SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સીતાને ત્યાગ ] પ૭ - - - - - - - - - - - - - - - ના મે ગયે અને આ સાત પુત્રો અનુકમે ફરતા ફરતા મથુરામાં આવ્યા અને ગિરિગુફામાં ચોમાસું રહા અહિં તેમને પ્રભાવથી ચમરે કરેલ વ્યાધિ નાશ પામે. સપ્તર્ષિઓના પ્રભાવથી પિતાને દેશ નિરોગી થયે છે એ સમાચાર સાંભળી શત્રુત મથુરામાં કાવ્યો પણ તે વખતે કાર્તિકી પૂનમ હતી. તેથી શત્રુને મુનિઓને છેડે વખત ધિરતા કરવા વિજ્ઞપ્તિ કરી. પણ મુનિઓએ કહ્યું “ચાતુર્માસ પૂર્ણ થયું હોવાથી અમે હવે અહિં નહિ રહી શત્રુને મુનિઓને પિતાને ત્યાં પધારી આહાર વિહારવાનું કહ્યું ત્યારે મુનિએક “રાપિંડ કપે નહિ ?' શત્રુને મુનિઓને કહ્યું “આપના પ્રભાવથી નગરી નિરુપદ્રવ થઈ છે પણ આપ જતા કોણ જાણે શું બનશે ?” મુનિઓએ કહ્યું “ઘરે ઘર જિનબિંબ કરાવજે એટલે નગરીમાં વ્યાધિ નહિ થાય” આ પછી શત્રુને પ્રતિગૃહે જિનબિમ્બ કરાવ્યાં અને સપ્તર્ષિની રત્નમય પ્રતિમાઓ ચારે દિશાએ સ્થાપી. આ પછી મથુરા નિરુપદ્રવ અને આબાદ બનો રામ લક્ષ્મણને સ્ત્રી પરિવાર એક સમયે નાદ ફરતા ફરતા રત્નપુર નગરમાં રત્નોરથ રાજાની સભામાં આવી પોંચા રાજા પિતાની મરમાં નામે પુત્રી કોને આપવી તેની ચિંતામાં હતા નારદે લમણનું નામ સૂચવ્યું પણ ગોત્રને કારણે રત્નરથને આ વાત ન ગમી અને નારદનો તિરસ્કાર કર્યો નારદ મનોરમાનું રૂપ લઈ લમણુ પાસે પહોંચ્યા. લક્ષ્મણે રત્નરથને જીતી લીધે. રત્નરથે શ્રીદામા નામની કન્યા રામને આપી અને મનેરમા લક્ષમણને આપી. આ પછી ગમલક્ષમણ પત્ની સહિત અયોધ્યા આવ્યા અને સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા લક્ષ્મણને સોળ હજાર સ્ત્રીઓ થઈ તેમાં વિશલ્યા, રૂપવતી, વનમાળા, કલ્યાણમાળા, રત્નમાળા જિતપઘા, અભયમતી અને મનોરમા એ આઠ પટરાણીઓ થઈ. અને અહી પુત્રો થયા આ આઠ પટરાણુઓથી અનુક્રમે શ્રીધર, પૃથ્વીતિલક, અજુન, શ્રીકેશી, મંગલ, સુપાધકાર્તિ, વિમળ, અને સત્યકાર્તિક નામે પુત્ર થયા રામને ચાર રાણીઓ હતી સીતા, પ્રભાવતી રતિનિભા અને શ્રીદામા. કાપવાદથી રામે કરેલ સીતાને ત્યાગ એક વખને સીતાએ સ્વમમાં બે અષ્ટાપદ પ્રાણીને મુખમાં પ્રવેશતાં દીઠા. સવારે આ રૂમની વાત રામને કહી રામે કહ્યું તમારે બે વિરપુત્રો થશે સીતા સગર્ભા બની અને રામને પ્રથમ કરતાં પણ વધુ પ્રિય થઈ પડી સીતાને સગર્ભા જાણી શક્યને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ તેમણે હસતાં હસતાં એકવાર પૂછયું કે “સીતા! રાવણનું રૂપ કેવું હતુ?” સીતાએ કહ્યું “મેં એના પગ શિવાય કાંઈ જોયું જ નથી.” શોકોએ કહ્યું “પગ તે પગ આળેખી બતાવ સીતાએ કહ્યું “એ પાપીના પગ આળેખીને શું કામ છે?” શોએ કહ્યું “હવે તો એ ગયે આપણે કૌતક તો પુરું કરીએ આલેખ! આલેખ!' સીતા શેના આગ્રહથી આલેખે છે. તેટલામાં રામ અચાનક
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy