SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૪૦. ' [ લઘુ ત્રિષષ્ટિ, શલાકા પુરુષ.” નામે બે રાણીઓ હતી. વજાયુધને જીવ રૈવેયક વિમાનથી એવી પ્રિયમતીની કુક્ષિને વિષે ઉત્પન્ન થયે. જન્મ થતાં પિતાએ તેનું નામ મેઘરથ પાડયું. આ અરસામાં મનોરમાની કુક્ષિને વિષે સહસાયુધને જીવ રૈવેયકમાથી ચ્યવી ઉત્પન્ન થયે તેનું નામ પિતાએ દૂરથ પાડયું. આ બન્ને બાંધ બલદેવ અને વાસુદેવ સરખા સ્નેહથી વધવા લાગ્યા. ચૌવનવય થતાં મેઘરથના લગ્ન નિહતશત્રુ રાજાની પ્રિયમિત્રા અને અનેરમાનામની રાજકન્યાઓ, સાથે થયાં અને દઢરથનાં લગ્ન નિહતશત્રુની ત્રીજી કન્યા સુમતિ સાથે થયાં. મેઘરથ અને દરથના લગ્ન સુમદિરપુરમાં થવાનાં હતાં. માર્ગમાં સુરેન્દ્રદત્ત રાજાને સીમાડે વીંધી જવાનું હતું. તેણે મેઘરથ અને તેના પરિવારને તેમાં પ્રવેશવાની ના પાડી. મેઘરથને આમાં પિતાનું અપમાન લાગ્યું. અને તેથી ત્યાં સુરેન્દ્રદત્ત સાથે યુદ્ધ કરી તેનું રાજ્ય કબજે કર્યું. પણ લગ્નબાદ પાછા ફરતાં તેને જ ફરી આજ્ઞાધારક બનાવી . રાજ્ય પાછું સોપ્યું. * કેટલાક સમય બાદ મેઘરથને પ્રિચમિત્રાથી નદિષેણુ અને મનેરમાથી, મેઘસેન નામે પુત્ર થયે. દરથની પત્ની સુમતિએ રથસેન નામના પુત્રને જન્મ આપે છે એક વખત ઘનરથ રાજા. અંતાપુર સાથે આનંદ વિનોદમાં ગુલતાન હતા. તેવામાં સુરસેના નામની વેશ્યા કહેવા લાગી “મારે કુકડે કેઈ કુકડાથી હારે તેમ નથી. મને મા બોલી “મારે તારી સાથે શરત કરવી નથી પણ મારા કુકડાને તારે કુકડે જીતશે નહિં. બંનેના કુકડાઓ લડવા માંડયા, ઘણીવાર સુધી લઢયા તે પણ તેમાંથી એકે હાર્યો નહિ. આથી ઘનરથ રાજા બોલ્યા કે આમાંથી એકે હારે તે નથી તેનું કારણ એ છે કે • રત્નપુર નગરમાં ધનવસુ અને દત્ત નામે બે મિત્રો રહેતા હતા તે નિર્ધન હતા. આથી કમાવાની ઈચ્છાએ જ્યાં ત્યાં ફરતા હતા અને કેને ખોટા તેલ માન માપાથી ઠગતા હતા. કોઈ કારણસર તે બને લોભી પરસ્પર લડી પડયા. અને આખરે આર્તધ્યાનથી મૃત્યુ પામી, પ્રથમ ભવે હાથી, બીજા ભવે અયોધ્યા નગરીમાં નંદિમિત્રને ત્યાં પાડા થયા. ત્યાંથી ભરી ઘેટા અને ત્યાંથી આ બે કુકડા થયા છે, વળી વિશેષમાં આ બે કુકડા ચંદ્રતિલક અને સૂર્યતિલકચરોથી અધિણિત છે. તેથી તેમના ઝઘડાનો અંત આવે તેમ નથી. પૂર્વભવને વૃત્તાંત સાંભળી લઢતા કુકડા થંભ્યા અને એધિષિત ખેચરે પણ પ્રગટ થયા. કરા પિતાને પૂર્વભવ સાંભળી શુદ્ધ ભાવ રાખી સારી ગતિ પામ્યા. અને ખેચરીએ પણ દીક્ષા લઈ સ્વય સાધ્યું. એક વખત મેઘરથ મહારાજા પૌષધ લઈ પષધશાળામાં બીજા રાજાઓને ધર્મદેશનો આપતા હતા. તેટલામાં એક પારે પણિ “મારું રક્ષણ કરે! મારું રક્ષણ કરે! હે . હું તમારે શરણે છું.” એમ પિકાર કરતે મેઘરથના ખોળામાં પડો તેની પાછળ તુર્ત માને પક્ષિ પણ આવ્યું અને તેણે રાજાને કહ્યું “આ મારૂં શક્ય છે. ભૂખ્ય છું, માટે મને આપે” રાજાએ શરણાગતનું કોઈપણ ભેગે રક્ષણ કરવું તે ક્ષત્રિય ધર્મ છે. માટે હું તને ‘ તે પાછું નહિ આપું. શ્યને કહ્યું “રાજા હું ભૂખે મરું છું. મારા પ્રાણ જાય છે એકને બચાવી બીજાને મારવામાં શું ધર્મ સમાયે છે?” રાજાએ કહ્યું “હું તને તું કઉં ભાજ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy