________________
-
-
-
-
--
-
-
-
-
-
-
શ્રી શાંતિનાથ ચરિત્ર
' ૧૩૭ રાખતા હતા તેવામાં અચાનક આકાશમાર્ગે સૂર્ય સરખું પ્રકાશિત વિમાન આવ્યું. વિમાન નમાંથી એક દેવી ઉતરી અને સભામંડપમાં દાખલ થઈ સિંહાસન ઉપર અધિષિત થઈ. આ પછી તે દેવી સુમતિ પ્રત્યે બોલી “હે ધનશ્રી ! સબુર કર ! પૂર્વભવ યાદ કર અને સંસારમાં ન પહJP સૌ ચમકી ઉઠયા. આ શું તે પરસ્પર વિચાર કરે છે તેવામાં તે દેવી બોલી ઉઠીકે “આપણે બને પૂર્વભવમાં મહેન્દ્રરાજા અને અનંતમતિરાણીની કનકેશ્રી અને ધનશ્રી નામે બે પુત્રીઓ હતી. ધર્મ આરાધી મૃત્યુ પામી હું સૌધર્મદેવલેકના અધિપતિની નવમિકા નામે પત્ની થઈ અને તું કુબેરની અગ્રમહિષી થઈ. આપણે તે વખતે બનેએ એ સંકેત કર્યું હતું કે જે પ્રથમ મનુષ્ય લેકમાં જાય તેને બાકીનીએ સંસારમાં પડતી બચાવી ધર્મમાગે યોજવી.” હું આથી મારી ફરજ બજાવવા અહિં આવી છે. આ કહેતાં તુર્તજ દેવી અદશ્ય બની. સભા દિગમૂઢ બની. સુમતિને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને તે બોલી “પિતા અને બાંધવ સમા હે રાજવીઓ! તમે અહિં મને વરવાને આશયે આવ્યા હતા. પણ તમે જાણે છે કે હું સંસારથી છૂટવા માગું છું. આપ મને દીક્ષા લેવાની રજા આપ, અને તમે વિવાહાત્સવ ને બદલે દીક્ષા મહોત્સવમાં જોડાઈ મને ઉપકૃત કરે.” સર્વે સભાએ હા પાડી અને સુમતિએ સાતસે કન્યાઓ સાથે સુવત સુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી અને ઉગ્ર તપ તપી મોક્ષમાં ગઈ.
અનંતવીર્ય વાસુદેવ ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય ભેગવી પ્રથમ નરકમાં ગયો. અહિં તેણે બેંતાલીશ હજાર વર્ષ નરકની વેદના સહન કરી, પણ પોતાના પૂર્વભવના પિતા ' જે ચમરેન્દ્ર બન્યા હતા. તે વચ્ચે વચ્ચે વેદનાને શાંત કરતા હતા સાતમે ભવ-અય્યત દેવ લોકમાં દેવ.
અનંતવીર્યના મૃત્યુ બાદ અપરાજિતને ચેન ન પડયું. તેણે રાજ્ય પુત્રને સોંપી યશોધર ગુરૂપાસે દીક્ષા ગ્રહણ કરી અને સુદર ચારિત્ર પાળી મૃત્યુ પામી અશ્રુત દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. આમે ભવ– વજીરું ચક્રવતિ.
જંબદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર ગગનવલ્લભ નામના નગરમાં મેઘવાહન ના રાજા હતા. તેની મેઘમાલિની રાણીની કુક્ષિને વિષે અંનતવીર્યને જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. પિતાએ તેનું નામ મેઘનાદ રાખ્યું. યૌવનવય પામતાં પુત્રને રાજ્ય પી પિતાએ દીક્ષા ગ્રહણ કરી.
એક વખત મેઘનાદ પ્રજ્ઞપ્તિ વિદ્યા સાધવા મેરૂ પર્વત ઉપર ગયે. અને ત્યાં નંદન વનમાં રહેલ શાશ્વત પ્રતિમાનું પૂજન કરવા લાગ્યો. તેવામાં બારમા દેવલોકના દે ત્યાં આવ્યા. અપરાજિતના જીવ દેવે મેઘનાદને જોઈ કહ્યું “ ભાઈ! આ સંસારને ત્યાગ કરે સંસાર ત્યાગના ફળથી હું સ્વર્ગ પામ્યો અને તું નરકમાં રખડયો.” મેઘનાદે અમરનિ - પાસે દીક્ષા ગ્રહણ કરી. અને નંદનગિરિમાં ધ્યાનારૂઢ થયા. પૂર્વ ભવના અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના અત્રનો જીવ જે દેત્ય થયા હતે તેણે તેને જોયો. અને પૂર્વ વર તાજું થયું. તેણે સુનિને