________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૫
તેજ ચિત્રવત સ્થિર થયા. પ્રાતિહારિએ રાજાઓના નામગાત્ર ઉચ્ચારી તે તે રાજાઓને ઓળખાવ્યા. આ પછી પ્રીતિમતીએ ચાર પ્રશ્નો પૂછયા.? “ગુરૂ કોણ? ૨ ધર્મ કયો ? ૩. મનુષ્યએ શું કરવું? અને ૪ સાચું શું?” સર્વે રાજકુમારે મૌન રહ્યા. કોઈ પ્રશ્નોનો જવાબ આપી શક્યું નહિ. જિતશત્રુ રાજા વિચારવા લાગ્યો કે આવી પુત્રીને ઉત્પન્ન કરી. બ્રહ્માએ તેને અનુરૂપ જમાઈ કેમ ન કર્યો?” તુરતજ અપરાજિત ઉભો થયો. અને તેણે કેમસર ચારે પ્રશ્નોના ઉત્તર ૧ તત્તવને જાણનારે. ૨ જીવદયા. ૩ સંસારને નાશ. ૪જીનું હિત કરવું. આ પ્રમાણે આપ્યા. આથી કુમારીએ કુબડા અપરાજિતના કંઠમાં વરમાલા આપી. રાજાઓએ તલવાર ખેંચી. અને બોલી ઉઠયા કે “આવા કુબહાને પરણવું હતું તે અમને શા માટે બોલાવ્યા ?' સ્વયંવરમંડપ યુદ્ધમંડપ બળે,એકલા હાથે અપરાજિતે સર્વ રાજાઓને હંફાવ્યા. તેવામાં સમપ્રભ નામના રાજાએ અપરાજિતને ઓળખો અને કહ્યું કે આ સામાન્ય માણસ નથી પણ આ હરિનદી રાજાને પુત્ર છે. અપરાજિતે અને વિમલધે પિતાનું સારું રૂપ પ્રગટ કર્યું. જિતશત્રુ રાજાએ ઉત્સવપૂર્વક પ્રીતિમતીના અપરાજિત સાથે લગ્ન કર્યા અને હરીફરાજાઓ તેમાં સાજન બન્યા. જિતશત્રુ રાજાના મંત્રીએ પિતાની પુત્રી વિમલબોધને પરણાવી. રાજાઓ સ્વસ્થાને ગયા. આ પછી કુમાર અને વિમલબોધ ત્યાં આનંદપૂર્વક સમય વિતાવવા લાગ્યા.
આ પછી અપરાજિત વિમલબોધ સહિત સિંહપુર નગરમાં આવ્યું. રાજા તેને ભેટી પડશે. અને તેને રાજ્ય સેંપી દીક્ષા લઇ તેણે સિદ્ધિગતિ મેળવી.
અપરાજિત રાજા નવીન શૈ, રથયાત્રાઓ અને ધાર્મિક કાર્યો કરવા પૂર્વક પિતાને રાજ્ય કાળ પસાર કરે છે તેવામાં તે એક વખત ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે એક શ્રેષ્ટિ પુત્રને આનંદપૂર્વક સુખ ભગવતે દેખે. પણ બીજેજ દિવસે તેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા. આથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી તેણે પ્રીતિમતી રાણે, વિમલબોધ મંત્રી અને સૂર અને સોમ નામના બે ભાઈઓ સાથે, દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાબાદ અંદર ચારિત્ર પાળી ચારે જણ અગ્યારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
- સાતમ આઠમે, ભવ-શેખરાજા અને અપરાજિત વિમાનમાં દેવ. ' - આ જંબદ્વીપમાં હસ્તિનાપુર નગરમાં છીણ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રીમતી નામે રાણી હતી. આરણુદેવલોકમાંથી ઍવી અપરાજિતને જીવ તેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયો. રાણએ સ્વપમાં શંખ દેખ્યો. પૂર્ણમાસે શ્રીમતીએ પુત્રનો જન્મ આપ્યો. રાજાએ પુત્રનું નામ શંખ એવું પાડયું. શ્રીરાજાના મંત્રી સુબુદ્ધિને ત્યાં વિમળબંધને જીવ દેવલોકમાંથી રચવી પુત્રપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું નામ મતિપ્રમ રાખવામાં આવ્યું. રાજપુત્ર અને મંત્રીપુત્રને પૂર્વભવની પેઠે અહિં પણ મૈત્ર થઈ.
એક વખત લોકોએ શ્રીષેણ આગળ ફરિયાદ કરી કે “હે રાજન! આપના રાજ્યમાં સમરકેત નામનો પલ્લીપતિ લૂંટ ચલાવે છે. અને પર્વત ઉપર કિલ્લો બાંધી રાખપૂર્વક રહે છે. અમે સર્વે તેનાથી ત્રાસ પામ્યા છીએ. આપ અમારું રક્ષણ કરો.' સભામાં