________________
શ્રી પદ્દમપ્રભુ જિનચરિત્ર ]
ચૌદ સ્વમ દેખ્યાં અને તેમના ગૃહમાં દેએ ધનવૃષ્ટિ કરી. દેવેએ ચ્યવન કલ્યાણકની ક્રિયા કરી. નવ મહિના અને સાડાસાત દિવસ ગયા બાદ સુશીમાદેવીએ કાર્તિક વદ ૧૧ના દિવસે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં હતા ત્યારે પામવર્ણવાલા અને પમના લાંછનવાળા પુત્રને જન્મ આપે. દિકુમારિકાઓએ, દેએ અને પિતાએ જન્મત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મશખ્યાનો દેહદ ઉત્પન્ન થયે હતું તેમજ પામના સરખી તેમની કાતિ હોવાથી તેમનું પફમપ્રભ નામ પાડયુ. અનુક્રમે વૃદ્ધિ પામતા ભગવાન યૌવનવય પામ્યા. માતાપિતાના આગ્રહથી પાણિગ્રહણ કર્યું અને સાડાસાત લાખ પૂર્વના થયા ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કર્યો. સાડી એકવીશ લાખ પૂર્વ અને સલપૂવૉગ રાજ્ય કર્યા બાદ ભગવાનને સંસાર ત્યાગ કરવાની ઈચ્છા જાગી. અને તેજ વખતે તેમને લેકાન્તિક દેએ “નાથ! તીર્થ પ્રવત'ની વિજ્ઞપ્તિ કરી.
દેની આ વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી ભગવાને સાંવત્સરિક દાન દેવા માંડયું અને કાર્તિક વદ ૧૩ ના દિવસે નિવૃત્તિ નામની શિબિકામાં આરૂઢ થઈ સહસ્રામ વનમાં પધાર્યા. અને છઠ તપ કરી એક હજાર રાજાઓની સાથે બપોરે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને ગ હતો ત્યારે દીક્ષા અંગીકાર કરી,
પદ્મપ્રભુસ્વામીએ બીજે દિવસે બ્રહ્મસ્થલ નગરમાં એમદેવ રાજાને ઘેર હસ્તપાત્રમાં પરમાત્રથી-ક્ષીર ભેજનથી પારણું કર્યું. દેવેએ પંચ દિવ્ય પ્રગટ કર્યો. છ માસ સુધી બીજે ઠેકાણે વિહાર કરી ભગવાન ફરી તેજ સહઋામ્રવનમાં પધાર્યા. અહિં વડ વૃક્ષની નીચે છઠ તપ પૂર્વક કાઉસગ્ગ ધ્યાને રહ્યા. અને તેમણે ચાર ઘાતિ કમનો ક્ષય કરી ચિતર શુદ પૂનમના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી. અને ભગવાને પૂર્વ ધારથી પ્રવેશી દેશના આરંભી અને જણાવ્યું કે “ચારે ગતિઓમાં જેને મુખ્યત્વે દુઃખ જ છે. ભગવાનની દેશના સાંભળી કેઈએ દીક્ષા તો કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું. ભગવાનને સુવ્રત વિગેરે એકને સાત ગણધરે થયા. તેમણે ભગવાન પાસે ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી.
પદ્મપ્રભ સ્વામીના શાસનમાં કસુમ નામનો યક્ષ શાસનદેવ અને અય્યતા નામે યક્ષિણી શાસનદેવી થઈ. કુસુમ ચક્ષ નીલવર્ણવાળ, મૃગના વાહનવાળો અને જમણી તરફની બે ભુજામાં ફળ અને અભયને ધારણ કરનાર અને ડાબી બે ભુજામાં નકુલ અને અક્ષ સૂત્રને ધારણ કરનારે થયો. અષ્ણુતા યક્ષિણી શ્યામ અંગવાળી, પુરૂષના વાહન વાળી, બે દક્ષિણ ભુજામાં વરદ અને બાણને ધારણ કરનારી અને ડાબી બે ભુજામાં કામુક અને અભયને ધારણ કરનારી થઈ.
પદ્મપ્રભપ્રભુને ત્રણ લાખ ત્રીસ હજાર સાધુ, ચાર લાખ વીસ હજાર સાધ્વી, બે હજાર બસે ચૌદ પૂર્વધારી, દશ હજાર અવધિજ્ઞાની, દશ હજાર ત્રણસે મન ૫ર્યવજ્ઞાની બાર હજાર કેવળી, સોળ હજાર એકસો આઠ વૈક્રિય લબ્ધિવાળા, નવ હજાર છસો
૧ લઘુ ત્રિષષ્ટિમા મહા વદ ૧૩ લખેલ છે, પણ લેખક દેવ જણાય છે.