________________
વિજયી રાવણ ]
ડગાવવા પ્રયત્નો કર્યા. પણ એમના બધા જ પ્રયત્નો પાણીમાં ગયા. એમણે કૈકસી સૂપણખા અને રત્નથવાના રૂપ ધારણ કર્યા અને એ લોકે મરી ગયાં હોય એવા માયાવી દ ઉભાં કર્યો. તે પણ પેલા ભાઈઓ ધ્યાનમાં અડગ જ રહ્યા.
આ જેઈને તે પેલો દેવ ઘણે જ કોવાયમાન થઈ ગયે એણે માયાવી વિદ્યાથી ત્રણે ભાઈઓનાં માથાંઓ છેદી નાખેલાં દેખાડયાં રાવણનું માથું કુંભકર્ણ અને વિભીષણની આગળ નાંખ્યું અને કુંભકર્ણ તથા વિભીષણનાં મસ્તક રાવણની આગળ નાંખ્યાં.
મોટાભાઈ રાવણનું ભરતક જેઈને વિભીષણ અને કુંભકર્ણ ધ્યાનમાંથી સહેજ ચલિત થયા એ બન્ને ભાઈઓને રાવણ તરફ પૂજ્યભાવ હોવાથી જ એમ બન્યું.
પરંતુ રાવણ તે પિતાના સ્થાનમાંથી લવલેશ પણ ડગે નહિ. ઉલટ એ તે પિતાના ધ્યાનમાં વધુ દૃઢ થયો, એની આવી મહાન તપસ્યા જોઈને આકાશમાંથી દેવવાણી થઈ કે “રાવણ એક મહાન તપસ્વી છે. એ ખરે નિશ્ચયી છે ”
અને તરત જ પ્રજ્ઞપ્તિ આદિ એક હજાર વિદ્યા “હે રાવણ! અમે તને તાણે છીએ” બોલતી આકાશને પ્રકાશિત કરી રહી કુંભકર્ણને સંવૃદ્ધિ આદિ પાંચ વિદ્યાઓ અને બિભીષણને સિદ્ધાર્થ આદિ ચાર વિદ્યાએ અનુક્રમે સિદ્ધ થઈ.
પેલા યક્ષે તરત જ રાવણને પ્રણામ કર્યા અને પિતાના પાપના પ્રાયશ્ચિત્ત રૂપે એણે રાવ)ને માટે સ્વયંપ્રભ નામે નગર રચાવ્યું.
વિદ્યાઓની સિદ્ધિ મેળવીને રાવણ પિતાનાં સગાંવહાલાઓની સાથે પાછો પોતાના નગરમાં પ્રવેશ્ય એ ઉપરાંત રાવણે છ ઉપવાસનું તપ કરીને ચંદ્રહાસ નામનું એક ઉત્તમ ખ સાધ્યું.
તે અસામાં વિતાય પર્વત પર સુરસંગીત નામના નગરમાં વિદ્યાધરનો રાજા અય રાજ્ય કરતો હતે. એની સ્ત્રીનું નામ હેમવતી હતું અને પુત્રીનું નામ મંદોદરી હતું ?
મદદરી ઉંમરલાયક થવાથી મય રાજા પિતાના એક મંત્રીની સલાહ મુજબ મા દેદરીને વિવાહ પરાક્રમી રાવણ સાથે નક્કી કરવા સ્વયંપ્રભ નગરમાં આવ્યે રાવણના વડિલોએ અને સ્વજનોએ એ વાતને સમતિ આપી એટલે થોડા જ દિવસમાં રાવણ અને મદેદારીનાં ભારે ધામધૂમથી લગ્ન થયાં.
મેઘરવ નામના પર્વત પર આવેલા ક્ષીરસાગરમાં ક્રીડા કરવાને માટે એક વખત રાવણ ગયો એ ક્ષીરસાગરમા છ હજાર ખેચરકન્યાઓ ત્યારે સ્નાન કરી રહી હતી. રાવણનું સ્વરૂપવાન સુખ અને સ્નાયુબદ્ધ સુંદર શરીર જોતા જ એ છ હજાર કન્યાઓ તેના પર હિત થઈ ગઈ અને કહેવા લાગીઃ “હે સ્વરૂપવાન અને પરાક્રમી રાજા રાવણ ! અમે તારા પર મોહિત છીએ. અમે તને પરણવા માગીએ છીએ. તું અમને નહિ પરણે તે અમે અહિં પાણીમાં ડૂબીને મરી જઈશું.”