SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨. [ લઘુત્રિષષ્ટિ શલાકા પુરુષ તેમાં નંદીસુમિત્ર (ચક્ષુમાન) નામને રાજા હતા. તેણે સુરત નામના આચાર્યની પાસે દીક્ષા લીધી. સુંદર ચારિત્ર પાળી અંત કાળે તે અનશન કરી અનુત્તર વિમાનમાં દેવપણુએ ઉત્પન્ન થયો. આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી હતી. તેમાં ધનમિત્ર નામને રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ધનામિત્ર રાજા પોતાના મિત્ર બલિ સાથે જુગાર રમતાં પિતાનું રાજ્ય હારી ગયે. બલિ રાજાએ રાજ્યને કબજે લીધે. તેની રાણીએ પિતાના પિએર ગઈ અને પિતે રાજ્ય વિહેણો થઈ જ્યાં ત્યાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક દિવસ તેને સદન નામના સુનિ મલ્યા. તેમણે તેને ધર્મોપદેશ આપે આથી ધનમિત્રે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ તે ખુબ તપશ્ચર્યા કરવા લાગ્યા છતાં તે બલિ રાજાને પરાભવ વિસરી શકો નહિ. આથી તપશ્ચર્યા દરમિયાન “મારા સપના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં” એવુ નિયાણું બાંધ્યું. અને અણુસણથી મૃત્યુ પામી બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. આ બાજુ બલિ રાજાએ પણ દીક્ષા લઈ કેટલેક વખત પાળી મૃત્યુ પામી દેવકમાં દેવપણે ઉત્પન્ન થયે ત્રીજા પ્રતિવાસુદેવ બળદેવ અને વાસુદેવની ઉત્પત્તિ યુધ્ધ અને સ્વયંભૂનો વાસુદેવપણને અભિષેક. દેવતાના સુખે ભેગવી બલિને જીવ ચવી આ ભરતક્ષેત્રમાં નંદન નામના નગરમાં સમરકેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિ થકી પુત્રપણે જમ્યા. માતપિતાએ તેનું નામ મેરાકે પાયું. સાઠ ધનુષ્યની કાયા અને સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા મેરાક અનુક્રમે પ્રતિવાસુદેવ બની ત્રણ ખંડને ભક્તા થયો. આ અરસામાં ભરતક્ષેત્રમાં દ્વારિકા નગરીમાં રૂક નામે રાજા રાજ્ય કરતા હતાં. તેને સુરક્ષા અને પથ્વી નામે બે રાણીઓ હતી. નંદીસુમિત્રને જીવ અનુત્તર વિમા નથી ચ્યવી સુપ્રભાદેવીની કુક્ષિમાં ઉત્પન થયો. માતાને તે રાત્રે બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન આવ્યાં. અનુક્રમે નવમાસ અને સાડાસાત દિવસે સુપ્રભાએ કાંતિથી ઉજજવળ પુત્રને જન્મ આપે. તેનું નામ પિતાએ ભદ્ર પાડયું. . ધનમિત્રને જીવ અચૂત દેવલોકમાંથી ઍવી રૂદ્ર રાજાની બીજી રાણી પૃથ્વીના ગમાં આવ્યો. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહાસ્વમ રાણીએ જયાં. અને અવસર પ્રાપ્ત થતાં પૃથ્વી રાણીએ શુભ લક્ષણોથી યુક્ત પુત્રને જન્મ આપ્યા. જે રાજાએ સ્વયંભૂ પાડયું. બલદેવ ભદ્ર, અને વાસુદેવ સ્વયંભૂ પરસ્પર નેહથી માટી થવા લાગ્યા. એક વખત આ બન્ને રાજકુમાર ઉદ્યાનમાં કીડા કરતા હતા ત્યારે તેમણે મા લકર જોયું કે જે લશ્કર શશિસામ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને ઇડરૂપે મોકલ્યુ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy