________________
૫૮
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ
-
-
-
-
-
-
-
-
૫
-
w
w
w
- -
w
w
w
*
આવી ચડયા. અને શેક બોલી ઉઠી કે નાથ ! રાવણ ગયે પણ સીતાના મનમાંથી હજી વિસર્યો નથી જુઓ આ એણે એના પગ આળેખ્યા રામે શોકની વાતમાં માથું ન માર્યું અને તુર્ત પાછા ફર્યો પણ શેકાએ આ વાત દાસીઓ દ્વારા લેકમાં વહેતી સુકી અને લેકે અપવાદ બોલવા લાગ્યા.
વસંતત્રતુ આવી. સૌ નરનારીઓ આનંદમાં હતા. રામ પણ સીતાને સાથે લઈ મહેન્દ્રોદય ઉદ્યાનમાં પધાર્યા, સીતાએ દેવાચનને દેહલે રામને જણવ્યે રામે સીતા સાથે અરિહતની પૂજા ભક્તિ કરી. એવામાં સીતા બલી “નાથ! કહો કે ન કહે આજે ધર્મ કાર્યમાં રકત છીએ છતાં મારૂ હદય કેમ બળે છે? અને જમણું નેત્ર કેમ ફરકે છે? દૈવને શું હજી રાક્ષસ દ્રોપમાં મોકલી પતિના વિરહથી સળગાવ્યાં છતા કાઈ બીજ, એરતે રહી ગયો છે?” રામે કહ્યું “દેવિ ! ખોટા વિકલ્પ ન' કરે. સુખદુ:ખે કર્મને આધીન છે પાપ પૂન્યથી ઠેલાય છે માટે પૂન્યમાં ચિત્ત પરે ?
એક વખત રામ બેઠા છે તેની આગળ વિજય, સુરદેવ, મધુમાન, પિગલ, કાશ્યપ, વિગેરે અધિકારીઓ આવ્યા અને નમન કરી ઉભા રામે કહ્યું “તમારે શું કામ છે? અને જે હોય તે જણાવો” અધિકારીઓ જીભ બહાર કાઢી શક્તા નથી. અને કઠે આવેલા શબ્દ પાછા હૃદયમાં ઉતારી જાય છે રામે કહ્યું “તમે શા માટે મુંઝાવ છો? નભયપણે જે કહેવું હોય તે કહો વિજય અધિકારીએ કહ્યું, “નાથ! કહેતાં જીભ ઉપડતી નથી પણ ન કહીએ તે સ્વામીના વચક કહેવાઈએ લોકોમાં ચરેને ચૌટે એવી વાત થાય છે કે રાવણે સીતાને હરણ કરી અને ઘરમાં ઘણા દિવસ રાખી: સીતા ગમે તેવા પવિત્ર હોય પણ દુષ્ટ રાવણ તેમનું શિયળ લૂટયા વગર રહે ખરે? અને તે માયાવી પિશાચ આગળ અબળા સીતાનું ગજુ શુ? આપણે પ્રજા છીએ એટલે બહુ બોલાય નહિ. બાકી રામને સીતા ઉપર ભલે ભો રહ્યો. આપણે તે આવી રીતે સ્ત્રી ઉપર ભરોસો ન રાખી શકીએ.” રામને અધિકારીઓના વચનો સાભળી વિવિધ વિચાર આવ્યા પણ તે સર્વ મનમા સમાવી અધિકારીઓને કહ્યું “તમે સીધા! હું લેકેનો અપવાદ દૂર કરીશ. અને સ્ત્રીની ખાતર કુલની કીતિને ઝાંખપ નહિ લાગવા દઉં.' અધિકારીઓ વિદાય થયા રામ વેશપલટ લઈ ઠેર ઠેર રખડ્યા. તેમણે પણ લેકના મેઢે એવા જ શબ્દો સાંભળી કે “રામ સીતાને રાગી છે એથી તેના માન્યામાં આવતું નથી બાકી વિષયી રાવણના ઘરમાં સીતા લાંબો વખત રહ્યાા છતા પવિત્ર રહે એ બની શકેજ કેમ? અને આટલા વખત રાવણના ઘરમાં રહેલી સીતાને પવિત્ર માની ફરી ઘરમાં રાખનાર રામ શિવાય બીજે કે રાગી જડે?” રામે આ પછી બીજા બાતમીદારને એજ્યા. તેઓએ પણ ઉપર પ્રમાણે જ કાપવાદ કહ્યા
રામની સ્થિતિ વિષમ બની તે સમજતા હતા કે સીતા નિષ્કલંક છે પણ લોકાપવાદ આગળ શું કરવું તે તેમને ન સૂઝયું ઘડીક તેમને લોકાપવાદને તરછોડવાની વૃત્તિ જાગી તે ઘધક સીતાના ત્યાગની વૃત્તિ જાગી. કાપવાદને તરછોડવામાં રઘુકુળની -