________________
[ લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
-
-
-
-
-
-
જ
જ
પિતાના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયાં નહિ. આ વાતની ખબર પડતાં જ વિભીષણ સીતાની પાસે આવ્યે એણે સીતા કોણ છે એ જાણી લીધું સતી સીતાની પવિત્ર જન્મ કથા સાંભળીને વિભીષણને રાવણના દુષ્ટકમને ખ્યાલ આવ્યું. એણે રાવણને એ દુછ કમ છોડી દેવા કહ્યું. પરંતુ કામાતુર બનેલ રાવણના કામી મન પર વિભીષણના કહેવાની કશી જ અસર થઈ નહિ ઉલટે રાવણને કામ વધુ પ્રમાણમાં પ્રજજવલિત થએણે સીતાને પિતાના વિમાનમા બેસાડીને પિતાના વિશાળ રાજ્યનું દિગ્દર્શન કરાવ્યું તે પણ સીતાએ રામ સિવાય અન્ય પુરુષનું સ્મરણ કર્યું નહિ. છેવટે રાવણે સીતાને અશોકવનમાં મૂકી. વિભીષણે રાજ્યના અમાત્યને બોલાવ્યા ને રાવણને આ કાર્યમાંથી પાછો વાળવા શું કરવું એ અને એમની સલાહ પૂછી. પ્રધાનેએ એ સર્વ કામ વિભીષણ પર જ છોડી દીધું
અહિં રામ સીતાના વિરહથી શોકમાં દિવસો પસાર કરી રહ્યા હતા સુગ્રીવ રામની પાસે આ નહિ એટલે રામે લક્ષ્મણને સુગ્રીવની પાસે મોકલ્યા. લક્ષમણે સુગ્રીવને રામને મદદ આપવાના વચનને ભૂલી જવા માટે ઠપકે આ સુગ્રીવે પિતાની ભુલની મારી માગી ને સત્વર તે મહાસભ્ય સાથે રામની પાસે આવ્યું તેણે સીતાની શોધ માટે સૈન્ય રવાના કર્યું ને પોતે પણ સીતાની શોધ માટે ચાલી નીકળે. હનુમાનની પરાકૅમ ગાથા
ભામંડળને સીતાહરણની જાણ થતાં રામની પાસે આવ્યો. સુગ્રીવ ભામંડળના એક અનુચર રત્નજીને મળે. રત્નજીએ જણાવ્યું કે સીતાનું હરણ રાવણે કર્યું છે અને તે સીતાને લંકામાં લઈ ગયેલ છે. સુગ્રીવે આ વાત લક્ષ્મણને કરી. લક્ષમણે તરત જ એ દુષ્ટ રાવણના મસ્તકને છેદીને સીતાને પાછા લઈ આવવાની પ્રતિજ્ઞા કરી. સુગ્રીવ સહિત વિદ્યાધરએ લક્ષ્મણને કહ્યું આપ રાવણનો પરાભવ કરશે તેમાં અમને શંકા નથી. છતાં કેટિશિલા જે ઉપાડે તે વાસુદેવ બની પ્રતિવાસુદેવનો પરાભવ કરશે તેવું જ્ઞાની વચન છે. તેથી લક્ષમણને તેઓ કેરિશિલા પાસે લઈ ગયા અને લક્ષ્મણે તે કેટિશિલા ઉપાડી. આથી વિદ્યાધરો આનંદ પામ્યા અને બોલી ઉઠયા કે “કોને રંજાડનાર રાવણને પરાભવ તમારા હાથે જ નિર્માયે છે ” આ પછી સૌ રામ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હવે રાવણની સામે યુદ્ધ જાહેર કરે. પરંતુ આ સાચા વીરપુર હોવાથી એમણે રાવણની સીમ યુદ્ધ કરવા સિન્ય કહ્યું નહિ, પરંતુ હનુમાનને રાજદૂત તરીકે રાવણની પાસે માલ્યા. એમણે હનુમાનને રાવણને વળતો જવાબ લઈ અને સીતાની સ્થિતિ જોઈને તરત જ પાછા કરવાની સૂચના આપી. રામ લક્ષ્મણ અને અન્ય વડીલેના આશિર્વાદ લઈને વાયુપુત્ર હનુમાન લંકા તરફ રવાના થશે.
લંકા તરફ આકાશમાં ઉડતાં ઉડતાં હનુમાન એની માતા અંજનાના પિતા મહેન્દ્ર રાજાના રાજ્યમાં આવ્યો. પિતાની માતાને નહિ સ ઘરનાર રાજા મહેન્દ્ર પર હનુમાનને ભારે ક્રોધ ચડ, આથી હનુમાને રણવાદ્ય વગાડી યુદ્ધ જાહેર કર્યું મહેન્દ્ર સૈન્ય સહિત સામે આવ્યે અને દારૂણ જંગ ખેલાયે. તેમાં હનુમાને તરત જ મહેન્દ્રરાજાને કેદ કયો.