________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામિ ચરિત્ર 1
૯૧
લડવા લાગ્યા. અને લડતાં લડતાં મરણ પામ્યા. ચકલીએ ક્ષણભર વિલાપ કર્યો પણ થાડીવાર પછી બીજા ચકલા સાથે વિલાસ કરવા લાગી. આ વસ્તુ જોઈ પદ્મ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તેણે યુગંધર આચાયની પાસે દીક્ષા લીધી.
દીક્ષા લીધા બાદ પદ્મરાજષિએ ઇન્દ્રિયાના નિગ્રહ પૂર્વક ઘણા કાલ સુધી શુદ્ધ રીતે ચારિત્રને પાળ્યુ. અને વીશસ્થાનક તપની આરાધના કરી તીથર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અન્તે આયુષ્યને ખપાવી પદ્મરાજષિ વિજયત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
(૨)
શ્રી ચંદ્રપ્રભ સ્વામિ તૃતીયભવ
જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં ચ'દ્વાનના નામે નગરી છે. તે નગરીમાં મહાસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મણા નામે સુલક્ષણા રાણી હતી. આ રાજા ન્યાયધર્મનિષ્ઠ અને સત્વશાળી હતા. પદ્મરાજાના જીવવિજયંત વિમાનમાં તેત્રીશ સાગરપમનું આયુષ્ય ભેાગવી ચૈત્ર વદ પાંચમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાના ચેાગ હતા ત્યારે ત્યાંથી ચ્યવી લક્ષ્મણા રાણીની કુક્ષિમાં ત્રણુ જ્ઞાન સહિત અવતર્યોં. લક્ષ્મણા રાણીએ ચૌદ સ્વમ દેખ્યાં અને દેહલાને પૂર્ણ કરી પાષ વદ બારસની રાત્રે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના ચેાગ હતા તે વખતે પુત્રને જન્મ આપ્યું. દેવાએ જન્મમહેાત્સવ વિધિ કર્યો. અને રાજાએ ખાર દિવસ સુધી પ્રભુના જન્મ મહેાત્સવ કરી સ્વજન સમક્ષ ‘જ્યારે આ બાળક એની માતાના ઉદરે હતા તે વખતે તેની માતાને ચંદ્રના પાનના દોહેલા ઉત્પન્ન થયા હતા.’ તે જણાવવા પૂર્વક તેમનું 'દ્રપ્રભુ એવું નામ પાડ્યુ.
ચન્દ્રપ્રભુ યૌવનવય પામતાં દોઢસા ધનુષની ઉંચાઈવાળા થયા, અને જ્યારે ભગવાન અઢીલાખ પૂર્વના થયા ત્યારે માતાપિતાના અત્યાગ્રહથી તેમણે પેાતાનુ ભગાવલી ક્રમ બાકી છે, એમ જાણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. ત્યારમાદ પ્રભુને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અને ભગવાને ચાવીશ પૂર્વાંગ સહિત સાડાછ લાખ પૂર્વ સુધી રાજ્યપાલન કર્યું. લાકાન્તિક દેવાએ દીક્ષાના અવસરે પ્રભુને તીથ પ્રવર્તાવવાની વિનંતી કરી. ભગવાને તુત સાંવત્સરિક દાન આપવાનું શરૂ કર્યું. અને સનારમા શિખિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં આવી પાષ વદ ૧૩ ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાના યાગ હતા, ત્યારે હજાર રાજાઓ સાથે છડે તપપૂર્વક દીક્ષા લીધી. દેવતાઓએ દીક્ષા કલ્યાણકના મહેૉત્સવ કર્યો અને ભગવાનને દીક્ષા લેતાંજ મનઃવ જ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે પદ્મપુર નગરમાં સામદત્ત રાજાને ઘેર ક્ષીરથી ભગવાને પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં, ત્યારમાદ ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા.
પરિષહ અને ઉપસ સહન કરતા, નગર અને અરણ્યમાં વિહાર કરતા, શત્રુ અને મિત્ર ઉપર એક દષ્ટિ રાખતા, સુવર્ણ અને માટીને સમાન ગણુતા, ભગવાન ત્રણ માસ બાદ