________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકે પુરુષ,
૧૫૬
:
ઉપવાસ કરે ત્યારે તે બે કરતા. અને બીજા બે કરે ત્યારે તે ત્રણ ઉપવાસ કરતા. અને પારણા વખતે આજે મારી તબીયત બરાબર નથી એમ હતુ કાઢી તપ વધારતા. આ માયાને અગે ઉગ્રતય અને વીશસ્થાનક તપથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યા છતાં મહાલ રાજવિએ સ્ત્રીકમ ઉપાર્જન કર્યું. છ મિત્રો સહિત મહાબલ કુમારે સિંહનિષ્ક્રિડિત, એકાવલિ વિગેરે અનેક તપ કરી રાશીલાખ પુર્વનું આયુષ્ય પાળી પ્રાતે અણુસણ પૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં સૌ સાથે દેવપણે ઉન્ન થયા.
•
[૨] • •
તૃતીયભવ-શ્રી મલ્લિનાથ ભગવાન આ જંબુદ્વીપના દક્ષિણ ભારત મિથિલા નામે નગરી હતી. ત્યાં કુંભ નામના રાજાના પ્રભાવતી રાણુની કુક્ષિને વિષે મહાબલો જીવ અનુત્તર વિમાનથી ચ્યવી ફાગણ શુદ ચૌદસના દિવસે અશ્વિની નક્ષત્રમાં ઉત્પન્ન થશે. પ્રભાવતી રાણીએ ચૌદ સ્વમ જોયાં. દેવેએ ચ્યવન મહોત્સવ કર્યો પૂર્ણ સમયે માગશર શુદ ૧૧ના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતીએ કુંભલંછન વાળી પુત્રીનો જન્મ આપ્યો. દેવોએ જન્મમહત્સવ કર્યો. પિતાએ તેનું નામ મલ્લિ રાખ્યું. કારણકે પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેની માતાને પુષ્પમાલ્ય ઉપર શયન કરવાનો દેહદ ઉત્પન્ન થયો હતો. અનુક્રમે મલ્લિકુમારી વૃદ્ધિ પામવા લાગ્યાં.
આ તરફ મલિકુમારીના પૂર્વભવના મિત્રોમાંથી અચલને જીવ વૈજયન્ત વિમાનમાંથી ચ્યવી સાકેતપુર નગરને પ્રતિશુદ્ધ નામનો રાજા થયો. તેને પદ્માવતી નામની રાણ હતી. રાણીએ નાગદેવની બાધા રાખી હતી. આથી રાજા પરિવાર સહિતનાગમંદીરે ગયો. સુંદર શોભા દેખી રાજાના મનમાં અભિમાન આવ્યું. અને તેણે સ્વયં બુદ્ધિ મંત્રને પૂછયું “આવું સ્ત્રીરત્ન અને પુષ્પમંડપ તથા પુષ્પમુદગર તમારા જેવામાં કોઈ દિવસ આવ્યો છે ખરો? મંત્રીએ નમ્રભાવે કહ્યું “મહારાજા કુંભરાજાની પુત્રી મલ્લિકમારીનું રૂપ અને તેને પુષ્પમુગર, જેણે જોયો હોય તે આને વખાણી ન શકે રાજાને પૂર્વજન્મના અનુરાગથી મલ્લિકુમારી પ્રત્યે અનુરાગ જાગ્યો. તેણે તેના માળામાટે કુંભરાજાના દરબારમાં દૂતને મોકલ્યો : '. 1. બીજા ધરણને જીવ વિજયંત વિમાનમાંથી ચવી ચંદ્રછાય નામે રાજા થયો. તેના રાજ્યમાં અહંન્નક નામે શ્રાવક હતો. તે એક વખત વ્યવસાય માટે વહાણુમાં બેસી જતો હતો ત્યારે દેવે તેને ધર્મથી ચલિત કરવા ખુબ ઉપસર્ગ કર્યો. પણ અહંક સમકિતથી ચલિત ન થયે. આથી દેવે પ્રસન્ન થઇ તેને કંડલની બે જોડી આપી. “અહંક એક જોડકુંભરાજાને ભેટ ધરી અને બીજી જેડી ચન્દ્રછાયને આપી. બીજી જેડ લેતાં ચન્દ્રછાયે કુંડળ સંબંધી વિગત પૂછી. અહંન્નકે સવિસ્તર વાત કહી અને જણાવ્યું કે અદ્ભત રૂપવાળી મહિમારીને મેં એક જોડી આપી છે. અને બીજી જેડી આપને આવું છું.” રાજાને પૂર્વના સંસ્કારથી તેની પ્રત્યે સ્નેહ જાગ્યો. “અને તેણે પણું મલ્લીકુમારીના ભાગા માટે કુંભ રાજાની પાસે દૂતને રવાના કર્યો.