________________
૧૫૪
[ લઘુ વિષષ્ટિ શલાકા પુરુષ,
-~- ~ ~~ સાતમા નંદન બલભદ્ર, કત વાસુદેવ અને પ્રહૂલાદ ,
પ્રતિવાસુદેવ ચરિત્ર,
બલભદ્ર, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ પૂર્વભવ.
હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં દત્ત, નંદન અને પ્રહલાદ નામે વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવ થયા તેનું ચરિત્ર કહેવામાં આવે છે. ,
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં સુરસીમા નામે નગરી હતી. તેમાં વસુંધર " નામે રાજા રાજ્ય કરતું હતું. તેણે લાંબે વખત રાજ્ય પાળી સુધર્મ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. અને ચારિત્ર પાળી બા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે.
આ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં શીલપુર નગરને વિષે મંદરધીર નામે રાજા - રાજ્ય કરતું હતું. તેને લલિતમિત્ર નામે પુત્ર હતો. રાજાના ખેલ નામના મંત્રીએ કુમાર લલિતમિત્ર સંબંધી આડું અવળું ભરાવી રાજાના નાના ભાઈને ચુવરાજપદ ઉપર સ્થપાવ્યો. આ પરાભવથી લલિતમિત્રે ઘોષસેન (બોધસેન) સુનિ પાસે દીક્ષા લીધી. લલિતમિત્રમુનિએ તપશ્ચર્યા કરતાં છતાં “આ તપના પ્રભાવ વડે હું ખેલ મંત્રીને વધ કરનાર થાઉં” એવું નિયાણું કર્યું. પ્રતે નિચાણની આલોચના લીધા વિના મૃત્યુ પામી સૌધર્મ દેવલેકમાં લલિતમિત્ર રાજર્ષિ દેવપણે ઉત્પન્ન થયા.
[૨] પ્રતિવાસુદેવ, વાસુદેવ અને બલદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને મૃત્યુ.
પેલે ખેલ મંત્રી લબે વખત સંસારમાં રખડી તિલકપુર નામના નગરમાં વિદ્યા, ધોને ઈન્દ્ર પ્રહલાદ નામે પ્રતિવાસુદેવ થયે.
આ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં વાણારસી નામે નગરી હતી. ત્યાં અશિસિંહ, નામે રાજા રાજ્ય કરતે હતો. તેને જયંતી અને શેષવતી નામે બે સ્ત્રીઓ હતા. વસુંધર રાજાનો જીવ પાંચમા દેવલોકમાંથી ઍવી જયંતીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. જયંતી માતાએ બલદેવના જન્મને સૂચવનારો ચાર સ્વો દે. પૂર્ણ સમયે જયંતીએ પુત્રનો જન્મ આપે. અગ્નિસિંહે તેન નંદન એવું નામ રાખ્યું. લલિતમિત્રનો જીવ સોધર્મ દેવકથી ચ્યવી શેષવતીની કુક્ષિને વિષે અવતર્યો. માતાએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત સ્વમ જેયાં. માતાએ પૂર્ણ સમયે પુત્રનો જન્મ આચ્ચે અને માતાપિતાએ તેનું દસ એવું નામ રાખ્યું. ત અને શ્યામ વર્ણવાળા, નીલ અને પત વસ્ત્રવાળા, ગરૂડ અને તાડના ચિહ્નવાળા નંદન અને દત્ત બને ભાઈઓ છત્રીસ ધનુષ્યની કાયાવાળા થયા.