________________
૨૪
[લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ
રામના વનવાસની તૈયારી.
ભરત આ સાભળીને ઘણું જ વિસ્મય પામે રામ હોય ત્યાંસુધી પિતાનાથી-ગાણી પર બેસાય નહિ” એમ જણાવ્યું પરંતુ રામે ભરતને સમજા. પણ ભરતે તેમ છતાં રાજ્ય ગ્રહણ કરવા માન્યું નહિ આથી રામે વિચાર્યું કે હું અહિં હિઈશ ત્યાંસુધી ભરત 'રાજગાદી પર બેસશે નહિ. એટલે રામે વનવાસ જવાનો વિચાર કર્યો. એમણે એ વિચાર દશરથને જણાવ્યું. તે સાંભળીને પુત્ર પરના અધિક વાત્સલ્યને લીધે દશરથ રાજા મૂછ પામ્યા.
રામ કૌશલ્યાની રજા લેવા જતાં કૌશલ્યા પણ એ વાત સાંભળીને મૂછ પામ્યાં. આ પછી સીતા પોતાની પાસે રહેશે એવા વિચારથી તે ભાનમાં આવ્યા. પણ સીતાએ રામની સાથે જવા તૈયારી કરી. એથી કૌશલ્યાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. રામ અને સીતા વનવાસ જાય છે એ વાત જ્યારે લમણે સાંભળી ત્યારે તે ભારે ક્રોધાયમાન થયા. પણ તેણે વિચાર્યું કે ગમે તેમ હોય પણ મારું પોતાનું પહેલું કર્તવ્ય તો એ છે કે રામની સેવા' કરવી. માટે મારે રામની સાથે વનવાસ જવું તે તેની માતાની રજા લેવા ગયો સુમિત્રાએ રજા આપી ને લક્ષમણુને પળને પણ વિલંબ કર્યા વિના સીતા અને રામની પાછળ જવા કહ્યું, આખી નગરી એમના જવાથી શોકમાં ડૂબી ગઈ
, ભરત રામની ગેરહાજરીથી વ્યાકૂળ થઈ ગયે. એણે રામને પાછા લાવવા માટે પિતાના સામ તેને રામની પાછળ મોકલ્યા પણ રામે સામને પાછા વાજ્યા ને પિતે ગભીર નામની નદી પાર કરી આગળ વધ્યા સામે તેને પાછા ' આવેલા જોઈ ભરતને ભારે ખેદ - ધ આ પછી ભારત, પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત કરતી કૈકેયી તથા અન્ય અનુચરામને પાછા બોલાવવા ગયા પણ રામ પાછા ન જ આવ્યા એમણે કહ્યું: “હે ભરતી તારી ભાતભક્તિ હું સમજી શકું છું પણ મેં લીધેલી પ્રતિજ્ઞા હું તોડું તે આપણા રઘુકુળની કીર્તિ પર પાણી ફરી વળે આપણું કુળની સ્થાપિત થયેલી ખાનદાની પર મારે લાછન લગાડવું જોઈએ નહિ ?
' 'આ પછી કેકેયી બેલી “વત્સ! “રતનું વચન માન્ય કરી પાછા ફરે આમાં નથી દેષ તમારા પિતાને કે નથી દેષ ભરતને, દોષમાત્ર હોય તે આ એક કેકેયી છે તેણે પતિને, પુત્રને અને પ્રજાજનોને દુખ ઉત્પન્ન કર્યું છે. રડાવ્યા છે મારા ઉપર કૃપા કરી પાછા ફરે અને મારા ઉપર ફેલાએલો અપવાદ દૂર કરે. કારણ કે તમે મારા પણ પુત્ર છે. હું ઓરમાન છે પણ તમારી માતા છું.' આમ બોલતાં એકેયી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડી રામે કહ્યું “માતા! રડે નહિ. દેષ કેઈને નથી આમાં તે મારી કસોટીને પ્રસંગ છે. દશરથનો પુત્ર થઈ પિતાની આજ્ઞાને હું કેમ ભંગ કરું? પિતાએ ભરતને રાજ્ય આપ્યું હું તેમાં સંમત છું મારે બીજું કાંઈ કહેવાનું નથી હું ભરતને એટલું જ કહું છું કે 'મારી આજ્ઞા માનીને પણ તું રાજ્ય સ્વીકાર. તુર્ત રામે સીતા પાસે જળ મંગાવ્યું અને સામતિ સમક્ષ રામે સવહતે ભરતને રાજ્યાભિષેક કર્યો, છેવટે કંચવાતા દિલે કૈકેયી, ભારત અને સામતે અયોધ્યા તરફ વળ્યા અને રામ લક્ષ્મણ તથા સીતા દક્ષિણ દિશા તરફ