________________
૧૧.
* [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.
વાસુપૂજ્ય સ્વામિના શાસનમાં કુમાર નામે યક્ષ શાસનદેવ અને ચંદ્રા નામે યક્ષિણી શાસનદેવી થઈ. કુમાર યક્ષ શ્વેતવર્ણવાળો, હંસના વાહનને ધારણ કરનારે, બે દક્ષિણ ભૂજાઓમાં બીરૂ અને બાણને ધરનાર તથા બે વામ ભુજામાં નકુલ અને ધનુષ્ય ધરનારે હતે. તથા ચંદ્રા યક્ષિણી શ્યામવર્ણવાળી, અશ્વના વાહનને ધારણ કરનારી, બે દક્ષિણ ભુજામાં વરદ અને શક્તિ તથા બે વામ ભુજામાં પુષ્પ અને ગદાને ધારણ કરનારી હતી.
વાસુપૂજ્ય સ્વામિને તેર હજાર સાધુ,એકલાખ સાધ્વી, એકહજાર બસે ચૌદ પૂર્વધારી, પાંચ હજારને ચાર અવધિજ્ઞાની, છ હજારને એકસે મન ૫ર્યવજ્ઞાની, છ હજાર કેવળ જ્ઞાની, દશ હજાર કિયલબ્ધિવાળા, ચાર હજારને સાત વાદ લબ્ધિવાળા, બે લાખને પંદર હજાર શ્રાવકે, અને ચાર લાખને છત્રીસ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયો
દીક્ષા લીધા પછી ચેપન લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન વાસુપૂજય વામિ પિતાને મોક્ષ કાળ નજીક જાણું ચંપા નગરી પધાર્યા. ત્યાં છસે મુનિઓ સાથે અણુસણ અંગીકાર કર્યું. એક માસને અંતે અશાહ શ્રદ ચાદશ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમા હતું ત્યારે વાસુપૂજ્ય સ્વામિ છસે મુનિઓની સાથે નિર્વાણ પામ્યા.
વાસુપૂજ્ય સ્વામિએ કુમારવયમાં અઢાર લાખ વર્ષ અને દીક્ષાવસ્થામાં ચેપનલાખ વર્ષ એમ કુલ બોતેર લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ ભોગવ્યું. શ્રેયાંસનાથ સ્વામિના નિર્વાણ પછી ચેપન સાગરેપમ ગયા બાદ ભગવાન વાસુપૂજ્ય સ્વામિ મોક્ષે ગયા.
સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓને દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો અને ભગવંતના દાઢા આદિ અવયવેને યથાયોગ્ય વહેચી લઈ તે સર્વ નંદીશ્વર દ્વીપે ગયા. ત્યાર બાદ નિર્વાત્સવ ઉજવી સૌ સ્વસ્થાને ગયા.
વાસુદેવનું નરકગમન અને બળદેવની મુકિત. * દ્વિપૂર્ણ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ગયો. તેણે કુમારવયમાં પતેર હજાર વર્ષ, માંડલિકપણુમાં પંચોતેર હજાર વર્ષ દિગવિજયમાં એકસો વર્ષ અને રાજ્યમાં બહેતર લાખ ઓગણપચાસ હજાર અને નવ વર્ષ પસાર કર્યો કુલ ચુમ્મતેર લાખ વર્ષનું આયુષ્ય દ્વિપૂર્ણ વાસુદેવે ભોગવ્યુ.
વાસુદેવના મૃત્યુ પછી વિજય બલભ શ્રીવિજયસરિની પાસે દીક્ષા ગ્રહણ કરી નિરતિચાર ચારિત્રપાળી મોક્ષ પામ્યા.
[ આ રીતે વાસુપૂજ્ય સ્વામિ, બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ, બીજા બલદેવ વિજય અને બીજા પ્રતિવાસુદેવ તારક ચરિત્ર સંપૂર્ણ ] -