________________
૧૩૬
* [ લઇ વિષષ્ટિ શલાકા પુરું, બન્નેની રસાકસી જામી. અનંતવી પાંચજન્ય શંખ ફુકયો કે તુરત દમિતારના લશ્કરમાં ભંગાણ પડયું. દમિતારિ પિત્ત સામે આવ્યું અને તેણે અનંતવીર્ય ઉપર ચક મૂકયું પણ ચક્ર તેને કોઈ નુકશાન કરી શકયુ નહિ પણ અનંતવીર્યથી પાછું મોકલાએલ તેણે દમિ. તારિનું મસ્તક કાપી નાંખ્યું. અનંતવીર્યનો જયજયારવ થયો. દમિતારિનું લશ્કર અને પ્રધાનો અનંતવીર્યના શરણે આવ્યા. ઉત્સવપૂર્વક કનકશ્રીના લગ્ન થયાં. અને સુભગા નગરી તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં મેરૂપર્વત ઉપર રહેલ શાશ્વતત્યોને વાંદી પાછા ફરે છે તેવામાં તેમને કીર્તિધર નામના કેવલિમુનિ મળ્યા. અનંતવીર્ય પ્રદક્ષિણા દઈ તેમની પર્ષદામાં બેઠા, દેશનાબાદ નકશ્રીએ કેવલિભગવાનને પૂછયું, “હે ભગવંત!મને પિતાનો વધ અને બાંધીને વિરહ શા કારણે થયો. ભગવાને કહ્યું.
ધાતકીખંડના ભરતક્ષેત્રમાં શંખપુર નામના નગરમાં શ્રીદતા નામની તે પૂર્વ ભવમાં દુઃખીયારી સ્ત્રી હતી. એક વખત તે દેવગિરિ પર્વત ઉપર ગઈ. ત્યાં તને સત્યયશ સુનિના દર્શન થયાં. અને તેમની પાસેથી તે ચકવાલ તપ કરવાનો નિયમ કર્યો. આ તપના પ્રભાવથી તારી પાસે દિવસે દિવસે સમૃદ્ધિ વધવા લાગી અને તેં તે તપનું ઉદ્યાપન પણ કર્યું. તપશ્ચર્યાને અંતે તે મુનિને પ્રતિલાવ્યા અને ધર્મોપદેશ સાંભળી સમ્યકત્વ સહિત વ્રતને સ્વીકાર કર્યો. વ્રતનું આરાધન કરતાં એક વખત તને સદેહ ઉપજો કે આ ધર્મ કરવાનું ફલ મને મલશે કે નહિ ? આ સંદેહની તેં આલેચના ન લીધી અને મૃત્યુ પામી તેથી તને આ બંધુવિચોગ વિગેરે દુખ થયાં છે. વધુમાં તું સાંભળ. “વૈતાઢ્યગિરિ ઉપલ શિવમંદિર નામનું એક નગર હતું ત્યાં કનકપૂજ્ય નામનો રાજા હતો તેને વાયુવેગ નામની ધર્મપત્નીની કુક્ષિથી કીર્તિધર નામનો પુત્ર થયો. તેને અનિલગા સાથે પરણાવવામાં આવ્યો. સમય જતાં અનિલગાને દમિતારિ નામે પ્રતિવાસુદેવ પુત્ર થયો. અને તેને એક છોકરી થઈ તે તું કમકશ્રી અને તારે દાદ કાતિધર તે હું કીર્તિધર યુનિ. તે પૂર્વભવે ધર્મમાં સંશય કર્યો તેથી તેને આ બંધુવિયોગાદિ દુખ પ્રાપ્ત થયાં. આ સાંભળી કનકશ્રી મન સંસાર તરફથી પાછુ વળ્યું. તેણે વાસુદેવને પિતાની દીક્ષાની ભાવના જણાવી. આ પછી કેટલાક સમયબાદ સુભગાપુરીમાં રવયંપ્રભાચાર્ય પધાર્યા ત્યારે તેણે તેની પાસે દીક્ષા અંગીકાર કરી અને શુદ્ધ ચારિત્ર પાળી મુક્તિગતિને મેળવી.
અનંતવીર્ય અને અપરાજિત વિવિધ સુખ ભોગવતા પિતાને કાલ નિર્ગમન કરે છે. તેવામાં અપરાજિતને વિરતા નામે સ્ત્રીથી સમતિ નામે પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્ર સરળ સુશીલ અતિમિ, વિવેકી અને ધર્મઅભ્યાસી હતી. એક વખત ઉપવાસને પારણે એક મુનિને તેણે પ્રતિલાલ્યા આથી બલભદ્રને ત્યાં પંચદિવ્ય થયા. સુમતિ મટી થતાં બલભદ્રને તેને પરણાવવાની ચિંતા થઈ. તેણે તેને માટે સ્વયંવરમંડપ આર. દેશદેશના રાજાઓથી મંડપ શિકાર બન્યો. સુમતિ આભૂષણુથી સજ્જ થઈ સખીઓ અને દાસીઓથી માગ દેખાડાતી મંડપમાં દાખલ થઈ. સૌની નજર તેના ઉપર પડી. બધા “આ મને વરી આ મને વરશે, તેમ ગત્રિતથી પિતાનું મસ્તક ઉંચું કરતા હતા અને પોતાની ટાપટીપ સાચવી