરણાવી.
સુકેશલને ત્યાંથી છૂપી રીતે વિમલબોધને લઈ અપરાજિત નીકળી ગયે. એક વખતે “ અને મિત્રો જતા હતા. તેવામાં આકાશમાગે શ્રીષેણુ વિદ્યાધરના પુત્રથી હરાતી અને રાતી રત્નમાલાને જોઈ. કુમારે વિદ્યાધરને ઘાયલ કરી તેની સાથે યુદ્ધ કરી તેને છોડાવી. આ વિદ્યાધર અને મિત્રોનું પરાક્રમ દેખી આનંદ પામ્યું. અને તેણે પિતાના ઘા ઉપર ઔષધિ ચિપડવાનું કહ્યું. અપરાજિતે તેમ કહ્યું આથી તેણે અપરાજિતને જખમને રૂઝવનાર ઔષધિ તથા કિમતી મણિ આપ્યો. તેમજ વિમલબેધને વેશપરાવર્તન કરનાર ગુટિકા આપી. આ અરસામાં રત્નમાલાના પિતા જે રથનુપુરનગરનોરાજી અમૃતસેન હતો તે ત્યાં આવી પહોંચે. અને તેણે પિતાની પુત્રી અપરાજિત કુમારને સેંપી. ત્યારબાદ શ્વસુરની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં તેઓ બે એક અરણ્યમાં આવ્યા. ત્યાં કુમાર તૃષાતુર થયો. વિમળાધ જળ લેવા ગયો. જળ લઈ આવ્યો ત્યારે તેણે કુમારને તે સ્થળે જે નહિ તેથી તે આમતેમ તેની શોધ કરવા લાગ્યો. તેવામાં તેને બે વિદ્યારે મળ્યા. તેમણે વિમલબેને કહ્યું કે, “ભાનુ નામના વિદ્યાધર રાજાની કમલિની અને સમુદિની નામની બે પુત્રીઓને પરણવા માટે અમે ભાનુ રાજાની આજ્ઞાથી હારી ગયા છીએ, પણ તે કુમાર તારા વિયોગના દુઃખથી પરણતે નથી.” એમ કહી વિમળબંધને તેઓ ત્યાં લઈ ગયા. ત્યારબાદ કુમાર તે બને કન્યાઓને પરણ્યો. '
આ પછી કુમાર મિત્ર સહિત શ્રીમંદિર નામના નગરમાં ગયે. ત્યાં સુરિકાના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામનો રાજાને કુમારે મેડ્યુિં અને મૂલિકાવડે સજજ કર્યો. તેથી પ્રસન્ન થએલા રાજાએ પોતાની રંભા નામની કન્યા સાથે પરણાવ્યા. ત્યાંથી નીકળી કુમાર મિત્ર સહિત ફંડપુર નગરમાં ગયો. ત્યાં તેણે કેવળીની પાસે ધર્મદેશના - સાંભળી. પછી હું ભવ્ય છું કે અભવ્ય ? એમ તેણે કેવળીને પૂછયું. ત્યારે કેવળીએ તેને કહ્યું કે હે કુમાર ! તું આગામી કાળે બાવીશમે તીર્થકર થઈશ. અને આ વિમળ બોધ ગણધર થશે.” તે સાંભળી અને મિત્રો ત્યાંથી અન્યત્ર ગયા !
તે સમયમાં આનંદપૂર નગરમાં જિતશડ્યું રાજા રાજ્ય કરતું હતું. તેને ધારિણે નામે રાણી હતી. મહેન્દ્ર દેવલોકથી "રત્નાવતીનો જીવ ચ્યવી ધારિણબી કુક્ષિને વિષે પુત્રીપણે ઉત્પન્ન થયે. માતપિતાએ તેનું નામ પ્રીતિમતી એવું પાડયું. સમયજતાં તે યૌવન વય પામી અને સર્વ કલા તથા વિદ્યામાં નિપુણ બની. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પુરૂષ મને વિદ્યામાં જિતશે તેને હું પરણીશ. રાજાએ સ્વયંવરમંડપ રચાવ્યો. દેશદેશના રાજાઓ અને વિદ્યાધરેને આમંત્રણ આપ્યું. રાજાઓ સમયસર ત્યાં આવ્યા અને સૌ પિતાના સ્થાને ગોઠવાય. અપરાજિત કુમાર પણ મંત્રિપુત્ર સાથે વિદ્યાધરની આપેલી ગુટિકાના પ્રાંગથી રૂપ પરાવર્તન કરી ચગ્ય સ્થાને બેઠો. વરમાળા સાથે પ્રીતિમતી વૃદ્ધ પ્રાતિહારીને લઈ સ્વયંવર મંડપમાં દાખલ થઈ. રાજાએ તેનું રૂપ અને