________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ
વાદી, બે લાખ છેતેર હજાર શ્રાવક, પાંચ લાખ અને પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર થયે.
દીક્ષા લીધા પછી છ માસ અને સોળ પૂર્વીગે ન્યૂન એક લાખ પૂર્વ વ્યતીત થયે પિતાને મોક્ષ કાળ સમીપ જાણી ભગવાનેસમેત શિખરે જઈ ત્રણસેં આઠ મુનિઓ સાથે અનશન કર્યું. એક માસને અંતે માગશર વદી અગિઆરસના દિવસે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું. ત્યારે ત્રણસેં આઠ મુનિઓ સાથે ભગવાન મેક્ષ પામ્યા. '
પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખને સોલ પૂર્વીગ કુમારવયમાં, સાડી એકવીશ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં, સેળપૂર્વીગે ન્યૂન એક લાખ પૂર્વ દીક્ષામાં એમ સર્વમળી ત્રીસલાખ પૂર્વનું આયુષ્ય ભેગવી સુમતિનાથ સ્વામિના નિર્વાણ પછી નેવું હજાર કેટી સાગરોપમે પ્રભુ મોક્ષે ગયા.
ચોસઠ ઈન્દ્રો અને દેએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજવી પ્રભુના તેમજ મુનિઓના દેહનો અગ્નિસંસ્કાર કરીને દાઢા આદિ યથાગ્ય વહેંચીને નંદીશ્વર દ્વીપ ગયા અને ત્યાંથી કલ્યાણક નિર્વાણને મહત્સવ ઉજવી સ્વસ્થાને ગયા.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર
(૧)
પૂર્વ ભવ વર્ણન. પ્રથમ-દ્વિતીયભવ નંદીપણુ રાજા અને છઠ્ઠા સૈવેયકમાં દેવ.
ધાતકી ખંડના પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નામે નગરી હતી તેમાં નદીએણુ નામને રાજા રાજ્ય કરતું હતું. તે રાજા શક જે સૌમ્ય, કુબેર જે ધનાઢય અને મહા પરાક્રમી હતી. ઘણા વર્ષ સુધી રાજ્ય પાળ્યા બાદ અરિદમન આચાર્ય પાસે તેણે દીક્ષા લીધી. વિવિધ તપશ્ચર્યા કરી અને વાસસ્થાનક તપથી તીર્થકર નામ કમ ઉપાર્યું. પ્રાંત સમાધિથી મૃત્યુ પામી છઠ્ઠા પૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થયો.
શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
તૃતીય ભવ શ્રેયક દેવલોકમાં અઠયાવીશ સાગરોપમનું આયુષ્ય ભોગવી નંદીવેણને જીવ ભરત ક્ષેત્રમાં આવેલ વાણુરસી નગરીમાં પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિને વિષે ભાદરવા વદ આઠમ ના દિવસે કે જ્યારે એનુરાધા નક્ષત્રમાં ચંદ્રને ચેગ હતી. ત્યારે ઉત્પન્ન થયા. માતાએ ચૌદ સ્વપ્ન દેખ્યાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર