________________
લઘુ ત્રિષષ્ટિ શલાકા પુષ. mw તેજ વનમાં પધાર્યા. અને પુન્નાગ વૃક્ષની નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ફાગણ વદ સાતમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ થયું. આ વખતે ભગવાનને છઠ તપ હતો. દેએ સમસરણની રચના કરી. ભગવાને પૂર્વ દ્વારે પ્રવેશી ચૈત્યને વાંકી જો તિરથ કહી દેશના આરંભી. ભગવાને દેશનામાં જણાવ્યું કે “મુક્તિ પ્રાપ્ત કરવી હોય તે આ મનુષ્યક્ષેત્રમાં જ પ્રાપ્ત થઈ શકે છે. અને તે મુક્તિ સિદ્ધશિલા મનુષ્યના જેટલા પ્રમાણવાલી છે.” આ દેશનાથી કેટલાકે ચારિત્ર અને કેટલાકે શ્રાવપણું અંગીકાર કર્યું. દર વિગેરે ત્રાણુ ગણધરોને ભગવાને ત્રિપદી આપી અને તેમણે ત્રિપદીને અનુસરી દ્વાદશાંગીની રચના કરી ભગવાને ગણધર ઉપર વાસક્ષેપ નાંખી ગણુધરેને ગણુની અનુજ્ઞા આપી. અને બીજા પ્રહર દત્ત ગણધરે દેશના આપી.
ચંદ્રપ્રભુ સ્વામિના તીર્થમાં હંસના વાહનવાળે, દક્ષિણ ભુજામાં ચક અને વામ ભૂજામાં સુદૂગરને ધારણ કરનાર વિજય નામે યક્ષ અને હંસના વાહનવાળી, પીળા અંગવાળી, બે દક્ષિણ ભુજામાં ખડ્રગ અને સુગર ધારણ કરનારી તથા બે વામ ભૂજામાં ફલક અને પરશુ રાખનારી ભ્રકુટી નામે દેવી એમ બંને શાસન દેવતા થયાં.
પ્રભુને વિહાર કરતાં અઢી લાખ સાધુઓ, ત્રણુલાખને એંશી હજાર સાધ્વીઓ, બે હજાર ચૌદ પૂવીએ, આઠ હજાર અવિધિજ્ઞાની, આઠ હજાર મન પર્યાવજ્ઞાની, દશ હજાર કેવળજ્ઞાની, ચૌદ હજાર વૈક્રિય લબ્ધિવાળા, સાત હજાર ને છ વાદ લબ્ધિવાળા અઢી લાખ શ્રાવકે અને ચાર લાખ એકાણું હજાર શ્રાવિકાઓ એ પ્રમાણે પરિવાર થી
ચેવાશપૂર્વાગ અને ત્રણ માસ ચૂત એક લાખ પૂર્વ વિહાર કરી ભગવાન સમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અનશન કર્યું, એક માસ અણુસણ કર્યો બાદ ભાદરવા વદ ૭ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો તે વખતે સર્વ યોગેનો નિરોધ કરી ભગવાન સુકિત પદને પામ્યા. આ પછી તેમની સાથે બીજા મુનિએ હતા તે પણ મુકિત વય.
અઢી લાખ પૂર્વ કુમારવયમાં, વીશ પૂર્વાગ સહિત સાડા છ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં અને વીશ પૂર્વીગ ચૂત એક લાખ પૂર્વ દીક્ષાવસ્થામાં આ રીતે કુલ દશ લાખ પૂર્વનું આયુષ્ય પ્રભુએ સંપૂર્ણ કર્યું. સુપાર્શ્વના સ્વામિનાથ નિર્વાણ પછી નવસ કેટિ સાગરોપમ વીત્યા ત્યારે શ્રી ચંદ્રપ્રભુ નિર્વાણ પામ્યા.
સુરેશ્વરાએ તેમના તથા અન્ય સુનિઓના દેહને અગ્નિસંસ્કાર કરીને નંદીશ્વર દ્વીપ ગયા એને ત્યાંથી નિવગોત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
૧ ચદ્રપ્રભુ સ્વામિ ચરિત્રમાં ભગવાનની દશનામાં સમતિનું વર્ણન, બારવનનું વર્ણન અને વાત ધર્મનુ વર્ણન કરવામા આવેલ છે. તેમજ બારવ્રત ઉપર ઉપનયપૂર્વક કથાઓ આપવામાં આવી છે. તેમજ દત્ત ગણધરના પૂછવાથી ભગવાન શ્રીમુખે પિતાના પૂર્વભવનું વૃત્તાંત કહે છે વિગેરે વિગેરે તો છે
૨ લઘુ ત્રિષ્ટિમાં ચંદ્રપ્રભુ સ્વામિના ચરિત્ર પછી નીચે પ્રમાણે વીશ તીર્થકરાના ભવોને ઉલ્લેખ દર્શાવ્યા છે, જવ સંબંધી મતાન્તર પણ આપેલ છે. •