________________
સૌ વિમળનાથ ચરિત્ર ]
“
શ્રી વિમળનાથ ચરિત્ર
(૧) પૂર્વ ભવ વન
૧૧૧
પ્રથમ દ્વિતીયભવ-પદ્મસેનરાજા અને સહસ્રાર દેવલામાં દેવ. ધાતકીખડના પૂર્વ વિદેહમાં ભરત નામની વિજયમાં મહાપુરી નામે નગરી હતી. ત્યાં પદ્મસેન નામે રાજા હતા. નિસગ સચમ રુચિવાળા તે રાજાએ કેટલેાક વખત રાજ્ય પાળી સ`ગુપ્ત નામના આચાર્યની પાસે દીક્ષા ગ્રહણુ કરી. દીક્ષાખાદ અડુક્તિ અને વીશસ્થાનક તપની આરાધના કરી. તીર્થંકર નામક ઉપાર્જન કર્યું, આ તે આયુષ્ય પૂર્ણ કરી સહસ્રાર દેવવેકમાં મર્દિક દેવપણે ઉત્પન્ન થયા.
(૨) તૃતીયભવ શ્રી વિમળનાથ ભગવાન
આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં કૉંપિઠ્યપુર નામે નગર હતું. ત્યાં કૃતવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને શ્યામા નામે પટરાણી હતી. સહસ્રાર દેવલેાકમાંથી પદ્મસેન રાજાના છત્ર ચ્યવી શ્યામા રાણીની કુક્ષિને વિષે વૈશાખ શુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ્મ નક્ષત્રમાં ઉત્પન્ન થયા. માતાએ ગજ વિગેરે ચૌઢ સ્વપ્ન દેખ્યાં અને પૂ સમયે મહાશુદ ત્રીજની મધ્યરાત્રિએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ડુક્કરના લાંછનવાળા, સુવણું વર્ણવાળા પુત્રના જન્મ આપ્યું. દિકુમારીકા અને ઇન્દ્રોએ જન્મ મહાત્સવ કર્યાં. પિતાએ પશુ ખાર દિવસ સુધી પુત્ર ઉત્સવ ઉજવ્યો. શુભ મુહૂતે પુત્ર ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ખુબ નિર્મળ થયાં હતાં. તેથી તેમનું નામ વિમળનાથ એવું પાડયું, ચેાવનત્રય પામતાં ભગવાન સાòધનુષની ઉંચાઇવાળા થયા. પિતાએ રાજકન્યાએ પરણાવી. અને જ્યારે તેમની પ દર લાખ વર્ષની ઉંમર થઇ ત્યારે તેમના પિતાએ તેમના રાજ્યાભિષેક કર્યો. આ રાજ્ય ત્રીશ લાખ વર્ષની ઉંમર સુધી પાળ્યું. તેવામાં લેાકાન્તિક દેવાએ તી પ્રવર્તાવવાની વિનતિ કરી, ભગવાને વાર્ષિક દાન આપી દેવદત્તા નામની શિખિકા ઉપર આરૂઢ થઇ મહાશુદ ચેાથના દિવસે હજાર રાજાઓની સાથે છઠે તપ પૂર્ણાંક દીક્ષા અંગીકાર કરી. છઠને પારણે ધાન્યકુઢ નગરમાં જયરાજાને ઘેર પરમાત્રથી પારણું કર્યું. પંચદિવ્ય પ્રગઢ થયાં અને ભગવાન ચાર જ્ઞાન પામી ત્યાંથી વિહાર કરી જગતમાં વિહાર કરવા લાગ્યા.
(૩) ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, બલદેવ ભદ્ર અને
પ્રતિવાસુદેવ મેરાકનું ચરિત્ર.
ત્રીજા ખળદેવ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવના પૂર્વ ભવ.
આ જંબુદ્રીપની અંદર પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આનંદકરી નામની નગરી હતી.