________________
બલદેવ રામ અને વાસુદેવ લક્ષમણ ]
રહ્યા હતા. રામ સીતા અને બીજો એને પરિવાર ત્યાં હાજર હતા. એ સમયે એક વિમાનમાં બેસીને ભામડળ તેના પિતા અને માતા આકાશમાર્ગે જતાં હતા. સત્યભૂતિ મુનિનું પ્રવચન સાંભળવા તેઓ ત્યાં ઉતર્યા મુનિએ તક જાણીને સીતા ભામંડળ વગેરેના પૂર્વજન્મની કથા કહી સંભળાવી આથી ભામડળ ઘણે જ લજજા પાપે સીતા અને રામની તેણે માફી માગી. તરત જ એ લેકેએ જનકરાજા તથા વિદેહાને બોલાવ્યા ને ભામંડળની વાત જણાવી જનકરાજા પિતાના પુત્ર ભામંડળને સ્નેહથી ભેટી પડે. ચંદ્રગતિએ ભામંડળને ગાદી પર બેસાડી ને પિતે દીક્ષા લીધી. ત્યાર પછી દશરથ રામ વિગેરેને નમી ભામંડળ પોતાના નગરે ગયે. દશરથના પૂર્વભવ.
આ પછી દશરથે સત્યભૂતિ મહર્ષિને પિતાના પૂર્વભવો પૂછયા. મુનિએ કહ્યું: સેનાપુરમાં ભાવન નામના વણિકને દીપીકા નામની પત્નીથી ઉપાસી નામે કન્યા હતી તે સાધુઓની પ્રત્યે દ્વેષ રાખવાથી ઘણે વખત સંસારમાં રખડી રંગપુરમાં ધન્યવણિકની સુંદરી નામના પત્નીથી વરૂણ નામે પુત્ર થ અહિં સાધુઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરી યુગલિક થઈ દેવ બની પુષ્કલાવતી વિજયમાં નંદીઘોષના પુત્ર નીવર્ધન નામે રાજપુત્ર થયે. અહિ તે શ્રાવકપણું પાળી દેવલેકે જઈ રત્નમાળીની વિઘુલતા નામની સ્ત્રીથી સુર્ય જય નામે મહાપરાક્રમી પુત્ર થયે. એક વખતે રત્નમાળી વાયન નામના વિદ્યાધરને જીતવા સિંહપુર ગયે ત્યાં તેણે આખા સિંહપુરને બાળવા માંડયું તે વખતે ઉપમન્યુ નામના તેના પૂર્વજન્મના પુરોહિતને જીવ જે સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયે હતું તેણે આવી કહ્યું.
“હે મહાનુભાવી ઉગ્રપાપ ન કર તું પૂર્વ જન્મમાં ભૂરિનંદન રાજા હતા તેં પુરોહિતના કહેવાથી માંસ ભજનની પ્રતિજ્ઞા ભાંગી તું મૃત્યુ પામી અજગર થઈ નરકમાં જઈ રત્નમાળી રાજા થયે. અને હું ઉપમન્યુ ત્યાંથી મૃત્યુ પામી હાથી થઈ સહસાર દેવલોકમાં દેવ થયે
અહિં તને ઘેર પાપ કરતે દેખી પ્રતિબંધ કરવા આવ્યો છું. આ પ્રમાણે પૂર્વજન્મ સાંભળી રત્નમાળી યુદ્ધથી અટક અને તારા (સૂર્ય જયના) સૂર્યનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સૂર્યજય પુત્રસહિત તિલકસુર નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. આ પછી બન્ને જણ સહસાર દેવલોકમાં જઈ સૂર્યજય તે તું દશરથ થયા અને રત્નમાળી
વીને જનકરાજા થયો પરહિત ઉપમન્યુને જીવ સહસ્ત્રાર દેવકથી આવી જનકને અનુજબંધુ કનક થયે ન દિવર્ધનના ભવમાં તારો પિતા જે નદિોષ હતું તે હું ચૈવેયકથી વી સત્યભૂતિ થયે છું.”
આ પ્રમાણે પૂર્વભવ સાંભળી દશરથને વૈરાગ્યભાવના ઉત્પન્ન થઈ એણે બધાને બોલાવ્યા ને પિતાને વિચાર જણ ભરતે પિતાની સાથે દીક્ષા લેવા તૈયારી બતાવી એથી કેકેયીએ દશરથને કહ્યું: “હે સવામી મારૂ એક વરદાન તમારી પાસે લેણું છે હું મારું છું કે મારા ભરતને ગાદી પર સ્થાપિત કરે”