________________
શ્રી મહિનાથ ચરિત્ર]
૧૫૫
એક વખત ભરતાના સ્વામિ પ્રહૂલાદ પ્રતિવાસુદેવે નદન અને દત્તની પાસે એરાવણ જે હાથી છે એવું સાંભળી તેની માગણી કરી. તેમણે તે ન આપે તેથી પ્રહૂલાદ નંદન અને દત્તની ઉપર સૈન્ય સહિત ચડી આવ્યા. પરસ્પર યુદ્ધ થયું. સર્વ શસ્ત્રાસ્ત્ર ખુટતાં પ્રહૂલાદે દત ઉપર ચક છોડયુ. ક્ષણભર ચકે દત્તને મૂછ પમાડી પણ તે તેના હાથમાં આવી ઉભું રહ્યું. દત્તે તે ચક પ્રતિવાસુદેવ ઉપર છેડયું. તેણે પ્રતિવાસુદેવનું માથું કાપી નાખ્યું. ત્યારપછી તે દત્તના હાથમાં આવી ઉભું રહ્યું. સર્વત્ર જયજયકાર ફેલા. પ્રતિવાસુદેવનું લશ્કર વાસુદેવને શરણે આવ્યું. આ પછી દત્તવાસુદેવે ત્રણ ખંડ 'સાયા. કોટિશિલા ઉપાડી અને આ ભરતક્ષેત્રના સાતમા વાસુદેવ થયા
દત્તવાસુદેવે કુમારપણામાં નવ વર્ષ માંડલીકપણામાં પચાસ વર્ષ, દિગવિજયમાં પચાસ વર્ષ, અને વાસુદેવપણામાં પંચાવન હજાર વર્ષ એવી રીતે છપન્ન હજાર વર્ષનું આયુષ્ય ભેગવ્યું. અંતે પાય કર્મ ઉપાઈ પાંચમી નરકભૂમિમાં ગયો. દર વાસુદેવના અવસાન પછી નંદન બલભદ્રે દીક્ષા અંગીકાર કરી. અને પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પાળી તીવ્ર તપ તપી સિદ્ધિપદને પામ્યા.
શ્રી મલિનાથ ચરિત્ર
(૧)
પૂર્વભવ વર્ણન પ્રથમ-દ્વિતીયભવ મહાબલ રાજા અને અનુત્તર વિમાનમાં દેવ.
આ જંબુદ્વિીપના પશ્ચિમ મહાવિદેહને વિષે સલિલાવતી વિજયમાં વીતશેકા નામે નગરી હતી. આ નગરીમાં બલનામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણે પત્નીથી કેશરીસિંહ સ્વમ સૂચિત મહાબલ નામે પરાક્રમી પુત્ર થશે. યૌવનવય પામતાં મહાબલને કમલશ્રી વિગેરે પાંચસે રાજકન્યા સાથે પરણાવ્યો આ મહાબલ રાજકુમારને અચલ, ધરણ, પૂરણ, વસ, વૈશ્રવણ અને અભિચંદ્ર નામે છ રાજાઓ બાલમિત્ર હતા. એક વખત નગરના ઉદ્યાનમાં કેટલાક મુનિઓ સમવસર્યો. આ સુનિની દેશના સાંભળી બલ રાજાએ મહાબલને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરી સુંદર ચારિત્ર પાળી મેક્ષે ગયા.
સમય જતાં કમલશ્રી રાણી થી મહાબલને બલભદ્ર નામે પુત્ર થયે. તેને ઉમર લાયક થતાં યુવરાજ પદવી આપી. અને પોતે મિત્રો સાથે ધર્મમાં સ્થિર થયે. એક વખત તેને વૈરાગ્ય ભાવના જાગી. અને તેણે બલભદ્રને રાજ્યગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કર્યો. મિત્રોએ કહ્યું “અમે તમારી સાથે દીક્ષા લઈશું.” તેઓ પિતાના રાજ્યમાં જ પોતાના પત્રોને રાજગાદી આપી મહાબલ સાથે દીક્ષા અંગીકાર કરી. સૌએ એ નિર્ણય કર્યો કે આપણે એક સરખી તપશ્ચર્યા કરીએ અને એક સાથે પારણું કરીએ. પણ મહાબલ માયા રાખી સૌ કરતાં કાંઈને કાંઈ અધિક તપ કરતા. તેમજ જ્યારે બીજા સુનિઓ