________________
શ્રી શાંતિનાથ ચરિત્ર
૧૪૧
ખોરાક આપું પણ પારેવું તો નહિ જ મળે.”યેને કહ્યું “મારે ખોરાક તે માંસ છે. અને તે પણ મારી સમક્ષ છેદીને અપાય તેજ માંસ મારે જોઈએ.” રાજાએ કહ્યું. “હું મારા શરીરમાંથી કબુતરના વજન જેટલુ કાપીને તને માંસ આપું તે તારે ચાલે કે કેમ? યક્ષિએ કહ્યું “ જરૂર ચાલશે પણ હે મુગ્ધ રાજવી! પક્ષિ ખાતર હજારેને પાલક તું શા માટે તારે જીવ હેડમાં મુકે છે.” રાજાએ કહ્યું “પક્ષિ! પ્રાણ કરતાં પણ શરણાગતની રક્ષા મારે મન વધુ મહત્વવાળી છે તુર્ત ત્રાજવું મંગાવ્યું. એક પલ્લામાં કબુતર સુર્યું અને બીજા પલ્લામાં સત્વશાળી દયાવાન મેઘરથ રાજા છરીથી કાપી કાપીને પિતાના શરીરનું માંસ નાંખવા લાગ્યા, પણ કબુતરનું પલ્લું ઉંચું ન આવ્યું. તુd રાજા પતે પલ્લામાં ચડી બેઠે. આ બાજુ પ્રજા, સેવક અને પરિવાર આંખમાં આંસુ લાવી વિનંતિ કરે છે કે આપ હજારેના પાલક છે. પક્ષિ કરતાં ઉત્તમ છે અને જ્ઞાની છે” રાજા કહે છે કે “અંગીકાર કરેલ કાર્યને જીવને જોખમે પણ પાર પાડવું જોઈએ. આ પરસ્પર વાર્તાલાપ ચાલે છે તેવામાં આકાશમાંથી અવાજ આવ્યો કે “હે મેઘરથ રાજા! ધન્ય તારા સત્વને અને ધન્ય તારા જીવનને!” ત્યાં તે એક દેવ હાજર થયો. અને રાજાને કહેવા લાગ્યો. “હે રાજન! આ પરસ્પર વિધવાળાં બે પશિમાં હું અધિષિત થઈ તમારી પરીક્ષા કરવા માટે આવ્યો હતે. ખરેખર આપને જન્મ અને જીવન સફળ છે. મને ઈશાનેન્દ્રની પ્રશંસામાં શંકા ઉપજી તેથી હું આપના સત્વની પરીક્ષા કરવા આવ્યો હતો પણ મેં તે ઈન્દ્રની પ્રશંસા કરતાં પણ આપનામાં અધિક સર્વ નિહાળ્યું. રાજાની ક્ષમા માગી દેવ દેવલોકમાં ગયો.
આ પછી મેઘરથ બે પક્ષિઓનાં પરસ્પર વિરોધનું કારણ કહે છે. આ નગરમાં સાગરદત્ત શેઠની વિજયસેના નામની પત્નીની કુક્ષિથી ધન અને નન નામના બે પુત્રો થયા. એક વખત તેઓ વ્યાપાર કરવા ગયા, ત્યાં એક રત્નના કારણે પરસ્પર ઝઘડો થયો અને લડતાં લડતાં મૃત્યુ પામી કબુતર અને ચેન થયા. અને આ પરીક્ષા કરવા આવેલ દેવ જે દમિતારિ પ્રતિવાસુદેવને જીવ હાલ ઈશાન દેવલોકમાં સુરૂ૫ નામે દેવ થયો છે. તે પૂર્વરથી પરીક્ષા કરવા આવ્યું હતું. અને પક્ષિઓને પૂર્વભવનો વૃત્તાંત સાંભળી પૂર્વ ભવ યાદ આવ્યો. અને તેઓ વૈર વિસરી પ્રાંતે મૃત્યુ પામી દેવગતિમાં ગયા. લકે અને પરિવાર પૂર્વ ભવના નજીવા ઘેર સંબધે કેવાં અનિષ્ટ ઉત્પન્ન કરે છે તે વિચારતા સ્વસ્થાને ગયા.
ઈશાનેન્દ્ર અંતપુરમાં રહ્યાં રહ્યાં અવધિજ્ઞાનથી એક વખત મેઘરથ રાજાને આમ તપ કરી કાર્યોત્સર્ગમાં રહેલા દીઠા અને " તમે મને તુર” કહી પ્રણામ કર્યો. દેવાંગનાઓએ પૂછયું રંગરાગના આ સમયે તમે કોને નમસ્કાર કર્યો. ઈશાને જે કહ્યું “જેને સર્વ દેવમાયા ન ચલાવી શકે તેવા કાયોત્સર્ગસ્થિત મેઘરથ રાજાને મેં નમસ્કાર કર્યો દેવાંગનાઓને, શંકા ઉપજી. અને તેમણે મેઘરથ રાજા આગળ હાવભાવ પૂર્વક દેવાયાવિકવી. ઘણા ઘણા અનુકુળ અને પ્રતિકુલ ઉપસર્ગ કર્યો. પણ મેઘરથનું રૂવાટું ન ફરકયું છેવટે દેવગનાએ થાકી અને તેમની ક્ષમા માગી દેવલોકમાં પાછી આવી. ઈન્દ્રને કહેવા લાગી કે તમે વખાણ્યા તેવાજ મેઘરથ રાજા છે.”